મોદી સરકાર પહેલા દેશ પાસે કોઇ રક્ષા નીતિ નહોતી, સર્જિકલ સ્ટ્રાઇક કરી અમે સાબિત કરી: અમિત શાહ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હી યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કહ્યું કે દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી તે પહેલા ભારત પાસે કોઇ રક્ષા નીતિ નહોતી. અમે સર્જીકલ સ્ટ્રાઇક કરીને અને હવાઇ હુમલા કરીને બતાવ્યું કે રક્ષા નીતિ શું હોય છે. તેમણે કહ્યું કે યુનિવર્સિટીઓને વિચારધારાનો અખાડો ના બનાવવી જોઇએ. નરેન્દ્ર મોદીએ ચપટી વગાડતા જ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી દà
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હી યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કહ્યું કે દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી તે પહેલા ભારત પાસે કોઇ રક્ષા નીતિ નહોતી. અમે સર્જીકલ સ્ટ્રાઇક કરીને અને હવાઇ હુમલા કરીને બતાવ્યું કે રક્ષા નીતિ શું હોય છે. તેમણે કહ્યું કે યુનિવર્સિટીઓને વિચારધારાનો અખાડો ના બનાવવી જોઇએ. નરેન્દ્ર મોદીએ ચપટી વગાડતા જ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી દીધી. લોકો કહેતા હતા કે લોહીની નદીઓ વહશે, પરંતુ એક કાંકરી પણ ના ઉડી.
દિલ્હી યુનિવર્સિટીમાં પોતાના સંબોધન દરમિયાન અનમિત શાહે કહ્યું કે નવી શિક્ષા નીતિ એ પ્રકારની શિક્ષા નીતિ છે કે જેનો કોઇએ વિરોધ નથી કર્યો. ભારત એક ભુ-સંસ્કૃત દેશ છે. તમે જ્યાં સુધી આ વાત નહીં સમજો, ભારતના વિચારને નહીં સમજી શકો. કેટલાક લોકો ભારતને સમસ્યાઓને દેશ ગણાવે છે, પરંતુ આપણી પાસે સમસ્યાનું સામાધાન શોધવાની પણ અપાર શક્તિ રહેલી છે.
2014 પછી ભારતે નવી ઉંચાઇ મેળવી
દેશની રક્ષા નીતિની વાત કરતા અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પહેલા દેશમાં કોઇ પણ રક્ષા નીતિ નહોતી, પરંતુ અમે સર્જિકલ સ્ટ્રાઇક અને હવાઇ હુમલા કરીને બતાવી દીધું કે રક્ષા નીતિ કેવી હોય છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2014થી 2024 સુધીના શાસનકાળમાં ભારતે અનેક નવી ઉંચાઇ પ્રાપ્ત કરી છે અને 80 કરોડ લોકો પોતાને દેશનો ભાગ માનવા લાગ્યા છે.
પ્રથમ એવી શિક્ષણ નીતિ જેનો વિરોધ ના થયો
નવી શિક્ષણ નીતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમારી સરકારની નવી શિક્ષણ નીતિ (NEP) એવી પ્રથમ શિક્ષણ નીતિ છે, જેનો કોઈએ વિરોધ કર્યો નથી અને બધાએ તેનું સ્વાગત કર્યું છે. આગળ તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે લોકો વરષોથી એવું કહેતા હતા કે તેને દૂર કરીશું તો ખબર નહીં શું થશે. મોદીજીએ ચપટીમાં દૂર કરી નાંખી અને જે લોકો કહેતા હતા કે લોહીની નદીઓ વહેશે. હું તેમને કહેવા માંગુ છું કે મોદી સરકારમાં લોહીની નદીઓ તો દૂર કાંકરી પણ નથી ઉડી.
ઉત્તર પૂર્વના 75 ટકા વિસ્તારોમાંથી AFSPA હટ્યો
તેમણે કહ્યું કે આજે ઉત્તર પૂર્વના 75 ટકા વિસ્તારોમાંથી AFSPA હટાવી દેવામાં આવ્યો છે. આ એવા લોકોને જવાબ છે જેઓ માનવ અધિકારના નામે તેને હટાવવાની માંગ કરી રહ્યા હતા. તેઓ આતંકવાદીઓના માનવાધિકારની વાત કરતા હતા, પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે જે લોકો આતંકવાદના કારણે મૃત્યુ પામ્યા હતા તેમના પણ માનવ અધિકાર હતા.
Advertisement