ઓસ્ટ્રેલિયન ખેલાડીએ ભારત આવતા પહેલા સોશિયલ મીડિયામાં લખ્યું - ઈન્ડિયા હું આવી રહ્યો છું
ન્યૂઝીલેન્ડને T20 શ્રેણીમાં માત આપી હવે ટીમ ઈન્ડિયા (Team India) નું આગામી મિશન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી છે. ગઇકાલે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી અંતિમ મેચ બાદ હવે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચો રમાવાની છે. જેના માટે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત આવવાની છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીની શરૂઆત 9 ફેબ્રુઆરીથી થશે. ત્યારે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ભારત આવવાના છે, જેમાથી ટીમના ઓપનિંગ ટà«
11:03 AM Feb 02, 2023 IST
|
Vipul Pandya
ન્યૂઝીલેન્ડને T20 શ્રેણીમાં માત આપી હવે ટીમ ઈન્ડિયા (Team India) નું આગામી મિશન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી છે. ગઇકાલે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી અંતિમ મેચ બાદ હવે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચો રમાવાની છે. જેના માટે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત આવવાની છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીની શરૂઆત 9 ફેબ્રુઆરીથી થશે. ત્યારે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ભારત આવવાના છે, જેમાથી ટીમના ઓપનિંગ ટેસ્ટ બેટ્સમેન ઉસ્માન ખ્વાજા (Usman Khawaja) ભારતમાં તેની ટેસ્ટ ટીમ સાથે જોડાશે. પાકિસ્તાનમાં જન્મેલા ખ્વાજા વિઝામાં વિલંબને કારણે ટીમ સાથે પ્રવાસ કરી શક્યા ન હતા. જે બાદ તેણે તેના સોશિયલ મીડિયા (Social Media) પર એક મીમ દ્વારા તેની જાણકારી આપી હતી.
9 ફેબ્રુઆરી 2023થી ટેસ્ટ શ્રેણીની થશે શરૂઆત
બુધવારે ન્યૂઝીલેન્ડને T20 શ્રેણીમાં 2-1થી હરાવી હવે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમવા તૈયાર થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે રમાતી ટેસ્ટ શ્રેણી ભારતમાં 9 ફેબ્રુઆરી 2023થી આયોજિત થવાની છે. આ સિરીઝ 4 મેચની હશે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે આ સીરીઝ ઘણી મહત્વની છે. આ સિરીઝ માટે જ્યાં મંગળવારે જ ઓસ્ટ્રેલિયાની આખી ટીમ પહોંચી હતી, ત્યાં ઓપનર ઉસ્માન ખ્વાજા (Usman Khawaja)ને વિઝા ન મળવાને કારણે બહાર થઈ ગયો હતો. જોકે, હવે તેને વિઝા મળી ગયા છે અને તે ભારત આવવા રવાના થઈ ગયો છે.
ઈન્ડિયા, હું આવી રહ્યો છું - ઉસ્માન ખ્વાજા
ઉસ્માન ખ્વાજાને ભારત આવવા માટે વિઝા મળતા જ તે ખૂબ જ ખુશ દેખાયો હતો. પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર ફ્લાઈટની અંદરથી પોતાનો એક ફોટો શેર કરતા તેણે કેપ્શન લખ્યું, 'ઈન્ડિયા, હું આવી રહ્યો છું.' મીડિયા રિપોર્ટ્સ અનુસાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિએ બુધવારે મોડી રાત્રે ઉસ્માન ખ્વાજાને પાસપોર્ટ અને વિઝા આપ્યા હતા. જે બાદ તે ભારત આવવા રવાના થઈ ગયો છે અને ટૂંક સમયમાં બેંગ્લોરમાં તેની ટીમ સાથે પ્રેક્ટિસ કરશે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ક્યાં છે?
દરમિયાન, પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ બુધવારે બેંગલુરુ પહોંચી ગઈ છે. બેંગ્લોરની બહારના અલુરમાં તેમનો 5 દિવસનો શિબિર આજથી શરૂ થાય છે. કેમ્પ બાદ તેઓ પ્રથમ ટેસ્ટ માટે નાગપુર જશે. ટેસ્ટ શ્રેણી 9 ફેબ્રુઆરીથી નાગપુરના જામથાના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં શરૂ થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી 4 ટેસ્ટ મેચની શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ
1. પહેલી ટેસ્ટ, 9 થી 13 ફેબ્રુઆરી, VCA સ્ટેડિયમ, નાગપુર
2. બીજી ટેસ્ટ, 17 થી 21 ફેબ્રુઆરી, અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
3. ત્રીજી ટેસ્ટ, 1 થી 5 માર્ચ, HPCA સ્ટેડિયમ, ધર્મશાલા
4. ચોથી ટેસ્ટ, 9 થી 13 માર્ચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમ
પેટ કમિન્સ (c), એશ્ટન અગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ (wc), મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વીપ્સન, ડેવિડ વોર્નર.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article