Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

“ભગવા પહેરાનારા હવે તમે પણ આતંકી બની જાઓ”, પુલકિત મહારાજનો વીડિયો વાયરલ

આજકાલ રાજકીય નેતાઓ એટલા બેબાક નિવેદનો નથી આપી રહ્યા જેટલા તો આ સાધુ સંતો અને મહારાજ દ્વારા આપી રહ્યા છે. હાલમાં જ એક મહારાજે વિવાદસ્પદ નિવેદન આપતા ફરી હંગામો થયો છે. પોતાને આધ્યાત્મિક ગુરુ ગણાવતા પુલકિત મહારાજે કથિત રીતે એક એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જે ન માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, પરંતુ તેના કારણે તેમની મુશ્કેલી પણ વધી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા
10:56 AM Apr 11, 2022 IST | Vipul Pandya

આજકાલ રાજકીય નેતાઓ એટલા બેબાક નિવેદનો નથી આપી રહ્યા
જેટલા તો આ સાધુ સંતો અને મહારાજ દ્વારા આપી રહ્યા છે. હાલમાં જ એક મહારાજે
વિવાદસ્પદ નિવેદન આપતા ફરી હંગામો થયો છે.
પોતાને
આધ્યાત્મિક ગુરુ ગણાવતા પુલકિત મહારાજે કથિત રીતે એક એવું વિવાદાસ્પદ નિવેદન
આપ્યું છે
, જે ન માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ
રહ્યું છે
, પરંતુ તેના કારણે તેમની મુશ્કેલી પણ
વધી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પુલકિત મહારાજ ભગવા
પહેરનારાઓને આતંકવાદી બનવાની અપીલ કરતા જોવા મળ્યા હતા. સમાજવાદી પાર્ટીએ પોતાના
ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે
કે
ગુજરાત ફર્સ્ટ આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ કરતું નથી.

javascript:nicTemp();

સમાજવાદી પાર્ટી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પુલકિત મહારાજ
કહેતા જોવા મળી રહ્યા છે
, 'જેઓ ભગવો પહેરે છે, હું તેમને કહું છું કે હવે આતંકવાદી બનવાની જરૂર છે. આતંકવાદી બનો.
તેમની ભાષાથી હવે તેમને જવાબ આપો
. ગોળીઓથી જવાબ આપો, બંદૂકથી જવાબ આપો. હવે તમે તેના જેવા જ
બનીને તેની જ ભાષામાં જવાબ આપો. સમાજવાદી પાર્ટીએ આ વીડિયોને ટ્વિટ કરીને લખ્યું
,
'લોકો આ ભગવા (નકલી) બાબાઓ, દેશના મઠાધિપતિઓથી સાવધ રહે. આ લોકો કેવો સમાજ બનાવવા માંગે છે અને
સત્તા જાળવી રાખવા માંગે છે
, તમે પોતે સાંભળો. બેરોજગારી, મોંઘવારી, નિરક્ષરતા અને આરોગ્ય અને રસ્તાઓ પરથી
ધ્યાન હટાવવા માટે ભાજપ સરકારના ઇશારે આ તમામ બકવાસ કરવામાં આવી રહ્યા છે.


મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વીડિયો વાયરલ થયા બાદ ભડકાઉ નિવેદન આપનારા
પુલકિત મહારાજ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. પુલકિત મહારાજ ઉર્ફે પુલકિત
મિશ્રા વિરુદ્ધ સાહિબાબાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. સાહિબાબાદ
પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર રવિ બાલિયાન તરફથી કેસ નોંધવામાં આવ્યો છે.  જણાવી દઈએ કે આ એ જ પુલકિત મહારાજ છે
, જેમની દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે વર્ષ 2018માં ધરપકડ કરી હતી. પીએમઓ વતી ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ આપવામાં આવી
હતી કે પુલકિત મહારાજ નામનો વ્યક્તિ વડાપ્રધાનના નામે વીઆઈપી ટ્રીટમેન્ટ લઈ રહ્યો
છે. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે પુલકિત બાબાની ધરપકડ કરી હતી.

Tags :
GujaratFirstPulkitMaharajUttarPradeshViralVideo
Next Article