Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આમધરા ગામના દિવ્યાંગ વૃદ્ધ લોકો માટે બન્યા પ્રેરણારૂપ

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની વાતો કરી છે જેને નવસારીના ચીખલી તાલુકાના એક 68  વર્ષીય વૃદ્ધે સાર્થક કરી બતાવ્યું છે અને લોકોને પ્રેરણા રૂપ બન્યા છે આમધરા ગામે રહેતા અને આંખે દિવ્યાંગ એવા રામુભાઈ આહીર ખાટલાની પાટી ભરીને પોતાનું ગુજરાન ચલાવે છે.આંખે દિવ્યાંગ હોવા છતાં ખાટલામાં પાટી ભરીને ચલાવે છે પોતોનુ ગુજરાનનવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આમધરા ગામે આà
આમધરા ગામના દિવ્યાંગ વૃદ્ધ લોકો માટે બન્યા પ્રેરણારૂપ

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની વાતો કરી છે જેને નવસારીના ચીખલી તાલુકાના એક 68  વર્ષીય વૃદ્ધે સાર્થક કરી બતાવ્યું છે અને લોકોને પ્રેરણા રૂપ બન્યા છે આમધરા ગામે રહેતા અને આંખે દિવ્યાંગ એવા રામુભાઈ આહીર ખાટલાની પાટી ભરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

Advertisement


આંખે દિવ્યાંગ હોવા છતાં ખાટલામાં પાટી ભરીને ચલાવે છે પોતોનુ ગુજરાન
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આમધરા ગામે આહીર ફળિયામાં પોતાના ભત્રીજા સાથે રહેતા રામુભાઈ આહીર જેઓ આંખે જોઈ નથી શકતા પરંતુ તેઓ ખાટલામાં પાટી ભરવાનુ કામ કરી રહ્યા છે.આ કામ તેમણે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે શીખ્યા બાદ વલસાડ ખાતે ખાતે કંપનીમાં તેમણે કામ કર્યુ જોકે પાછલા 20  થી 22 વર્ષથી રામુભાઈ આહીર પોતેજ બસમાં બેસીને ગામે ગામ જઈને ખાટલામાં પાટી ભરવાનુ કામ કરતા આવ્યા છે.રામુભાઈ આહીર આ કામ ખુબજ ખંત અને લગનથી કરતા હોય છે.જોકે તેમના ભત્રીજા તેમને આ કામ કરવાનીના પાડે છે.પરંતુ તેમને આ કામમાં રસ હોવાથી તેઓ આ કામ કરે છે તેઓ પહેલા ગામેગામ બસમાં જઈને આ કામ કરતા હતા.પરંતુ હાલમાં ઉમર ના કારણે તેમણે બસની મુસાફરી બંધ કરી દીધી છે.જોકે પહેલા તેઓ જે ગામમાં ખાટલમાં પાટી ભરવા માટે જતા ત્યાંજ ભોજન પણ લેતા અને ઘણીવાર રાતવાસો પણ કરતા હતા.તેમને ગામમાંથી કે અન્ય ગામમાંથી કોઈ ખાટલામાં પાટી ભરવા માટે લેવા માટે આવે છે તો તેઓ તેમની સાથે ખાટલામાં પાટી ભરવા માટે જાય છે.
દિવસમાં 500થી 1000 રૂપિયાની રોજગારી મેળવે છે
રામુભાઈ આહીર કબડ્ડી રમી રહ્યા હતા એ સમયે તેમની એક આંખમાં વાગતા તેમણે આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો જેનુ ઓપરેશન કરાવવા જતા બીજી આંખ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો.ખાટલામાં પાટી ભરીને તેઓ રોજના એક થી બે ખાટલામાં પાટી ભરે છે અને જયારે તેમણે ખાટલામાં પટી ભરવાની શરૂઆત કરી ત્યારે તેઓ 200 રૂપિયા રકમ લેતા હતા જે હવે મોંઘવારી ને કારણે એક ખાટલામાં પાટી ભરવાના 500 રૂપિયા જેટલી રકમ લે છે.આમ દિવસમાં 500થી 1000 રૂપિયાની રોજગારી મેળવે છે.મહત્વની વાત તો એ છે કે ખાટલામાં ભરવાની પાટી પણ તેઓ જાતે જ લઈ ને આવે છે.એક ખાટલો ભરવામાં તેમને ત્રણ થી ચાર કલાક જેટલો સમય લાગતો હોય છે.જોકે તેમના હાથ જ તેમના માટે તેમની આંખો બની ગયા હોય એમ તેઓ હાથની આંગણીઓ થી પટીનુ માપ લે છે.દિવ્યાંગ રામુભાઈ આહિર ખાટલાની સાથે સાથે પટી વાળી ખુરશીઓમાં પણ પટી ભરે છે.


આ કામ રામુભાઈ આહીર 1990 થી કરતા આવ્યા છે
આ કામ રામુભાઈ આહીર 1990 થી કરતા આવ્યા છે અને આજે પણ કરે છે.તો તેમના પરિવારમાં કોઈ ન હોવાથી તેઓ તેમના ભત્રીજા સાથે રહે છે તેઓ પોતાના ગામ તેમજ આજુબાજુના ગામોમાં ખાટલામાં પાટી ભરવા માટે જાય છે.પરંતુ તેઓ આંખે જોઈ ન શકતા તેમને તેમનો ભત્રીજો મુકવા જાય છે અથવા જેમના ઘરે ખાટલામાં પાટી ભરવાની હોય છે તેઓ લેવા અને મુકવા આવે છે.
પાટી ભરવાનુ કામ રામુભાઈ ખુબજ સારી રીતે કરતા હોય છે
રામુભાઈ આહીર ને જે પણ ડીઝાઈન કહીએ એ ડીઝાઈનમાં તેઓ ખાટલામાં પાટી ભરી આપતા હોવાથી તેમને લોકો પાટી ભરવા માટે બોલાવતા હોય છે.પાટી ભરવાનુ કામ રામુભાઈ ખુબજ સારી રીતે કરતા હોય છે.રામુભાઈ આહીર પોતે તો મહેનત કરી ને પોતાનુ ગુજરાન ચલાવે છે સાથેજ લોકોને પ્રેરણારૂપ પણ બન્યા છે.સાથેજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ના આત્મનિર્ભર ભારતના સ્વપ્ન ને પણ તેઓ સાર્થક કરી રહ્યા છે.ત્યારે દિવ્યાંગ રામુભાઈની મહેનત જોઈને ગુજરાત ફર્સ્ટ ની ટીમ તેમને સલામ કરે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.