Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રક્ષાબંધનને થાળીમાં આ વસ્તુ અવશ્ય સામેલ કરો, નહીંતર તમારી પૂજા રહી જશે અધૂરી

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. આ વખતે રક્ષાબંધન 11મી ઓગસ્ટે મનાવવામાં આવશે આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈઓ પણ તેમની બહેનોને ભેટ આપતી વખતે તેમની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધતા પહેલા તેની પૂજા કરવામાં આવે છે. તિલક વગેરે લગાવવામાં આવે àª
રક્ષાબંધનને થાળીમાં આ વસ્તુ અવશ્ય સામેલ કરો  નહીંતર તમારી પૂજા રહી જશે અધૂરી
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. આ વખતે રક્ષાબંધન 11મી ઓગસ્ટે મનાવવામાં આવશે આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. 
ભાઈઓ પણ તેમની બહેનોને ભેટ આપતી વખતે તેમની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધતા પહેલા તેની પૂજા કરવામાં આવે છે. તિલક વગેરે લગાવવામાં આવે છે. ચાલો જાણીએ પૂજાની થાળીમાં કઈ કઈ વસ્તુ જરૂરી છે અને તેનું મહત્વ. 
 
ચોખાનું વિશેષ મહત્વ 
હિન્દુ ધર્મમાં પૂજાની થાળીમાં પણ ચોખાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. કોઈપણ શુભ કાર્યમાં ચોખાનો અવશ્ય સમાવેશ થાય છે. તેથી ચોખાને રાખી થાળીમાં અવશ્ય  રાખો . કહેવાય છે કે ચોખા પૂર્ણતાનું પ્રતિક છે અને તેનો ઉપયોગ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.  તિલક કરતી વખતે, તમારે ચોખા જરૂર  લગાવવા જોઈએ. કહેવાય છે કે  ચોખા  લગાવવાથી ભાઈનું આયુષ્ય લાંબુ થાય છે અને તે સમૃદ્ધ રહે છે.
દીવો પ્રગટાવી આરતી કરો
એવું કહેવાય છે કે રાખડી થાળીમાં દીવો પ્રગટાવ્યા પછી આરતી કરો. અગ્નિના દેવતા દીપમાં નિવાસ કરે છે, જે કોઈપણ ધાર્મિક કાર્યમાં શુભ હોય છે. દીવો પ્રગટાવવાથી નકારાત્મકતા સમાપ્ત થાય છે.  રાખડી બાંધ્યા પછી ભાઈની આરતી કરો. આમ કરવાથી ભાઈ પરની નકારાત્મક અસર ખતમ થઈ જશે.
કુમકુમનું તિલક કરો 
રક્ષાબંધન પર ભાઈ માટે થાળી સજાવતી વખતે તેમાં કુમકુમનો અવશ્ય સમાવેશ કરવો જોઈએ. સિંદૂર અથવા કુમકમને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તો તમારી થાળીમાં કુમકુમ અવશ્ય સામેલ કરો. ભાઈને સિંદૂરનું તિલક લગાવવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તેના પર બની રહે છે. સાથે જ પૈસાની પણ કમી નથી.   
Advertisement
Tags :
Advertisement

.