ગલવાન હોય કે તવાંગ, આપણી સેનાએ હંમેશા બહાદુરી જ બતાવી છે-રાજનાથનો હૂંકાર
સંરક્ષણ મંત્રી મંત્રી રાજનાથ સિંહે (Rajnath Sinh) કહ્યું કે ગલવાન (Galwan) હોય કે તવાંગ (Twang) આપણી સેનાએ હંમેશા પોતાની બહાદુરી બતાવી છે. જવાનોના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. આ નિવેદન રાજનાથ સિંહે FICCIની 95મી વાર્ષિક કોન્ફરન્સ અને AGMમાં આપ્યું હતું. રાહુલ ગાંધીને ઇશારામાં જવાબઈશારામાં તેમણે રાહુલ ગાંધીને સલાહ પણ આપી હતી. રાજનાથ સિંહે કહ્યું કે રાજનીતિ સત્ય બોલવાથી થાય છે, જૂઠ બોલીને નહીં. જૂàª
Advertisement
સંરક્ષણ મંત્રી મંત્રી રાજનાથ સિંહે (Rajnath Sinh) કહ્યું કે ગલવાન (Galwan) હોય કે તવાંગ (Twang) આપણી સેનાએ હંમેશા પોતાની બહાદુરી બતાવી છે. જવાનોના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. આ નિવેદન રાજનાથ સિંહે FICCIની 95મી વાર્ષિક કોન્ફરન્સ અને AGMમાં આપ્યું હતું.
રાહુલ ગાંધીને ઇશારામાં જવાબ
ઈશારામાં તેમણે રાહુલ ગાંધીને સલાહ પણ આપી હતી. રાજનાથ સિંહે કહ્યું કે રાજનીતિ સત્ય બોલવાથી થાય છે, જૂઠ બોલીને નહીં. જૂઠું બોલીને લાંબા સમય સુધી રાજનીતિ કરી શકાતી નથી. સાથે જ તેમણે કહ્યું કે રાજકારણમાં દરેક સમયે કોઈના ઈરાદા પર શંકા કરવી યોગ્ય નથી.
ભારત ખૂબ જ મજબૂત બન્યું છે
રાજનાથ સિંહે કહ્યું કે પહેલા ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર કંઈક બોલતું હતું, ત્યારે તેની વાતને ગંભીરતાથી લેવામાં આવતી નહોતી. ધ્યાનથી સાંભળતા ન હતા. પરંતુ આજે જ્યારે ઈન્ટરનેશનલ ફોરમમાં ભારત કંઈ બોલે છે ત્યારે લોકો કાન ખોલીને કાન પકડીને સાંભળે છે કે ભારત શું કહે છે. ભારત ખૂબ જ મજબૂત બન્યું છે. ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ભારત હવે એજન્ડા સેટ કરવા માટે કામ કરી રહ્યું છે.
ભારત મહાસત્તા બનવા માંગે છે
રાજનાથ સિંહે કહ્યું કે ભારત મહાસત્તા બનવા માંગે છે. ભારત સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કામ કરે છે. કોઈ દેશની એક ઈંચ જમીન પર કબજો કરવાનો ઈરાદો ક્યારેય નહીં હોય.
કોઈ પણ દેશ પર આધિપત્ય જમાવવાનો ઇરાદો નથી
તેમણે કહ્યું કે લાલ કિલ્લા પરથી સંબોધન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ દેશને પાંચ સંકલ્પો વિશે જણાવ્યું હતું, જે ભારતને સુપર પાવર બનાવવા માટે જરૂરી છે. પરંતુ એવું ન માનવું જોઈએ કે આપણે કોઈ પણ દેશ પર આધિપત્ય જમાવવા માંગીએ છીએ અથવા અમારો ઈરાદો કોઈપણ દેશની એક ઈંચ જમીન પર પણ કબજો કરવાનો છે.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો
ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે દાવો કર્યો હતો કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, જ્યારે સરકાર ઊંઘી રહી છે અને ધમકીને 'અવગણના' કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું- ચીનની ધમકી... અને તે મારા માટે સ્પષ્ટ છે... અને હું બે-ત્રણ વર્ષથી આવું કહી રહ્યો છું, પરંતુ કેન્દ્ર સરકાર તેને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર તેની અવગણના કરી રહી છે, પરંતુ તે ખતરો ન તો છુપાવી શકાય છે અને ન તો અવગણી શકાય છે.
રાહુલે કહ્યું- તેમની (ચીન) તૈયારીઓ ચાલી રહી છે... તેમની આક્રમક તૈયારીઓ લદ્દાખ અને અરુણાચલ તરફ ચાલી રહી છે... ભારત સરકાર ઉંઘી રહી છે, ભારત સરકાર સાંભળવા માંગતી નથી. પરંતુ તેમની (ચીન) તૈયારીઓ ચાલી રહી છે, યુદ્ધની તૈયારીઓ છે. તૈયારી એ ઘુસણખોરી નથી. તૈયારી યુદ્ધની છે.’ રાહુલે આગળ કહ્યું, ‘જો કોઈ આ બાબતો સમજે છે, જો તમે તેમના હથિયારોની પેટર્ન જોશો. તેઓ ત્યાં શું કરી રહ્યા છે...તેઓ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે અને અમારી સરકાર તે હકીકત છુપાવે છે અને તે હકીકત સ્વીકારી શકશે નહીં.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.