ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સૌરવ ગાંગુલી-જય શાહના કાર્યકાળને લઈને BCCIએ ઉઠાવ્યું મોટું પગલું, ખટખટાવ્યા સુપ્રીમ કોર્ટનો દરવાજા

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડમાં છે અને ત્યાં વનડે શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓ ઉપરાંત BCCIના વરિષ્ઠ અધિકારીઓ અને પૂર્વ ક્રિકેટરો પણ ઈંગ્લેન્ડમાં મેચ જોતા જોવા મળ્યા હતા જેમાં પ્રમુખ સૌરવ ગાંગુલી પણ સામેલ હતા. આ સિવાય દેશમાં બીસીસીઆઈ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ ઘટના બની છે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ બોર્ડમાં તેમનો કાર્યકાળ પૂરો કરવા જઈ રહ્યા à
04:46 PM Jul 15, 2022 IST | Vipul Pandya

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં
ઈંગ્લેન્ડમાં છે અને ત્યાં વનડે શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓ ઉપરાંત
BCCI
ના વરિષ્ઠ અધિકારીઓ અને પૂર્વ ક્રિકેટરો પણ ઈંગ્લેન્ડમાં મેચ જોતા
જોવા મળ્યા હતા જેમાં પ્રમુખ સૌરવ ગાંગુલી પણ સામેલ હતા. આ સિવાય દેશમાં બીસીસીઆઈ
સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ ઘટના બની છે.
BCCI
પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ બોર્ડમાં તેમનો કાર્યકાળ
પૂરો કરવા જઈ રહ્યા છે
,
પરંતુ BCCI દ્વારા આ મામલે હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો છે.
બોર્ડનું કહેવું છે કે બંનેના કાર્યકાળનો કુલિંગ ઓફ પિરિયડ લંબાવવો જોઈએ.

 

BCCI દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં
આવી છે કે નિયમોમાં સુધારાને લઈને બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જલ્દી
સુનાવણી કરવામાં આવે. આ અપીલ પર ચીફ જસ્ટિસ એન.વી. રમનાએ કહ્યું છે કે તેઓ જોશે કે
આવતા અઠવાડિયે આ મામલે સુનાવણી થઈ શકે છે કે નહીં.
2019 માં જ, બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી,
જેમાં BCCIના બંધારણમાં સુધારાની અપીલ કરવામાં આવી હતી. આ અરજીમાં બોર્ડે
ચેરમેન
,
સેક્રેટરી અને અન્ય અધિકારીઓના કુલિંગ
ઓફ પિરિયડને વધારવાની સાથે જ બંધારણ સાથે સંબંધિત કેટલાક અન્ય નિયમોમાં ફેરફાર
કરવાની પરવાનગી માંગી હતી.

 

સૌરવ ગાંગુલી અને જય શાહે ઓક્ટોબર 2019માં પ્રમુખ અને સચિવ તરીકેની જવાબદારી સંભાળી હતી. બંનેનો કાર્યકાળ
ત્રણ વર્ષનો છે
,
જે સપ્ટેમ્બર 2022માં પૂરો થશે. સમય નજીક છે પરંતુ બીસીસીઆઈ દ્વારા આગળની પ્રક્રિયા
શરૂ કરવામાં આવી નથી
,
જેના કારણે બોર્ડ કૂલિંગ ઓફ પીરિયડ
(સમયના અંતથી નવી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી) લંબાવવાની માંગ કરી રહ્યું છે.

Tags :
BCCIGujaratFirstJayShahsouravgangulysupremecourt
Next Article