ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સૌરવ ગાંગુલી અને જય શાહના કાર્યકાળને લઇને BCCI પહોંચી સુપ્રીમ કોર્ટ

ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડમાં છે અને ત્યાં વનડે શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓ ઉપરાંત બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીઓ અને પૂર્વ ક્રિકેટરો પણ ઈંગ્લેન્ડમાં મેચ જોતા જોવા મળ્યા હતા. આ સાથે, દેશમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ ઘટના બની છે.BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ બોર્ડમાં તેમનો કાર્યકાળ પૂરો કરવા જઈ રહ્યા છે, પરંતુ BCCI દ્વારા આ મામલà
07:54 AM Jul 15, 2022 IST | Vipul Pandya
ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડમાં છે અને ત્યાં વનડે શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓ ઉપરાંત બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીઓ અને પૂર્વ ક્રિકેટરો પણ ઈંગ્લેન્ડમાં મેચ જોતા જોવા મળ્યા હતા. આ સાથે, દેશમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ ઘટના બની છે.
BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ બોર્ડમાં તેમનો કાર્યકાળ પૂરો કરવા જઈ રહ્યા છે, પરંતુ BCCI દ્વારા આ મામલે હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો છે. બોર્ડનું કહેવું છે કે બંનેના કાર્યકાળનો કુલિંગ ઓફ પિરિયડ લંબાવવો જોઈએ.
BCCI દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે કે નિયમોમાં સુધારાને લઈને બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જલ્દી સુનાવણી કરવામાં આવે. આ અપીલ પર ચીફ જસ્ટિસ એન.વી. રમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ જોશે કે આવતા અઠવાડિયે આ મામલે સુનાવણી થઈ શકે છે કે નહીં.
ઉલ્લેખનીય છે કે  2019માં જ બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં BCCIના બંધારણમાં સુધારો કરવાની અપીલ કરવામાં આવી હતી. આ પિટિશનમાં બોર્ડ વતી ચેરમેન, સેક્રેટરી અને અન્ય અધિકારીઓના કુલિંગ ઓફ પિરિયડમાં વધારો કરવાની માંગ કરવામાં આવી હતી, સાથે જ બંધારણને લગતા કેટલાક અન્ય નિયમોમાં ફેરફાર કરવાની પણ મંજૂરી માંગવામાં આવી હતી.
 સૌરવ ગાંગુલી અને જય શાહે ઓક્ટોબર 2019 માં પ્રમુખ અને સચિવનું પદ સંભાળ્યું હતું. બંનેનો કાર્યકાળ ત્રણ વર્ષનો છે, જે સપ્ટેમ્બર 2022માં પૂરો થશે. સમય નજીક છે પરંતુ બીસીસીઆઈ દ્વારા આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી, તેથી જ બોર્ડ કૂલિંગ ઓફ પીરિયડ (ટર્મના અંતથી નવી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી) લંબાવવાની માંગ કરી રહ્યું છે.
Tags :
BCCIGujaratFirstJayShahsouravgangulysupremecourt
Next Article