Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BCCI એ ટીમ ઈન્ડિયાની નવી પસંદગી સમિતિની કરી જાહેરાત, જાણો કોના પર મુક્યો વિશ્વાસ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શનિવારે એક મોટી જાહેરાત કરી છે. મળી રહેલા સમાચાર અનુસાર, બોર્ડે પસંદગી સમિતિની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે ચેતન શર્મા પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કરતા તેમને મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યા છે. BCCIએ જાહેરાત કરી કે ઓલ ઈન્ડિયા સિનિયર મેન્સ સિલેક્શન કમિટીએ નિમણૂંકોની જાહેરાત કરી છે. બોર્ડે જણાવ્યું હતું કે ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ના સભ્યો સુલક્ષàª
bcci એ ટીમ ઈન્ડિયાની નવી પસંદગી સમિતિની કરી જાહેરાત  જાણો કોના પર મુક્યો વિશ્વાસ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શનિવારે એક મોટી જાહેરાત કરી છે. મળી રહેલા સમાચાર અનુસાર, બોર્ડે પસંદગી સમિતિની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે ચેતન શર્મા પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કરતા તેમને મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યા છે. BCCIએ જાહેરાત કરી કે ઓલ ઈન્ડિયા સિનિયર મેન્સ સિલેક્શન કમિટીએ નિમણૂંકોની જાહેરાત કરી છે. બોર્ડે જણાવ્યું હતું કે ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ના સભ્યો સુલક્ષણા નાઈક, અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેએ અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિના સભ્યો માટે વ્યાપક પસંદગી પ્રક્રિયાને અનુસરી હતી.
ચેતન શર્મા એકવાર ફરી બન્યા પસંદગી સમિતિના અધ્યક્ષ
BCCI એ થોડા દિવસો પહેલા નવી પસંદગી પેનલ માટે ઈન્ટરવ્યું લીધા હતા અને બધા પરિણામની રાહ જોઈ રહ્યા હતા. હવે આ પ્રતિક્ષાનો અંત આવ્યો છે. બોર્ડે નવી પસંદગી પેનલની જાહેરાત કરી છે. અગાઉની પસંદગી સમિતિના વડા ચેતન શર્માને આ વખતે ફરીથી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમના સિવાય કેટલાક અન્ય નામો પણ પેનલમાં રાખવામાં આવ્યા છે. ચેતન શર્માએ આ વખતે પણ પસંદગી પેનલમાં હાજર રહેવા માટે અરજી કરી હતી. મહત્વનું છે કે, BCCI છેલ્લા એક મહિનાથી નવી ટીમ ઈન્ડિયા માટે નવા પસંદગીકારોની શોધમાં હતી. જણાવી દઈએ કે, T20 વર્લ્ડ કપની હાર બાદ BCCI દ્વારા ચેતન શર્માની આગેવાની હેઠળની સમગ્ર પસંદગી સમિતિને હટાવી દેવામાં આવી હતી. ત્યારથી, BCCIના નવા પસંદગીના અધ્યક્ષ કોણ બનશે તે અંગે સતત સવાલો ઉઠી રહ્યા હતા. 
Advertisement

BCCIએ નવી પસંદગી સમિતિની જાહેરાત કરી  
ટ્વિટર પર આ માહિતી આપતાં, BCCIએ કહ્યું, 'સુલક્ષણા નાઈક, અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) એ અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિના સભ્યોની પસંદગી માટે એક વ્યાપક પ્રક્રિયા અપનાવી છે. 18 નવેમ્બર 2022 ના રોજ તેની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત પાંચ પોસ્ટ્સની જાહેરાત પછી, બોર્ડને લગભગ 600 અરજીઓ મળી. બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે, 'યોગ્ય વિચાર-વિમર્શ અને સાવચેતીપૂર્વક વિચારણા કર્યા પછી, CAC એ વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે 11 લોકોને શોર્ટલિસ્ટ કર્યા હતા. ઇન્ટરવ્યુના આધારે સમિતિએ વરિષ્ઠ પુરુષોની રાષ્ટ્રીય પસંદગી સમિતિ માટે નીચેના ઉમેદવારોની ભલામણ કરી છે.
CAC દ્વારા પસંદ કરાયેલા 5 નામો નીચે મુજબ છે.
1) ચેતન શર્મા
2) શિવ સુંદર દાસ
3) સુબ્રતો બેનર્જી
4) સલિલ અંકોલા
5) શ્રીધરન શરથ
ઉલ્લેખનીય છે કે, ચેતન શર્માને બીજી વખત પસંદગી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમની અરજીના સમાચાર આવી ચૂક્યા હતા. ભારતીય ટીમ પાસે આ વર્ષે કેટલીક મોટા અસાઇનમેન્ટ છે. આમાં સૌથી મહત્વનો છે ODI વર્લ્ડ કપ. ODI વર્લ્ડ કપ ભારતમાં જ યોજાવાનો છે. આ સિવાય એશિયા કપ પણ છે. તેની યજમાની પાકિસ્તાન કરે છે પરંતુ આ ટુર્નામેન્ટ કોઈપણ તટસ્થ સ્થળ પર યોજાઇ શકે છે. જણાવી દઇએ કે, ચેતન શર્માએ ક્રિકેટ બાદ કોમેન્ટ્રીમાં હાથ અજમાવ્યો હતો. કોમેન્ટ્રીની સાથે તેમણે પોતાની ક્રિકેટ કોચિંગ એકેડમી પણ ખોલી હતી. 2004માં ખોલવામાં આવેલી ફાસ્ટ બોલિંગ ક્રિકેટ એકેડમી 2008માં બંધ થઈ ગઈ હતી. ચેતન શર્મા પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માના ભત્રીજા છે. ચેતન શર્માએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો, તેઓ 2009માં BSPની ટિકિટ પર લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.