વુમન્સ પ્રિમિયર લીગનો શેડ્યૂલ જાહેર, પહેલી મેચમાં ગુજરાત સાથે આ ટીમ ટકરાશે, જાણો
BCCIએ વિમેન્સ પ્રીમિયર લીગનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટ 4 માર્ચથી શરૂ થશે અને 26 માર્ચ સુધી રમાશે. કુલ પાંચ ટીમો 22 મેચ રમશે. તમામ મેચો મુંબઈના ડીવાય પાટિલ અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. બંને સ્ટેડિયમમાં 11-11 મેચ રમાશે.કંઈ કંઈ ટીમો છે?વિમેન્સ પ્રીમિયર લીગમાં નીચે પ્રમાણેની ટીમો ભાગ લેવાની છેગુજરાત જાયન્ટ્સ (GG)મુંબઈ ઈન્ડિયન્સ (MI)રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)યુપી વોરિયર્સ (UPW)દિàª
Advertisement
BCCIએ વિમેન્સ પ્રીમિયર લીગનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટ 4 માર્ચથી શરૂ થશે અને 26 માર્ચ સુધી રમાશે. કુલ પાંચ ટીમો 22 મેચ રમશે. તમામ મેચો મુંબઈના ડીવાય પાટિલ અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. બંને સ્ટેડિયમમાં 11-11 મેચ રમાશે.
કંઈ કંઈ ટીમો છે?
વિમેન્સ પ્રીમિયર લીગમાં નીચે પ્રમાણેની ટીમો ભાગ લેવાની છે
- ગુજરાત જાયન્ટ્સ (GG)
- મુંબઈ ઈન્ડિયન્સ (MI)
- રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)
- યુપી વોરિયર્સ (UPW)
- દિલ્હી કેપિટલ્સ (DC)
23 દિવસમાં 20 મેચ
23 દિવસમાં લીગ રાઉન્ડમાં 20 મેચો રમાશે. આ સિવાય એલિમિનેટર અને ફાઈનલ મેચ રમાશે. પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 4 માર્ચે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. તે જ સમયે, લીગ રાઉન્ડ દરમિયાન ચાર ડબલ હેડર મેચો રમાશે. એટલે કે એક દિવસમાં બે મેચ રમાશે.
સમય
પ્રથમ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે જ્યારે બીજી મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. લીગ તબક્કાની છેલ્લી મેચ 21 માર્ચે યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. જ્યારે, એકમાત્ર એલિમિનેટર ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 24 માર્ચે રમાશે અને ફાઇનલ 26 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement