ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નવેમ્બરમાં બેંકો 10 દિવસ માટે બંધ રહેશે, અહીં જુઓ યાદી

આજે નવેમ્બર(November) મહિનાનો પહેલો દિવસ છે. આજથી નવો મહિનો શરૂ થયો છે. બેંક કર્મચારીઓને ઓક્ટોમ્બરમાં ઘણી રજાઓ મળી અને આખા મહિનામાં માત્ર 9 દિવસ જ ઓફિસ જવું પડ્યું હતું પરંતુ નવેમ્બરમાં બેંકોમાં કામના વધુ દિવસો રહેશે કારણ કે આ મહિને માત્ર 10 બેંક રજાઓ રહેશે. જો તમે કોઈ અગત્યનું કામ પતાવવા માટે આગામી થોડા દિવસોમાં બેંક જવાનો પ્લાન બનાવ્યો હોય તો તમારે રજાઓની યાદી ચોક્કસ તપાસવી જોઈએ. બેંક
11:58 AM Nov 01, 2022 IST | Vipul Pandya
આજે નવેમ્બર(November) મહિનાનો પહેલો દિવસ છે. આજથી નવો મહિનો શરૂ થયો છે. બેંક કર્મચારીઓને ઓક્ટોમ્બરમાં ઘણી રજાઓ મળી અને આખા મહિનામાં માત્ર 9 દિવસ જ ઓફિસ જવું પડ્યું હતું પરંતુ નવેમ્બરમાં બેંકોમાં કામના વધુ દિવસો રહેશે કારણ કે આ મહિને માત્ર 10 બેંક રજાઓ રહેશે. 
જો તમે કોઈ અગત્યનું કામ પતાવવા માટે આગામી થોડા દિવસોમાં બેંક જવાનો પ્લાન બનાવ્યો હોય તો તમારે રજાઓની યાદી ચોક્કસ તપાસવી જોઈએ. બેંકોમાં રજાઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નક્કી કરે છે. કેન્દ્રીય બેંક દરેક કેલેન્ડર વર્ષ માટે રજાઓની યાદી તૈયાર કરે છે. અત્રે એ જાણવું જરૂરી છે કે આગામી મહિનામાં નવેમ્બર 2022માં દેશભરમાં 10 દિવસ સુધી બેંકો બંધ રહેશે નહીં. 
આરબીઆઇદ્વારા રજાઓની જે યાદી બહાર પાડવામાં આવી છે તેમાંથી ઘણી રજાઓ રાષ્ટ્રીય છે. તે દિવસે દેશભરમાં બેંકિંગ સેવાઓ બંધ રહેશે. તે જ સમયે, કેટલીક રજાઓ સ્થાનિક અથવા પ્રાદેશિક સ્તરની હોય છે. તે દિવસોમાં બેંક શાખાઓ તેની સાથે જોડાયેલા રાજ્યોમાં જ બંધ રહેશે.
1 નવેમ્બર 2022: કર્ણાટક રાજ્ય સ્થાપના/કુટ (બેંગ્લોર અને ઇમ્ફાલમાં બેંકો બંધ)
6 નવેમ્બર 2022 – રવિવાર
8 નવેમ્બર 2022 – ગુરુ નાનક જયંતિ/કાર્તિકા પૂર્ણિમા/રહસ પૂર્ણિમા/વંગાલા ઉત્સવ (અગરતલા, બેંગ્લોર, ગંગટોક, ગુવાહાટી, ઇમ્ફાલ, કોચી, પણજી, પટના, શિલોંગ અને તિરુવનંતપુરમ સિવાય અન્ય તમામ સ્થળોએ બેંકો બંધ)
11 નવેમ્બર 2022 – કનકદાસ જયંતિ/ વાંગલા ફેસ્ટિવલ (બેંગ્લોર અને શિલોંગમાં બેંકો બંધ)
12 નવેમ્બર 2022 – શનિવાર
13 નવેમ્બર 2022 – રવિવાર
20 નવેમ્બર 2022 – રવિવાર
23 નવેમ્બર 2022 – સેંગ કુત્સ્નેમ (શિલોંગમાં બેંકો બંધ)
26 નવેમ્બર 2022 – શનિવાર
27 નવેમ્બર 2022 – રવિવાર
Tags :
BankHolidaysGujaratFirstNovember
Next Article