Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આવતા નાણાકીય વર્ષમાં બેંકો દ્વારા જામનગર જિલ્લામાં રૂ.5752.26 કરોડનું ધિરાણ કરાશે

બેંકો દ્વારા કૃષિ ક્ષેત્રમાં રૂ.3455.97 કરોડ, મધ્યમ અને નાના ઉદ્યોગ ક્ષેત્રમાં રૂ.1847.17 કરોડ, શિક્ષણ ક્ષેત્રમાં રૂ.10.13 કરોડ, આવાસ ક્ષેત્રમાં રૂ.300.26 કરોડ તથા અન્ય અગ્રીમ ક્ષેત્રમાં રૂ.123.72 કરોડનું ધિરાણ કરાશે.જામનગર જિલ્લામાં લીડ બેંક તરીકે ફરજ બજાવતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એકમે સમગ્ર જિલ્લાનો વર્ષ-2022-23 નો રૂ.5752.26 કરોડનો અગ્રીમ ક્ષેત્રના ધિરાણનો પ્લાન બનાવી જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારઘી સમક્ષ
આવતા નાણાકીય વર્ષમાં બેંકો દ્વારા જામનગર જિલ્લામાં રૂ 5752 26 કરોડનું ધિરાણ કરાશે
Advertisement
બેંકો દ્વારા કૃષિ ક્ષેત્રમાં રૂ.3455.97 કરોડ, મધ્યમ અને નાના ઉદ્યોગ ક્ષેત્રમાં રૂ.1847.17 કરોડ, શિક્ષણ ક્ષેત્રમાં રૂ.10.13 કરોડ, આવાસ ક્ષેત્રમાં રૂ.300.26 કરોડ તથા અન્ય અગ્રીમ ક્ષેત્રમાં રૂ.123.72 કરોડનું ધિરાણ કરાશે.
જામનગર જિલ્લામાં લીડ બેંક તરીકે ફરજ બજાવતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એકમે સમગ્ર જિલ્લાનો વર્ષ-2022-23 નો રૂ.5752.26 કરોડનો અગ્રીમ ક્ષેત્રના ધિરાણનો પ્લાન બનાવી જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારઘી સમક્ષ અમલીકરણ માટે રજૂ કરેલ છે. ક્રેડીટ પ્લાનના અમલીકરણ અર્થે વિમોચન કરવા માટેની લીડ બેંક દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારઘીએ લીડ બેંક જામનગરના સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે, તમામ બેંક દ્વારા અગ્રીમતા પ્રાપ્ત ક્ષેત્રોને 100% ધિરાણ કરી લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં આવશે તેમાં બેમત નથી. વર્ષ 2021-22 માં રૂ. 4592.72 કરોડના ધિરાણ સામે તા.31/12/2021 સુધીમાં રૂ. 5041.15 કરોડનું ધિરાણ કરીને સમગ્ર વર્ષનો લક્ષ્યાંક ડીસેમ્બર-2021 માં જ પૂર્ણ કરેલો છે અને 109% સિંદ્ધી હાંસલ કરેલી છે તે બાબત પણ સરાહનીય છે.
બેઠકના પ્રારંભે સ્વાગત પ્રવચન કરતા લીડ બેંક ઓફિસ જામનગરના ચીફ મેનેજર દીક્ષીત ભટ્ટે જણાવ્યું કે, જામનગર જિલ્લામાં ભારતીય સ્ટેટ બેંક લીડ બેંક તરીકે પોતાની ફરજો સુચારૂ રીતે બજાવી રહી છે. વર્ષ 2022-23 માટેના ક્રેડિટ પ્લાનની વિગતો આપતા તેઓએ જણાવેલું કે આવતા વર્ષમાં અગ્રીમતા પ્રાપ્ત ક્ષેત્રોને રૂ.5752.26 કરોડનું ધિરાણ બેંકો દ્વારા કરવામાં આવશે. ગત વર્ષના મૂળ પ્લાન કરતા ચાલુ વર્ષના લક્ષ્યાંકો રૂ.1161.50 કરોડ વધુ રાખવામાં આવેલા છે. કૃષી ક્ષેત્રમાં રૂ.3455.97 કરોડ(60%) મધ્યમ અને નાના ઉદ્યોગ ક્ષેત્રમાં રૂ.1847.17 (32%) શિક્ષણ ક્ષેત્રમાં રૂ.10.13(0.17%) આવાસ ક્ષેત્રમાં રૂ.300.26 કરોડ(5.21%) તથા અન્ય અગ્રીમ ક્ષેત્રમાં રૂ.123.72 કરોડ (2.15%) ના ધિરાણના લક્ષ્યાંકો રાખવામાં આવેલો છે. 
આ કાર્યક્રમમાં વર્ષ 2021-22 દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંકોનું જિલ્લા કલેકટર જામનગર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બેઠકનાં અંતે આર.સેટીના ડાયરેક્ટર જોષીએ આભાર દર્શન કરતા જણાવેલું કે જામનગર જિલ્લાની બેંકો તથા સરકારી એજન્સીઓના સહિયારા પ્રયાસોથી આ તમામ લક્ષ્યાંકો જરૂર સિદ્ધ થઈ જશે.
Advertisement
Tags :
Advertisement

Trending News

.

×