Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજથી બે દિવસ માટે બેંકની દેશવ્યાપી હડતાળ, જાણો શું અસર પડશે

કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેન યુનિયનોએ સોમવારે ભારત બંધનું એલાન આપ્યું છે, જેમાં બેંક યુનિયનોએ પણ સમર્થન આપ્યું છે. રાજયમાં આજથી બે દિવસ માટે બેંકો પણ બંધ રહેશે, જેના પગલે  30 હજાર કરોડનું ટ્રાંજેકશન ખોરવાશે તેવી ભીતિ વ્યકત કરાઇ છે. એક તરફ વિવિધ ટ્રેડ યુનિયનોએ સોમવારે ભારત બંધનું એલાન આપ્યું છે. કર્મચારીઓ, ખેડૂતો અને સામાન્ય લોકોને અસર કરતી કેન્દ્રની નીતિઓના વિરોધમાં à
આજથી બે દિવસ માટે બેંકની દેશવ્યાપી હડતાળ  જાણો શું અસર પડશે
કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેન યુનિયનોએ સોમવારે ભારત બંધનું એલાન આપ્યું છે, જેમાં બેંક યુનિયનોએ પણ સમર્થન આપ્યું છે. રાજયમાં આજથી બે દિવસ માટે બેંકો પણ બંધ રહેશે, જેના પગલે  30 હજાર કરોડનું ટ્રાંજેકશન ખોરવાશે તેવી ભીતિ વ્યકત કરાઇ છે. 
એક તરફ વિવિધ ટ્રેડ યુનિયનોએ સોમવારે ભારત બંધનું એલાન આપ્યું છે. કર્મચારીઓ, ખેડૂતો અને સામાન્ય લોકોને અસર કરતી કેન્દ્રની નીતિઓના વિરોધમાં ભારત બંધનું એલાન અપાયુ છે, જેમાં ઓલ ઇન્ડીયા બેંક એમ્પ્લોયઝ યુનિયને પણ બંધને સમર્થન  જાહેર કર્યું છે. બીજી તરફ રાજયમાં પણ  આજથી બે દિવસીય બેન્કોની હડતાળનો પ્રારંભ થયો છે.  બેંક યુનિયનોએ ખાનગીકરણના વિરોધમાં બેન્ક હડતાળનું એલાન કર્યું છે. આ બેંક હડતાળથી 30 હજાર કરોડના ટ્રાંજેકશન ખોરવાશે. બેંકોના ખાનગીકરણ સહિત વિવિધ મુદ્દે વિરોધ વ્યકત કરવા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. 
કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુકત મંચ દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. હડતાળમાં બેંક કર્મચારીઓ પણ ભાગ લઇ રહ્યા છે. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની યોજના તથા બેંકિંગ કાયદામાં સુધારા બિલ 2021ના વિરોધમાં બેંક યુનિયનો પણ હડતાળમાં ભાગ લઇ રહ્યા છે. રાજયમાં વિવિધ શહેરોમાં બેંક કર્મચારીઓ દ્વારા પ્રદર્શન પણ યોજાયા હતા. સોમવારે અને મંગળવારે બેંક કર્મચારીઓ કામકાજથી દુર રહેતા બેંકિંગ સેવાઓ પર ભારે અસર પડી શકે છે. ભારત બંધના કારણે વિવિધ ક્ષેત્રમાં પણ તેની અસર વરતાય તેવી શકયતા છે. પરિવહન વ્યવસ્થા પર પણ તેની અસર જોવા પડી શકે છે.                                                                              
Advertisement
Tags :
Advertisement

.