Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓક્ટોબરના છેલ્લા 10 દિવસ બેંકોમાં મીનીવેકેશન, આ સેવાઓ રહેશે શરૂ, જાણો

ઓક્ટોબર મહિના આ દિવસોમાં દિવાળીના (Diwali 2022) તહેવારો આવી રહ્યાં છે જેના કારણે સરકારી કચેરીઓ અને બેંકોમાં મીની વેકેશન પડશે. તમને જણાવી દઈએ કે, કાલે શનિવારથી સતત છ દિવસ બેંકો બંધ રહેશે. દિવાળીના તહેવારની મોસમમાં રજાઓ પણ પુષ્કળ હોય છે આવતીકાલથી એટલે કે શનિવાર 22 ઓક્ટોબરથી બેંકો સતત 6 દિવસ બંધ રહેવાની છે. આ મહિનાના બાકીના 10 દિવસોમાંથી આઠ દિવસ દેશના વિવિધ ભાગોમાં બેંકોમાં રજાઓ રહેશે.રિઝર્વ
ઓક્ટોબરના છેલ્લા 10 દિવસ બેંકોમાં મીનીવેકેશન  આ સેવાઓ રહેશે શરૂ  જાણો
ઓક્ટોબર મહિના આ દિવસોમાં દિવાળીના (Diwali 2022) તહેવારો આવી રહ્યાં છે જેના કારણે સરકારી કચેરીઓ અને બેંકોમાં મીની વેકેશન પડશે. તમને જણાવી દઈએ કે, કાલે શનિવારથી સતત છ દિવસ બેંકો બંધ રહેશે. દિવાળીના તહેવારની મોસમમાં રજાઓ પણ પુષ્કળ હોય છે આવતીકાલથી એટલે કે શનિવાર 22 ઓક્ટોબરથી બેંકો સતત 6 દિવસ બંધ રહેવાની છે. આ મહિનાના બાકીના 10 દિવસોમાંથી આઠ દિવસ દેશના વિવિધ ભાગોમાં બેંકોમાં રજાઓ રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના (RBI) 21 ઓક્ટોબર પછીના રજાના કેલેન્ડર પર નજર કરીએ તો દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈબીજના દિવસે બેંકો બંધ રહેવાની છે. જો કે, બેંકની રજાઓ રાજ્યો અને શહેરોમાં અલગ-અલગ હોય છે. ઘણા રાજ્યોના મુખ્ય તહેવારો પર બેંકોમાં રજા હોય છે. આ સપ્તાહના શનિવાર અને રવિવાર સિવાય બેંકો સતત ચાર દિવસ બંધ રહેશે. શનિવાર અને રવિવારની રજાઓ સહિત સતત છ દિવસ બેંકો બંધ રહેશે.
બેંકની રજાઓ (Bank Holiday) વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો અથવા તે રાજ્યોમાં થતી અન્ય આયોજનો પર પણ આધાર રાખે છે. ભલે તહેવારોની આ સિઝનમાં બેંકો બંધ રહે છે પણ આ દરમિયાન તમે બેંકિંગ સંબંધિત કામ ઓનલાઈન કરી શકો છો. આ સેવા રાબેતા મુજબ શરૂ રહેશે. તમે ઓનલાઈન બેંકિંગ દ્વારા કોઈપણ પ્રકારનો વ્યવહાર સરળતાથી કરી શકો છો. જો કે, બેંકો મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે ખુલ્લી હોય છે. જો તમારી ઓફિસમાં શનિવારની રજા હોય, તો તમે આ દિવસે જઈને તમારું મહત્વપૂર્ણ કામ કરી શકો છો.
Advertisement
Tags :
Advertisement

.