નૂપુર શર્માના વિવાદીત નિવેદન બાદ બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનનું ટ્વિટ
જાણીતા બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને શુક્રવારે નૂપુર શર્માના નિવેદનને લઈને દેશના ઘણા શહેરોમાં થયેલા રમખાણોની આકરી ટીકા કરી હતી. આ સાથે તસ્લીમાએ ટ્વિટ કરીને હિંસક પ્રદર્શન કરનારાઓને સલાહ આપી છે.પયગંબર મોહમ્મદ સંદર્ભે ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના નિવેદન બાદ શુક્રવારે દેશના ઘણા શહેરોમાં હંગામો થયો હતો. તોફાનીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેની તસ્લà«
જાણીતા બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને શુક્રવારે નૂપુર શર્માના નિવેદનને લઈને દેશના ઘણા શહેરોમાં થયેલા રમખાણોની આકરી ટીકા કરી હતી. આ સાથે તસ્લીમાએ ટ્વિટ કરીને હિંસક પ્રદર્શન કરનારાઓને સલાહ આપી છે.
પયગંબર મોહમ્મદ સંદર્ભે ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના નિવેદન બાદ શુક્રવારે દેશના ઘણા શહેરોમાં હંગામો થયો હતો. તોફાનીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેની તસ્લીમા નસરીને આકરી ટીકા કરી હતી. તસ્લીમાએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ સહિત દેશના અનેક રાજ્યોમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીને ટ્વિટ કરી હતી.
બાંગ્લાદેશી મૂળના લેખિકાએ ટ્વિટ કર્યું કે જો પયગંબર મોહમ્મદ આજે જીવિત હોત, તો તેઓ વિશ્વભરના મુસ્લિમ કટ્ટરપંથીઓનું આવુ રુપ જોઈને આઘાત પામ્યા હોત.
નૂપુર શર્મા વિવાદ પર આરબ દેશો સહિત તમામ મુસ્લિમ દેશોએ પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે. હવે આ વિવાદ પાડોશી દેશ બાંગ્લાદેશ સુધી પણ પહોંચી ગયો છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં શુક્રવારે હજારો લોકોએ વિરોધ રેલી કાઢી હતી. જેમાં પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને 16 જૂને ભારતીય દૂતાવાસનો ઘેરાવ અને ભારતીય ઉત્પાદનોના બહિષ્કારની જાહેરાત પણ કરવામાં આવી હતી.
બીજી તરફ, પયગંબર પરની ટિપ્પણીને લઈને વિવાદ અટકતો જણાતો નથી. અનેક શહેરોમાં હિંસા વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના ઔરંગાબાદના સાંસદ ઈમ્તિયાઝ જલીલે નૂપુર શર્માને ફાંસી આપવાની માંગ કરી હતી. જલીલે કહ્યું કે જો નૂપુરને સરળતાથી ભાગી જવા દેવામાં આવશે તો આવી વસ્તુઓ અટકશે નહીં. કોઈપણ જાતિ, ધર્મ અથવા સંપ્રદાય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારાઓ સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા કાયદો લાવવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
Advertisement