ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બહુચરાજી માતાજીનો અનોખો 300 કરોડનો નવલખો હાર, માત્ર આજના દિવસે થાય છે દર્શન

આજે દશેરાના દિવસે બહુચરાજી નિજ મંદિરે થી માં બાલા બહુચરની અનોખી પાલખી યાત્રા નીકળી હતી. અને આ પાલખી યાત્રાની ખાસિયત એ હોય છે કે, માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. એટલું જ નહિ વર્ષમાં આજના દિવસે જ માતાજીને ગાયકવાડ સમયનો નવલખો હાર પહેરાવવામાં આવે છે જેની અંદાજીત કિંમત ૩૦૦ કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.- નવલખો હાર હાલમાં બન્યો અમુલ્ય- કરોડોની કિંમતનો છે નવલખો હાર- પોલીસની સુરક્àª
01:52 PM Oct 05, 2022 IST | Vipul Pandya
આજે દશેરાના દિવસે બહુચરાજી નિજ મંદિરે થી માં બાલા બહુચરની અનોખી પાલખી યાત્રા નીકળી હતી. અને આ પાલખી યાત્રાની ખાસિયત એ હોય છે કે, માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. એટલું જ નહિ વર્ષમાં આજના દિવસે જ માતાજીને ગાયકવાડ સમયનો નવલખો હાર પહેરાવવામાં આવે છે જેની અંદાજીત કિંમત ૩૦૦ કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.

- નવલખો હાર હાલમાં બન્યો અમુલ્ય

- કરોડોની કિંમતનો છે નવલખો હાર

- પોલીસની સુરક્ષા વચ્ચે વર્ષમાં એક જ વાર બહાર કઢાય છે હાર

- માનાજીરાવ ગાયકવાડે ૧૮૩૯ માં માતાજીને હાર ભેટ ધર્યો હતો 

- એ વખતે નવલખો હાર અત્યારે બન્યો અમુલ્ય

- અત્યારે અંદાજીત કિંમત ૩૦૦ કરોડથી વધુ કિંમત છે હારની
બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું મંદિર છેલ્લા ત્રણસો વર્ષથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યુ છે. આ મંદિરમાં માતાજીને નીતનવીન આભૂષણ પહેરાવાની ગાયકવાડ સમયથી પ્રલાણી ચાલી આવે છે. પરંતુ આ તમામ આભૂષણોમાં જો કોઇ સૌથી ઉપર હોય તો તે નવલખો હાર છે. આ હાર માતાજીને વર્ષો પૂર્વે માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અપાયેલો છે. ત્યારથી આ મંદિરમાં દર દશેરાએ માતાજીને આ હાર પહેરાવાની પરંપરા ચાલી આવે છે. 
પાંચેક વર્ષ અગાઉ ઝવેરીઓએ આંકેલી અંદાજીત  કિંમત મુજબ આ હાર રૂપિયા ૩૦૦ કરોડથી વધુનું બજાર મૂલ્ય ધરાવે છે. આ હાર સલામતીના કારણોસર વર્ષ દરમિયાન માતાજીના અલંકારોમાંથી બાકાત રહે છે. પરંતુ દશેરાના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ હાર માતાજીને પહેરાવાની વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજે પણ મંદિર યથાવત રાખી છે.
ત્રણસો વર્ષ પૂર્વે માનાજીરાવ ગાયકવાડે પાઠાનો રોગ મટી જતાં માતાજીને નવલખો હાર ભેટ આપ્યો હતો. આ હારનું તે વખતે મૂલ્ય નવ લાખ રૂપિયા હતુ. આ કારણોસર તે હારને નવલખો હાર નામ અપાયુ હતુ. પણ સમય જતાં આ હારનું મૂલ્ય વધતુ ચાલ્યુ અને આજે તેની બજાર કિંમત રૂપિયા ૩૦૦ કરોડને આંબી ગઇ છે. 
આ હારની વિશેષતા એ છે કે, પ્રથમ નજરે જોવામાં આવે તો હાર સામાન્ય લાગે છે. પરંતુ લીલા, વાદળી અને સફેદ રંગના નીલમથી તૈયાર થયેલો આ હાર જ્યારે નજીક જઇને જોવામાં આવે ત્યારે તે કઇક અલગ જ લાગે છે. હારમાં જડાયેલા નીલમ પૈકી પ્રત્યેક નીલમનું મૂલ્ય કરોડોમાં છે. આ કારણે આ હારને આખુ વર્ષ મંદિર સલામત સ્થળે રાખે છે. અને દશેરાના દિવસે જ મંદિરના ત્રણ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ હારને માતાજીના શણગારમાં લેવાય છે.
 જો કે, આવનાર લોકો આ હાર જોઇને અચંબિત થઇ જાય છે. અને જયારે માતાજીની પાલખી યાત્રા નીકળે છે ત્યારે  માતાજીને અપાતું ગાર્ડ ઓફ ઓનરનો સમય એ અનોખી ક્ષણ બની જાય છે.
આમ તો દેવ દેવીના ચરણે ભેટ ધરાવવાની પ્રલાણી વર્ષોથી ચાલી આવે છે. પરંતુ સમગ્ર ગુજરાતના મંદિરોમાં સૌથી મોંઘી ભેટ પ્રાપ્ત કરનાર આ એક માત્ર મંદિર છે. અને આ જ કારણે બેચરાજી મંદિરની કુલ સંપત્તિ કરોડોને આંબી ગઇ છે.
Tags :
BahucharajiMatajiDasheradarshanGujaratFirstNavlakhohaarunique300croresnewnecklace
Next Article