Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં મેળવ્યો ગોલ્ડ

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કર્યું છે. આજે ભારતની અનુભવી બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુએ ગોલ્ડ પર કબજો કર્યો છે. સિંધુએ મહિલા સિંગલ્સમાં કેનેડાની મિશેલ લીને 21-15, 21-13થી પરાજય આપ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) ના ઈતિહાસમાં સિંગલ્સમાં સિંધુનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. કેનેડાની મિશેલ લી એ જ ખેલાડી છે જેણે 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં સેમિફાઇનલમાં પી વી સિંધુ
બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સમાં મેળવ્યો ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કર્યું છે. આજે ભારતની અનુભવી બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુએ ગોલ્ડ પર કબજો કર્યો છે. સિંધુએ મહિલા સિંગલ્સમાં કેનેડાની મિશેલ લીને 21-15, 21-13થી પરાજય આપ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) ના ઈતિહાસમાં સિંગલ્સમાં સિંધુનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. 
કેનેડાની મિશેલ લી એ જ ખેલાડી છે જેણે 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં સેમિફાઇનલમાં પી વી સિંધુને હરાવી હતી. આવી સ્થિતિમાં સિંધુએ મિશેલ લી પાસેથી તે હારનો બદલો પણ લઈ લીધો છે અને પોતાના મેડલનો રંગ પણ બદલ્યો છે. આ મેચ જીતીને પી વી સિંધુએ ગોલ્ડ મેડલ કબજે કરી લીધો છે અને આજે 11માં દિવસે ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો છે. સિંધુએ મિશેલ લી સામે પહેલી ગેમ 21-15 અને બીજી ગેમ 21-13થી જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જણાવી દઈએ કે, અત્યાર સુધી તે ટૂર્નામેન્ટમાં અજેય રહી હતી. બેડમિન્ટનની મહિલા ડબલ્સમાં ભારતીય શટલર પી વી સિંધુએ સતત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી છે.
Advertisement

આ પહેલા તેણે સેમિફાઇનલ મેચમાં સિંગાપુરની નંબર વન યો જિયા મિને 49 મિનિટમાં 21-19, 21-17થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ, ભારતની બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પી વી સિંધુએ 32 રાઉન્ડની મેચમાં માલદીવની ફાતિમા નબાહાને 21-4, 21-11થી હરાવીને કોમનવેલ્થ ગેમ્સમાં પ્રવેશ કર્યો હતો. આ સિવાય તેણીએ બેડમિન્ટનમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં મિક્સ ટીમમાં સિલ્વર મેડલ જીત્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુએ ઘણા મેડલ જીત્યા છે, જેમ કે તમે જાણો છો કે તે ભારત તરફથી બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા છે. સિંધુએ 2016 રિયો ઓલિમ્પિકમાં મહિલા ડબલ્સ કેટેગરીમાં સિલ્વર મેડલ અને 2020 ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.