ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

11 દેશોમાં ફેલાયું ચોકલેટના કારણે બેક્ટેરિયલ ઇન્ફેક્શન, જાણો કઈ છે આ ચોકલેટ

 માર્ચ મહિનામાં UKએ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ને બેક્ટેરિયલ ઇન્ફેક્શનના ઝડપથી સંક્ર્મણ વિશે માહિતી આપી હતી. WHOને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે  બેક્ટેરિયાના કારણે ફૂડ પોઈઝનિંગના આ મામલા બેલ્જિયન ચોકલેટના કારણે ફેલાઈ રહ્યા છે. બેલ્જિયમમાં બનેલી ચોકલેટ 113 દેશોમાં સપ્લાય કરવામાં આવતી હતી.10 એપ્રિલે તમામ દેશોમાંથી આ ચોકલેટ પરત મંગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 11 દેશો
03:05 AM Apr 28, 2022 IST | Vipul Pandya
 માર્ચ મહિનામાં UKએ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ને બેક્ટેરિયલ ઇન્ફેક્શનના ઝડપથી સંક્ર્મણ વિશે માહિતી આપી હતી. WHOને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે  બેક્ટેરિયાના કારણે ફૂડ પોઈઝનિંગના આ મામલા બેલ્જિયન ચોકલેટના કારણે ફેલાઈ રહ્યા છે. બેલ્જિયમમાં બનેલી ચોકલેટ 113 દેશોમાં સપ્લાય કરવામાં આવતી હતી.
10 એપ્રિલે તમામ દેશોમાંથી આ ચોકલેટ પરત મંગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 11 દેશોમાંથી આ ચોકલેટના કારણે 151 લોકો બીમાર હોવાનું જાણવા મળ્યું છે. યુરોપમાં 151માંથી 150 કેસ નોંધાયા હતા, જ્યારે એક કેસ USAમાં નોંધાયો હતો.
WHOએ ચેતવણી આપી છે કે જે દેશોમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે ત્યાં આ કેસ માત્ર અદ્યતન મોલેક્યુલર ટેક્નોલોજીથી પકડાયા છે. WHOના કહેવા અનુસાર  ઇસ્ટર દરમિયાન ચોકલેટની સપ્લાય વધુ થઇ હતી જેને પરિણામે વધુ ફેલાઈ શકે છે. સાવચેત રહેવાની જરૂર છે.
આ રોગનું વૈજ્ઞાનિક નામ Salmonella Typhimurium (S. Typhimurium) છે. આ બેક્ટેરિયા ફૂડ પોઈઝનિંગ માટે જવાબદાર છે. Salmonella Typhimurium  બેલ્જિયમમાં ડિસેમ્બર 2021 અને જાન્યુઆરી 2022માં આર્લોનના ફેરેરો કોર્પોરેટ પ્લાન્ટમાં મળી આવ્યું હતું. કિન્ડર પ્રોડક્ટ્સ અહીં બનાવવામાં આવે છે. સફાઈની પદ્ધતિઓ અને આ બેક્ટેરિયાના નેગેટિવે રિપોર્ટ આવ્યા બાદ  કિન્ડરની પ્રોડક્ટ્સ ફેરેરોના પ્લાન્ટમાં બનાવવામાં આવી હતી.  યુરોપ અને અન્ય દેશોમાં સપ્લાય કરવામાં આવી હતી. આ પ્લાન્ટમાં કિન્ડર સરપ્રાઈઝ, કિન્ડર મિની એગ્સ, કિન્ડર સરપ્રાઈઝ મેક્સી 100 ગ્રામ અને કિન્ડર સ્કોકો-બોન્સ જેવી પ્રોડક્ટ્સ બનાવવામાં આવી રહી હતી.
UKની હેલ્થ સિક્યુરિટી એજન્સીની તપાસ અનુસાર, આ એન્ટિબાયોટિક્સ આ બેક્ટેરિયા દ્વારા ફેલાતા રોગ પર બિનઅસરકારક સાબિત થઈ રહી છે. પેનિસિલિન્સ, એમિનોગ્લાયકોસાઇડ્સ જેમ કે સ્ટ્રેપ્ટોમાઈસીન, સ્પેક્ટિનોમાઈસીન, કેનામાઈસીન અને જેન્ટામાઇસિન. આ સિવાય ફેનીકોલ્સ, સલ્ફોનામાઇડ્સ, ટ્રાઇમેથોપ્રિમ, ટેટ્રાસાયક્લાઇન્સ એન્ટિબાયોટિક્સ પણ કામ કરી રહી નથી.
Tags :
BacterialinfectionsGujaratFirstkinderkinderproductsSalmonellaTyphimurium
Next Article