Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાન માટે બાબરનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય, T20I રેકિંગ પર થઇ અસર

એશિયા કપ 2022 (Asia Cup 2022) ના સુપર 4માં બુધવારે અફઘાનિસ્તાન સામે, પાકિસ્તાને છેલ્લી ઓવરમાં એક વિકેટથી જીત નોંધાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પાકિસ્તાનની આ રોમાંચક જીત સાથે અફઘાનિસ્તાનની સાથે ટીમ ઈન્ડિયા પણ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. હવે 11 સપ્ટેમ્બરે રમાનારી ફાઇનલમાં પાકિસ્તાનનો સામનો શ્રીલંકા સાથે થશે. પાકિસ્તાન ભલે અહીં ફાઈનલમાં પહોંચી ગયું હોય પરંતુ તેમનો એક બેટ્સમેન દ્વà
પાકિસ્તાન માટે બાબરનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય  t20i રેકિંગ પર થઇ અસર
એશિયા કપ 2022 (Asia Cup 2022) ના સુપર 4માં બુધવારે અફઘાનિસ્તાન સામે, પાકિસ્તાને છેલ્લી ઓવરમાં એક વિકેટથી જીત નોંધાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પાકિસ્તાનની આ રોમાંચક જીત સાથે અફઘાનિસ્તાનની સાથે ટીમ ઈન્ડિયા પણ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. હવે 11 સપ્ટેમ્બરે રમાનારી ફાઇનલમાં પાકિસ્તાનનો સામનો શ્રીલંકા સાથે થશે. પાકિસ્તાન ભલે અહીં ફાઈનલમાં પહોંચી ગયું હોય પરંતુ તેમનો એક બેટ્સમેન દ્વારા સતત ખરાબ પ્રદર્શન થઇ રહ્યું છે. 
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. જોકે, એશિયા કપમાં તેનું ફોર્મ પાછું આવ્યું છે અને તેણે અત્યાર સુધીમાં 154 રન બનાવ્યા છે, પરંતુ બુધવારે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ માટે મોંઘો સાબિત થયો છે. T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં બાબર આઝમના શાસનનો અંત આવ્યો એટલું જ નહીં પરંતુ હવે તેના પ્રદર્શન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. 
બાબર એશિયા કપમાં અત્યાર સુધી ફ્લોપ રહ્યો છે. બુધવારે અફઘાનિસ્તાન સામે રમાયેલી મહત્વની મેચમાં તે શૂન્ય પર આઉટ થયો હતો. પ્રથમ ઓવરમાં સ્ટ્રાઈક પર આવેલા બાબરને અફઘાનિસ્તાનના બોલર ફઝલહક ફારૂકીએ પરાજય આપ્યો હતો અને ખાતું ખોલાવ્યા વિના LBW આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. અંતિમ ચાર મેચમાં તેણે માત્ર 0, 14, 9, 10 રન બનાવ્યા છે.
Advertisement

એશિયા કપમાં અત્યાર સુધી તેણે 33 રન બનાવ્યા છે. ગોલ્ડન ડક પર આઉટ થયા બાદ બાબરના ફોર્મ પર સવાલ ઉઠવા લાગ્યા છે. બાબર આઝમ T20 ઇન્ટરનેશનલમાં કુલ 4 શૂન્ય પર આઉટ થયો છે. ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી પણ 4 વખત શૂન્ય પર આઉટ થયો છે. બાબર આઝમ ગોલ્ડન ડક પર આઉટ થનાર પ્રથમ પાકિસ્તાની કેપ્ટન પણ બની ગયો છે. 
બાબર આઝમ T20 રેન્કિંગમાં નંબર 1માંથી નીચે આવી ગયો છે. તે પાકિસ્તાનના સાથી ખેલાડી અને વિસ્ફોટક બેટ્સમેન મોહમ્મદ રિઝવાન દ્વારા નંબર 1 સ્થાન પરથી ખસકી ગયો છે. ICCની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં રિઝવાને એશિયા કપમાં શાનદાર પ્રદર્શનના આધારે 815 પોઈન્ટ્સ મેળવ્યા છે. બીજા નંબરે સરકી ગયેલા બાબર આઝમના 794 પોઈન્ટ છે.
Tags :
Advertisement

.