બાબા રામદેવે મેડિકલ સાયન્સ પર ફરી ઉઠાવ્યાં સવાલ, મોટો વિવાદના એંધાણ, જાણો શું બોલ્યાં
બાબા રામદેવ ગુરુવારે કોવિડ -19 સામે એલોપેથીની અસરકારકતા પર ફરી એકવાર સવાલ ઉઠાવતા કહ્યું કે લોકોને વાયરસથી બચાવવા માટે એકલું રસીકરણ પૂરતું નથી અને તેમને યોગ અને આયુર્વેદ સાથે પૂરક બનાવવાની જરૂર છે.
યોગ અને આયુર્વેદની મદદ લેવી પડશે- બાબા રામદેવ
રામદેવે કહ્યું, યોગ અને આયુર્વેદના સમર્થન વિના, કોઈ પણ રસી તમને કોરોનાવાયરસ સામે કાયમી ધોરણે રક્ષણ આપી શકશે નહીં, પછી ભલે તમે ગમે તેટલા મોટા હોવ, રાષ્ટ્રપતિ અથવા પોતે મોટા ડોક્ટર હોય.
વેક્સિનને નામે મેડિકલ સાયન્સ વિશ્વને ગેરમાર્ગે દોરી રહ્યું છે
રામદેવે દાવો કર્યો હતો કે રસીના નામે મેડિકલ સાયન્સ દ્વારા વિશ્વને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે. વિશ્વ ફરીથી યોગ અને આયુર્વેદ તરફ પાછું ફરશે. લોકો તેમના બગીચામાં તુલસી, એલોવેરા અને ગિલોય ઉગાડી રહ્યા છે અને તેમના સ્વાસ્થ્ય લાભો મેળવી રહ્યા છે.
આ પહેલા પણ બાબા રામદેવે મેડિકલ સાયન્સ પર ઉઠાવ્યા હતા સવાલ
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બાબા રામદેવે મેડિકલ સાયન્સ પર સવાલ ઉઠાવ્યાં હતા. તે વખતે તેમના નિવેદન પર ખૂબ વિવાદ થયો હતો અને મામલો છેક સરકાર સુધી પણ પહોંચ્યો હતો. આખરે સરકારની દરમિયાનગીરીથી બાબા રામદેવે માફી માગી હતી અને હવે ફરી વાર તેમણે મેડિકલ સાયન્સ પર સવાલ ઉઠાવ્યો છે આગામી સમયમાં તેમના નિવેદન મામલે વિવાદ પેદા થઈ શકે છે.