Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમરનાથ યાત્રાને લઈને મહત્વના સમાચાર,11 એપ્રિલથી કરવી શકાશે રજિસ્ટ્રેશન

અમરનાથની યાત્રા કરવા ઈચ્છુક લોકો માટે સારા સમાચાર છે. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી રોકાયેલ બાબા બર્ફાનીની આ યાત્રા 30 જૂનથી શરૂ થવા જઈ રહી છે. આ માટેનું રજીસ્ટ્રેશન 11 એપ્રિલથી શરૂ થશે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી અમરનાથ યાત્રા ખોરવાઈ ગઈ હતી. પરંતુ હવે સરકારની સૂચના પર 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. શ્રાઈન બોર્ડના જણાવ્યા અનુà
01:56 PM Apr 06, 2022 IST | Vipul Pandya

અમરનાથની યાત્રા કરવા ઈચ્છુક લોકો માટે સારા સમાચાર છે. કોરોના
મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી રોકાયેલ બાબા બર્ફાનીની આ યાત્રા
30 જૂનથી શરૂ થવા જઈ રહી છે. આ માટેનું રજીસ્ટ્રેશન 11 એપ્રિલથી શરૂ થશે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર કોરોના
મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી અમરનાથ યાત્રા ખોરવાઈ ગઈ હતી. પરંતુ હવે સરકારની
સૂચના પર
30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી
છે. શ્રાઈન બોર્ડના જણાવ્યા અનુસાર યાત્રા માટે રજીસ્ટ્રેશન
11 એપ્રિલથી શરૂ થશે.


બોર્ડનું કહેવું છે કે એક દિવસમાં 20 હજાર લોકો નોંધણી કરાવી શકશે. એટલું જ નહીં બાબા બર્ફાનીની યાત્રા
માટે રજીસ્ટ્રેશન બોર્ડ દ્વારા નક્કી કરાયેલા કાઉન્ટર દ્વારા જ થઈ શકશે. 
નોંધનીય છે કે સરકારના નિર્દેશો અનુસાર 75 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અમરનાથ યાત્રાની મંજૂરી નથી. એટલું જ નહીં દોઢ મહિનાથી વધુ સમયથી ગર્ભવતી મહિલા
પણ અમરનાથની યાત્રા કરી શકશે નહીં.


આ રીતે કરો રજિસ્ટ્રેશન

અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓ તેમના ઘરે બેસીને બોર્ડની વેબસાઇટ પર નોંધણી કરાવી શકશે. મુસાફરી નોંધણી માટે, બોર્ડની વેબસાઇટ http://jksasb.nic.in પર જઈને અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ સિવાય ભક્તો પંજાબ નેશનલ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંગ અને યસ બેંકની શાખાઓમાં ઑફલાઇન પણ નોંધણી કરાવી શકે છે.

Tags :
AmarnathYatraBabaBarfanisYatraGujaratFirstRegistration
Next Article