રાહત દરે અને ગુણવત્તાયુક્ત સંભાળ આપવા માટે GCS હોસ્પિટલને એવોર્ડ એનાયત
ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંચાલિત GCS મેડિકલ કોલેજ, હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરને કોવિડ દરમિયાન અને તે પછી પણ રાહતદરે અને ગુણવત્તાયુક્ત સંભાળ પૂરી પાડવામાં ઉત્કૃષ્ટ કાર્ય માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ડબલ હેલિકલ અગ્રણી નેશનલ હેલ્થ મેગેઝિન દ્વારા આપવામાં આવ્યો હતો. જે એસોસિયેશન ઓફ હેલ્થકેર પ્રોવાઈડર્સ અને કોન્સોર્ટિયમ ઓફ એક્રેડિટેડ હોસ્પિટલ ઓર્ગેનાઈઝેશન
Advertisement
ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંચાલિત GCS મેડિકલ કોલેજ, હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરને કોવિડ દરમિયાન અને તે પછી પણ રાહતદરે અને ગુણવત્તાયુક્ત સંભાળ પૂરી પાડવામાં ઉત્કૃષ્ટ કાર્ય માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ એવોર્ડ ડબલ હેલિકલ અગ્રણી નેશનલ હેલ્થ મેગેઝિન દ્વારા આપવામાં આવ્યો હતો. જે એસોસિયેશન ઓફ હેલ્થકેર પ્રોવાઈડર્સ અને કોન્સોર્ટિયમ ઓફ એક્રેડિટેડ હોસ્પિટલ ઓર્ગેનાઈઝેશન દ્વારા સમર્થિત છે. દિલ્હી ખાતે આયોજિત "ડબલ હેલિકલ હેલ્થ કોન્ક્લેવ અને નેશનલ એવોર્ડ્સ 2021" એવોર્ડ સમારંભમાં GCS હોસ્પિટલવતી ડો. કીર્તિભાઇ પટેલ અને ડો. યોગેન્દ્ર મોદીએ એવોર્ડ સ્વીકાર્યો હતો.
ડો. કીર્તિભાઇ પટેલએ એવોર્ડ સ્વીકારતા કહ્યું કે, "આ એવોર્ડ આપવા બદલ અમે ડબલ હેલિકલના આભારી છીએ. આ એવાર્ડ કોરોનાના મુશ્કેલ સમયમાં ગરીબ અને જરૂરિયાતમંદ કોવિડ દર્દીઓની ચોવીસ કલાક સેવા કરીને અમારી GCS ટીમ દ્વારા કરવામાં આવેલી સખત મહેનતની સાચી સરાહના છે".
GCS હોસ્પિટલ કોવીડ મહામારીની શરુઆતથી જ કોરોના સામેની લડાઈમાં મોખરે હતી. GCS હોસ્પિટલમાં 7000+ કોરોના દર્દીઓની સફળતાપૂર્વક રાહતદરે સારવાર કરવામાં આવી છે, જે ખાનગી ટ્રસ્ટ હોસ્પિટલ માટે એક ગર્વની વાત છે.