Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાડેજાના તોફાન સામે ઓસ્ટ્રેલિયન ટીમ પસ્ત, 177 રનમાં ઓલ આઉટ

ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ નાગપુર (Nagpur) માં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં માત્ર 177 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી જાડેજાએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી જ્યારે સિરાજ અને શમીને 1-1 વિકà
જાડેજાના તોફાન સામે ઓસ્ટ્રેલિયન ટીમ પસ્ત  177 રનમાં ઓલ આઉટ
ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ નાગપુર (Nagpur) માં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં માત્ર 177 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી જાડેજાએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી જ્યારે સિરાજ અને શમીને 1-1 વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી માર્નસ લાબુશેને સૌથી વધુ 49 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ ઇનિંગમાં 177 રનમાં ઓલઆઉટ
આજે નાગપુરના વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ ઇનિંગમાં 177 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. ભારત તરફથી જાડેજાએ સૌથી વધુ 5 વિકેટ લીધી જ્યારે અશ્વિને 3 વિકેટ પોતાના નામે કરી હતી. વળી, કાંગારૂ ટીમ માટે લબુશ્નેએ સૌથી વધુ 49 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાના 7 બેટ્સમેન 10નો આંકડો પણ સ્પર્શી શક્યા નથી. જણાવી દઈએ કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમ માટે આ સિરીઝ જીતવી ખૂબ જ જરૂરી છે.
Advertisement

રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી  
રણજી ટ્રોફીમાંથી મેદાનમાં પરત ફરેલા જાડેજાએ ધમાકેદાર બોલિંગ કરીને પાંચ વિકેટ ઝડપી હતી. તેણે બીજા સેશનમાં લાબુશેન અને રેનશોને સતત બોલ પર આઉટ કર્યા હતા. આ પછી જાડેજાએ પાછું વળીને જોયું નથી. સ્મિથ ટિક કરીને રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે પણ જાડેજાના હાથે આઉટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો. ટોડ મર્ફી જાડેજાનો ચોથો અને પીટર હેન્ડ્સકોમ્બ પાંચમો શિકાર બન્યો હતો. આ રીતે, ભારતીય બોલર ઈજા બાદ ધમાકેદાર પરત ફર્યો હતો.

Advertisement

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટીમ ઈન્ડિયાના બોલર સામે નતમસ્તક
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોમાં માર્નસ લાબુશેન સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 49 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય સ્મિથે 37 અને એલેક્સ કેરીએ 36 રન બનાવ્યા હતા. પીટર હેન્ડ્સકોમ્બે પણ 31 રનની ઇનિંગ રમી હતી. કાંગારૂ બોલરો સ્પિનરો સામે લાચાર દેખાતા નજર આવ્યા હતા અને સારી શરૂઆત કર્યા બાદ આઉટ થયા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વોર્નર અને ખ્વાજાએ 1-1 રન બનાવ્યા હતા. બંનેને અનુક્રમે શમી અને સિરાજે આઉટ કર્યા હતા. ભારત તરફથી જાડેજાએ 5 અને અશ્વિને 3 વિકેટ ઝડપી હતી.
ભારત (પ્લેઇંગ ઇલેવન): 
રોહિત શર્મા (c), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રીકર ભરત (wk), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન): 
ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવન સ્મિથ, મેટ રેનશો, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), નાથન લિયોન, ટોડ મર્ફી, સ્કોટ બોલેન્ડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.