Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નહીં સુધરે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ! પોતાની વિકેટ બચાવવા કરી આવી હરકત, Video

ઇંગ્લેન્ડે પ્રથમ T20Iમા ઓસ્ટ્રેલિયા (Australia)ને 8 રનથી હરાવીને ત્રણ મેચની T20I શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. જોકે, આ મેચમાં જોરદાર એક્શન જોવા મળ્યું હતું, પરંતુ મેચના અંત સુધીમાં આ મેચ પણ વિવાદમાં ઘેરાઈ ગઈ હતી. કાંગારૂ ટીમના વિકેટ કીપર બેટ્સમેન મેથ્યુ વેડ (Matthew Wade) આ મેચની અંતિમ ક્ષણોમાં એક એવું કામ કર્યું કે ફરી એકવાર ઓસ્ટ્રેલિયાનું માથું શરમથી ઝુકી ગયું છે.મેથ્યુ વેડ સોશિયલ મીડિયા પર થયા à
નહીં સુધરે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ  પોતાની વિકેટ બચાવવા કરી આવી હરકત  video
ઇંગ્લેન્ડે પ્રથમ T20Iમા ઓસ્ટ્રેલિયા (Australia)ને 8 રનથી હરાવીને ત્રણ મેચની T20I શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. જોકે, આ મેચમાં જોરદાર એક્શન જોવા મળ્યું હતું, પરંતુ મેચના અંત સુધીમાં આ મેચ પણ વિવાદમાં ઘેરાઈ ગઈ હતી. કાંગારૂ ટીમના વિકેટ કીપર બેટ્સમેન મેથ્યુ વેડ (Matthew Wade) આ મેચની અંતિમ ક્ષણોમાં એક એવું કામ કર્યું કે ફરી એકવાર ઓસ્ટ્રેલિયાનું માથું શરમથી ઝુકી ગયું છે.
મેથ્યુ વેડ સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ
છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગના કારણે ઇંગ્લેન્ડે T20 વર્લ્ડ કપ (T20 World Cup) પહેલા પર્થમાં પ્રથમ T20Iમા ઓસ્ટ્રેલિયાને 8 રનથી હરાવી દીધું હતું. ટોસ હાર્યા બાદ બેટિંગ માટે આમંત્રણ મળતાં, ઈંગ્લેન્ડે એલેક્સ હેલ્સ (84) અને જોસ બટલર (68) વચ્ચે 132 રનની ઓપનિંગ ભાગીદારીને કારણે 6 વિકેટે 208 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં યજમાન ટીમ નવ વિકેટે 200 રન જ બનાવી શકી હતી. જોકે, આ દરમિયાન એક વિવાદે પણ જન્મ લીધો અને સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું હતું. ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડે એક એવું કામ કર્યું કે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ થવા લાગ્યો હતો. મહત્વનું છે કે, વેડે ઈંગ્લેન્ડના બોલર માર્ક વૂડને પોતાની વિકેટ બચાવવા માટે ધક્કો માર્યો જેથી તે કેચ પકડી ન શકે. વેડે જાણીજોઈને વૂડને ધક્કો માર્યો અને આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ ઘટનાને કારણે વેડ અને ઓસ્ટ્રેલિયન ટીમની આકરી ટીકા થઈ રહી છે.
Advertisement

હાથ વડે ધક્કો માર્યો
બીજી ઈનિંગની 17મી ઓવર ફેંકાઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ડેવિડ વોર્નરે માર્ક વૂડના પ્રથમ બોલ પર એક રન લીધો હતો. આ પછી ક્રિઝ પર આવેલા મેથ્યુ વેડે ડોટ બોલ રમીને આગલા બોલ પર પુલ શોટ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. બોલ વેડના બેટની કિનારી લઈને હેલ્મેટ સાથે અથડાયો અને હવામાં ગયો. આ જોઈને માર્ક વૂડ કેચ લેવા દોડી ગયો પરંતુ વેડે વૂડને હાથ વડે ધક્કો માર્યો, જેના કારણે ઈંગ્લિશ બોલર કેચ પકડે તે પહેલા જ બોલ જમીન પર પડી ગયો હતો.
સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહ્યો છે મેથ્યુ વેડ
આ પછી, બંને ફિલ્ડ અમ્પાયરો વચ્ચે વેડને લઈને થોડો સમય ચર્ચા થઈ પરંતુ કંઈ ખાસ થયું નહીં. જોકે, આ ઘટના બાદ પણ વેડ પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો અને છેલ્લી ઓવરમાં 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ક્રિકેટ ચાહકો મેથ્યુ વેડને ટ્રોલ કરી રહ્યા છે. 

મને ખબર નહોતી કે શું થયું : બટલર
આ મેચ પછી જોસ બટલરને જ્યારે આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'હું તે સમયે માત્ર બોલને જોઈ રહ્યો હતો. મને ખબર નહોતી કે શું થયું. કેટલાકે કહ્યું કે અમારે અપીલ કરવી જોઈએ પરંતુ મેં વિચાર્યું, 'અમે ઘણા લાંબા સમય માટે ઓસ્ટ્રેલિયામાં છીએ. તેથી ટ્રિપમાં વહેલું કઇ પણ કરવું અમારા માટે જોખમી હશે."
ઓસ્ટ્રેલિયાને મેચમાં છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. મેથ્યુ વેડ 15 બોલમાં 21 રન બનાવીને તે જ ઓવરમાં આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા નવ વિકેટના નુકસાને માત્ર 200 રન જ બનાવી શક્યું અને 8 રનથી મેચ હારી ગયું.
Advertisement
Tags :
Advertisement

.