Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુપરમેન બન્યો ઓસ્ટ્રેલિયાનો ખેલાડી, હવામાં ઉછળીને કર્યો શાનદાર કેચ, Video

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ખેલાડીઓ બેટિંગ અને બોલિંગ સિવાય ફિલ્ડિંગમાં પણ પોતાનું પૂરુ જોર આપી દેતા હોય છે. જેનું તાજું ઉદાહરણ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં જોવા મળ્યું હતું. જ્યા ઓસ્ટ્રેલિયાના માર્નસ લેબુશેન (Marnus Labuschagne) એ એક શાનદાર કેચ કરીને બેટ્સમેનને ચોંકાવી દીધો હતો. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ આજથી રમાઈ
07:25 AM Dec 26, 2022 IST | Vipul Pandya
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ખેલાડીઓ બેટિંગ અને બોલિંગ સિવાય ફિલ્ડિંગમાં પણ પોતાનું પૂરુ જોર આપી દેતા હોય છે. જેનું તાજું ઉદાહરણ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં જોવા મળ્યું હતું. જ્યા ઓસ્ટ્રેલિયાના માર્નસ લેબુશેન (Marnus Labuschagne) એ એક શાનદાર કેચ કરીને બેટ્સમેનને ચોંકાવી દીધો હતો. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ આજથી રમાઈ રહી છે. 
હવામાં ઉડ્યો લાબુશેન
આ મેચમાં ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને શરૂઆતથી જ દક્ષિણ આફ્રિકા પર પકડ જાળવી રાખી હતી. આફ્રિકાની ટીમ 68.4 ઓવરમાં માત્ર 189 રન બનાવી પેવેલિયન પરત ફરી છે. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે 2 વિકેટ લીધી છે, જેમાં જોન્ડોની વિકેટ ઘણી ખાસ હતી. આપને જણાવી દઇએ કે, માર્નસ લાબુશેન એક અદ્ભુત બેટ્સમેન હોવાની સાથે સાથે ફિલ્ડિંગમાં પણ ઉત્તમ છે. ઓસ્ટ્રેલિયાનો આ ટોપ ઓર્ડર બેટ્સમેન મેદાનમાં ઘણો સક્રિય જોવા મળે છે. દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી સિરીઝની બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે સોમવારે લાબુશેને બે વાર એવો નજારો રજૂ કર્યો કે જે જોઇ દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા. મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચના પહેલા દિવસે લાબુશેને શાનદાર ફિલ્ડિંગ કરી હતી. ઘણી વખત ખેલાડીઓ એવા કેચ પકડે છે જેની ચર્ચા વર્ષો સુધી થાય છે. આવો જ એક કેચ લાબુશેને કર્યો હતો. આ કેચ જોઈને મેદાનમાં બેઠેલા દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ કેચ એટલો અદ્ભુત હતો કે બેટ્સમેન આંખ મીંચે તે પહેલા તે આઉટ થઇ ગયો હતો. જોકે બેટ્સમેનનો શોટ અદ્ભુત હતો, પણ કેચ તેના કરતા પણ અદ્ભુત હતો. તેણે જમ્પ મારીને આ કેચ પકડ્યો હતો.

દ.આફ્રિકાની ટીમ પેવેલિયન પરત ફરી
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટનના આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું હતું. પિચ પર ઘાસ હતું પરંતુ તેમ છતાં તે બેટિંગ માટે સારું માનવામાં આવતું હતું. દક્ષિણ આફ્રિકાની ઓપનિંગ જોડીએ સાવધાનીપૂર્વક શરૂઆત કરી હતી. પરંતુ આ પછી ઓસ્ટ્રેલિયાએ સારી બોલિંગ કરીને ત્રણ વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકા તેના કપ્તાન ડીન એલ્ગર પાસેથી સારી ઇનિંગની અપેક્ષા રાખતું હતું પરંતુ લાબુશેનના ​​થ્રોએ આ આશાઓ પર પાણી ફેરવી દીધું. તાજેતરમાં દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 189 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી કેમેરોન ગ્રીને શાનદાર બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી. તેણે 10.4 ઓવરમાં માત્ર 27 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સમાચાર બનાવતા સમયે, પ્રથમ બેટિંગ કરતી વખતે દક્ષિણ આફ્રિકાએ 189ના સ્કોર પર પેવેલિયન પરત ફર્યું હતું. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બંને ટીમો WTCની ફાઇનલમાં પહોંચવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. આ જ કારણ છે કે આ મેચ દરમિયાન આવા કેચ જોવા મળે છે.
IPL ઈતિહાસના બીજા સૌથી મોંઘા ખેલાડીએ કરી શાનદાર બોલિંગ
કેમેરોન ગ્રીન IPLના ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી છે. IPL ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને 17.50 કરોડમાં ખરીદ્યો હતો. આ પ્રદર્શન બાદ મુંબઈ ઈન્ડિયન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. મુંબઈ ઈન્ડિયન્સે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. ગ્રીને ઓસ્ટ્રેલિયા માટે 18 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેની 23 વિકેટ છે. તેણે ટેસ્ટમાં પાંચ અડધી સદી સાથે 755 રન પણ બનાવ્યા છે.
આ પણ વાંચો - બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ભારતની શાનદાર જીત, અશ્વિન અને શ્રેયસ રહ્યાં મેચના હીરો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AustalianPlayerAUSvsSAcatchCricketGujaratFirstJumpandCatchSocialmediaSportsVideo
Next Article