Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામે નોંધાવી 10 વિકેટે જીત, WTC પોઇન્ટ્સ ટેબલમાં ભારતની વધી ચિંતા

ઓસ્ટ્રેલિયાએ ગાલે ખાતેની પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. કેમરન ગ્રીનને આ મેચમાં 77 રનની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી શ્રીલંકા માટે આ એક મોટી ખોટ છે. તો બીજી તરફ ભારતને પણ ઓસ્ટ્રેલિયાની જીતથી મોટો ઝટકો લાગ્યો છે.WTC પોઈન્ટ ટેબલમાં શ્રીલંકા છઠ્ઠા સ્થાને છે, જ્યારે પેટ કમિન્સની આગà«
ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામે નોંધાવી 10 વિકેટે જીત  wtc પોઇન્ટ્સ ટેબલમાં ભારતની વધી ચિંતા
ઓસ્ટ્રેલિયાએ ગાલે ખાતેની પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. કેમરન ગ્રીનને આ મેચમાં 77 રનની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી શ્રીલંકા માટે આ એક મોટી ખોટ છે. તો બીજી તરફ ભારતને પણ ઓસ્ટ્રેલિયાની જીતથી મોટો ઝટકો લાગ્યો છે.
WTC પોઈન્ટ ટેબલમાં શ્રીલંકા છઠ્ઠા સ્થાને છે, જ્યારે પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ સૌથી વધુ જીતની ટકાવારી સાથે નંબર વન પર છે. આ પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાની ટીમ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ પ્રથમ ઇનિંગમાં 212 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે પ્રથમ ઇનિંગમાં આઠ વિકેટે 313 રનથી રમવાનું શરૂ કર્યું હતું. ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડોએ પેટ કમિન્સ (26)ને પોતાના યોર્કરનો શિકાર બનાવ્યો હતો. ત્યારબાદ તેણે મિશેલ સ્વેપ્સન (01)ને ઇન-સ્વિંગર સાથે આઉટ કરીને ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સનો 321 રનમાં અંત કર્યો હતો. આમ ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગના આધારે 109 રનથી આગળ હતું. શ્રીલંકાની ટીમ બીજી ઇનિંગમાં માત્ર 113 રન જ બનાવી શકી અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે પાંચ રનનો ટાર્ગેટ આપ્યો અને ડેવિડ વોર્નરે ચાર બોલમાં મેચ પૂરી કરી દીધી. 
ઓફ સ્પિનર ​​હેડે 17 બોલમાં 10 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. તેણે છેલ્લી 26 ટેસ્ટ મેચોમાં માત્ર એક જ વિકેટ લીધી હતી. લિયોને પ્રથમ ઇનિંગમાં 90 રનમાં પાંચ અને બીજી ઇનિંગમાં 31 રનમાં ચાર વિકેટ સાથે તેનું સારું ફોર્મ ચાલુ રાખ્યું હતું. શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સની લીડને ઝડપથી ખતમ કરવાના ઇરાદા સાથે સ્પિન-મૈત્રીપૂર્ણ પીચ પર બીજી ઇનિંગમાં ઝડપી શરૂઆત કરી હતી. શ્રીલંકાના ઓપનર દિમુથ કરુણારત્ને અને પથુમ નિસાન્કાએ પહેલી જ ઓવરમાં મિશેલ સ્ટાર્કની બોલ પર 17 રન ઉમેર્યા, જેમાં ચાર ચોક્કા સામેલ હતા. પરંતુ લિયોને કરુણારત્ને (23)ને વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ કરાવીને 37 રનની ભાગીદારી તોડી હતી. બે રન પછી, લેગ-સ્પિનર ​​મિશેલ સ્વેપ્સને નિસાંકા (14)ને લેગ બિફોર આઉટ કર્યો હતો. 
કુસલ મેન્ડિસ અને ઓશાદા ફર્નાન્ડોએ ત્રીજી વિકેટ માટે 20 રન જોડ્યા હતા. પરંતુ મેન્ડિસે બોલને સ્પર્શ કર્યો અને સ્ક્વેર લેગ પર કેચ આપી દીધો. ફર્નાન્ડો (12) પણ સ્વેપ્સનના બોલ પર સ્લિપમાં ઉભેલા સ્ટીવ સ્મિથને કેચ આપીને પેવેલિયન પહોંચી ગયો અને શ્રીલંકાનો સ્કોર ચાર વિકેટે 63 રન થઈ ગયો. ધનંજય ડી સિલ્વા અને દિનેશ ચાંદીમલે પાંચમી વિકેટ માટે 32 રન જોડ્યા હતા. પરંતુ હેડે તેની પહેલી જ ઓવરમાં બે વિકેટ લીધી જેણે પરિણામ લગભગ નક્કી કર્યું. હેડે ચંદીમલ (13) બાદ ધનંજય ડી સિલ્વાને આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં કેમરૂન ગ્રીન (77) અને ઉમ્માન ખ્વાજા (71)એ અડધી સદી ફટકારી હતી. ઓફ સ્પિનર ​​રમેશ મેન્ડિસે 107 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. શ્રીલંકાની પ્રથમ ઇનિંગમાં નિરોશન ડિકવેલાએ 58 રન બનાવ્યા હતા. 
Advertisement

મહત્વનું છે કે, શ્રીલંકા સામે ઓસ્ટ્રેલિયાની 10 વિકેટની જીતે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધાર્યું હશે. ઓસ્ટ્રેલિયાએ આ જીત સાથે ટોચ પર પોતાની પકડ વધુ મજબૂત કરી છે, જ્યારે ભારત હાલમાં ત્રીજા સ્થાને યથાવત છે. ઓસ્ટ્રેલિયા બાદ દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે. બંનેના ટકાવારીમાં બહુ તફાવત નથી. ઓસ્ટ્રેલિયાના પોઈન્ટ્સની ટકાવારી વધીને 77.78 થઈ ગઈ છે. વળી, ભારતના પોઈન્ટ્સની ટકાવારી 58.38 છે. જો ભારતે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની ફાઇનલમાં પહોંચવું હોય તો તેણે તેની બાકીની મેચો જીતવી પડશે અને એ પણ જોવું પડશે કે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા એક પછી એક મેચ ન જીતે.
Tags :
Advertisement

.