Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેને ખોલી ટીમ ઈન્ડિયાની પોલ, બનાવ્યો આ શાનદાર રેકોર્ડ

ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે 3 મેચની રોમાંચક T20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ અંતિમ ઓવરમાં જીત મેળવી શ્રેણી પોતાના નામે કરી લીધી છે. મેચમાં ટોસ ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ જીત્યો હતો. જેણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યા ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન કેમરન ગ્રીન (Cameron Green) એ તોફાની બેટિંગ કરતા ચોક્કા-છક્à
ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેને ખોલી ટીમ ઈન્ડિયાની પોલ  બનાવ્યો આ શાનદાર રેકોર્ડ
Advertisement
ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે 3 મેચની રોમાંચક T20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ અંતિમ ઓવરમાં જીત મેળવી શ્રેણી પોતાના નામે કરી લીધી છે. મેચમાં ટોસ ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ જીત્યો હતો. જેણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યા ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન કેમરન ગ્રીન (Cameron Green) એ તોફાની બેટિંગ કરતા ચોક્કા-છક્કાનો વરસાદ કર્યો હતો. 
ગ્રીને ભારતના તમામ બોલરોની ધોલાઈ કરી
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ટીમ ઈન્ડિયાની કેવી તૈયારી છે તેની ઝાંખી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જોવા મળી હતી. જ્યા એક તરફ ટીમ ઈન્ડિયાના બેટ્સમેન ફોર્મમાં દેખાઇ રહ્યા છે તો બીજી તરફ બોલિંગ ડિપાર્ટમેન્ટે ચિંતા ઉભી કરી દીધી છે. રવિવારે રમાયેલી 3 મેચની રોમાંચક T20 શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચમાં જ્યારે રોહિતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી ત્યારે તેને એક યોગ્ય નિર્ણય હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. પરંતુ જેવું ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન કેમેરોન ગ્રીન મેદાનમાં આવ્યો કે તેણે ચોક્કા અને છક્કાનો વરસાદ શરૂ કરી દીધો. તેની બેટિંગ દરમિયાન એક સમયે એવું લાગી રહ્યું હતું કે, જાણે ટીમ ઈન્ડિયા પાસે તેનો કોઇ તોડ જ નથી. ગ્રીને આ મેચમાં તોફાની અડધી સદી ફટકારી હતી અને ભારતના તમામ બોલરોની ધોલાઈ કરી હતી. આ સાથે ગ્રીને એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.

Advertisement

ગ્રીને ભારત વિરુદ્ધ બનાવ્યો રેકોર્ડ

ડેવિડ વોર્નર અને મિચ માર્શની ગેરહાજરીમાં કેમેરોન ગ્રીનને ઓપનિંગ બેટ્સમેન તરીકે અજમાવવામાં આવ્યો હતો. ભારતમાં T20I શ્રેણી દરમિયાન રમતના ટૂંકા ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે ગ્રીન ત્રીજો સૌથી ઝડપી અડધી સદી ફટકારતો બેટ્સમેન બન્યો. ગ્રીને રવિવારે અહીં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (Rajiv Gandhi International Cricket Stadium) માં ત્રીજી T20Iમાં એરોન ફિન્ચ સાથે ઇનિંગની શરૂઆત કરી, તેણે 19 બોલમાં સાત ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી પચાસ રન બનાવ્યા. આ શાનદાર ઇનિંગ્સના દમ પર ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 186 રન બનાવ્યા હતા.

આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના જોન્સન ચાર્લ્સના નામે હતો
હૈદરાબાદમાં 21 બોલમાં 52 રન બનાવીને ગ્રીન ભુવનેશ્વર કુમારની બોલિંગમાં કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. પરંતુ તે પહેલા તેણે ભારત સામે આંતરરાષ્ટ્રીય T20માં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. ગ્રીન પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના જોન્સન ચાર્લ્સના નામે હતો. ચાર્લ્સે 2016માં અમેરિકાના લોડરહિલ્સમાં રમાયેલી મેચમાં 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગાકારાના નામે હતો, જેણે વર્ષ 2009 મા નાગપુરમાં 21 બોલમાં અડધી સદી ફટકારી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×