ઓસ્ટ્રેલિયાને લાગ્યો ઝટકો, ટીમનો આ તોફાની બેટ્સમેન ટેસ્ટ સીરીઝથી બહાર
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ હાલમાં ભારત પ્રવાસે છે, તેઓ ચાર મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહ્યા છે, બે મેચ રમાઈ ચુકી છે, જેમા ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. સળગ બે મેચમાં હાર બાદ જ્યા ટીમ ઈન્ડિયા ઈન્દોરમાં ત્રીજી મેચ માટે તૈયારી કરી રહી છે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમને આ મેચ પૂર્વે એક મોટો ઝટકો લાગ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, સતત ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા બેટ્સમેન
07:17 AM Feb 21, 2023 IST
|
Vipul Pandya
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ હાલમાં ભારત પ્રવાસે છે, તેઓ ચાર મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહ્યા છે, બે મેચ રમાઈ ચુકી છે, જેમા ઓસ્ટ્રેલિયાને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. સળગ બે મેચમાં હાર બાદ જ્યા ટીમ ઈન્ડિયા ઈન્દોરમાં ત્રીજી મેચ માટે તૈયારી કરી રહી છે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમને આ મેચ પૂર્વે એક મોટો ઝટકો લાગ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, સતત ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા બેટ્સમેન ડેવિડ વોર્નર ટેસ્ટ સીરીઝથી બહાર થઇ ગયો છે.
ટીમને વધુ એક ઝટકો લાગ્યો
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ટીમના સૌથી તોફાની બેટ્સમેન ડેવિડ વોર્નર ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. દિલ્હીમાં રમાયેલી મેચ દરમિયાન ડેવિડ વોર્નર ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ડેવિડને ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મહ સિરાજના બે બોલ વાગ્યા હતા. એક બોલ વોર્નરના હાથમાં અને એક બોલ તેના માથામાં વાગ્યો હતો. માથા પર બોલ વાગવાથી વોર્નર દિલ્હી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો અને તેના સ્થાને મેથ્યુ રેનશોને કન્સશન રિપ્લેસમેન્ટ તરીકે લેવામાં આવ્યો હતો. હવે એવા અહેવાલ છે કે સિરાજનો બોલ વોર્નરના હાથમાં વાગવાને કારણે ઓપનરને હેરલાઇન ફ્રેક્ચર થયું છે, જેના કારણે તે આગામી બે ટેસ્ટ રમી શકશે નહીં. વોર્નર ભારત પ્રવાસમાંથી બહાર થયા બાદ સ્વદેશ પરત ફરશે. ટીમમાં ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ પહેલા જ ટીમમાંથી બહાર છે ત્યારે ડેવિડ વોર્નર પણ સીરીઝમાંથી બહાર થઇ જવાથી ટીમ વધુ એકવાર મુસિબતમાં મુકાઈ ગઇ છે.
ડેવિડ વોર્નરનું બેટ રહ્યું છે શાંત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની ત્રીજી ટેસ્ટ 1 માર્ચથી ઈન્દોરમાં રમાશે. પહેલા આ મેચ ધર્મશાલામાં યોજાવાની હતી, પરંતુ વચ્ચે તેને બદલીને ઈન્દોર કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ધર્મશાલા મેદાન હજુ ટેસ્ટની યજમાની માટે તૈયાર નથી. એટલા માટે ઉતાવળમાં સ્થળ બદલવામાં આવ્યું હતું. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ પરત ફર્યા છે. ત્રીજી ટેસ્ટમાં હજુ લગભગ એક સપ્તાહ બાકી છે. પેટ કમિન્સ પણ આમાં વાપસી કરી શકે છે. જો તે વાપસી નહીં કરે તો કેપ્ટનશિપની જવાબદારી કોણ સંભાળશે, તે પણ તેના માટે એક મોટો પ્રશ્ન હશે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ટીમની કમાન સ્ટીવ સ્મિથને આપવામાં આવી શકે છે. જોશ હેઝલવુડને હજુ સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી, તે પહેલા તે આઉટ થઈ ગયો. હવે ડેવિડ વોર્નરના રૂપમાં વધુ એક મોટો ફટકો પડ્યો છે. એ બીજી વાત છે કે ડેવિડ વોર્નરનું બેટ હજી ચાલ્યું નથી. તેણે અત્યાર સુધી ત્રણ ઇનિંગ્સ રમી છે. ડેવિડ વોર્નરે બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં બેટિંગની શરૂઆત કરી હતી, પરંતુ બીજી ઈનિંગ પહેલા તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો, તેથી તે બેટિંગ કરવા આવ્યો નહોતો.
કોણ કરશે ઓપનિંગ?
કહેવામાં આવી રહ્યું છે કે, વોર્નરની ગેરહાજરીમાં ટ્રેવિસ હેડ ઉસ્માન ખ્વાજા સાથે ઓપનિંગની જવાબદારી સંભાળશે અથવા તો ટીમ આ જવાબદારી કોઈ અન્યને આપી શકે છે. કારણ કે દિલ્હી ટેસ્ટ દરમિયાન પણ જ્યારે વોર્નર ઓપનિંગ કરવા આવ્યો ન હતો ત્યારે હેડ જ હતો જેણે ખ્વાજા સાથે ઓપનિંગ કર્યું હતું. આવી સ્થિતિમાં તેને આગામી બે મેચ માટે આ જવાબદારી મળી શકે છે. દિલ્હી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં ઓપનિંગ કરતી વખતે હેડે એક સમયે ભારતને ખૂબ દબાણમાં મૂક્યું હતું, પરંતુ ત્રીજા દિવસે તેની વિકેટ પડતાની સાથે જ કાંગારૂ ટીમ પત્તાની જેમ તૂટી પડી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઈટ અનુસાર, કોચે કહ્યું છે કે કોણીમાં હજુ પણ દુ:ખાવો છે અને અનિશ્ચિતતા હોવાથી ટીમ મેનેજમેન્ટ તેને ઉતારવાની કોઈ ઉતાવળમાં નથી. એવું પણ બહાર આવ્યું છે કે ભારત આવતા પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે હેડ આવી સ્થિતિમાં ઓપનર બનશે. જણાવી દઈએ કે હાલમાં ભારતીય ટીમ સિરીઝમાં 2-0થી આગળ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article