ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડીઓ ટીમમાંથી થયા બહાર
T20 વર્લ્ડ કપ 2022 ને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતમાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. શ્રેણીની પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. આ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ટીમ ભારત આવે તે પહેલા જ ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો હતો. ટીમમાં પસંદ કરાયેલા ત્રણ ખેલાડીઓ અચાનક ટીમની બહાર થઈ ગયા છે. કહેવાય છે કે આ તમામ ખેલાડà
T20 વર્લ્ડ કપ 2022 ને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતમાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. શ્રેણીની પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. આ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ટીમ ભારત આવે તે પહેલા જ ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો હતો.
ટીમમાં પસંદ કરાયેલા ત્રણ ખેલાડીઓ અચાનક ટીમની બહાર થઈ ગયા છે. કહેવાય છે કે આ તમામ ખેલાડીઓને હળવી ઈજાઓ છે અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા તેમના રિપ્લેસમેન્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને શરૂ થઈ રહેલા ICC T20 વર્લ્ડ કપ પહેલા યજમાન ટીમ કોઈ જોખમ લેવા માંગતી નથી. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયન ટીમના ત્રણ મહત્વના ખેલાડીઓ તેમના આગામી ભારતના પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે. એક રીતે આ ઓસ્ટ્રેલિયન ટીમની T20 વર્લ્ડ કપ 2022ની તૈયારીઓ પર ઝટકો લાગ્યો છે.
Advertisement
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ T20 મેચોની સીરીઝની પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરે રમાવાની છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ અને મિશેલ માર્શ આ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. અગાઉ, તમને યાદ હશે કે જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ઓપનર ડેવિડ વોર્નરને આરામ આપવામાં આવ્યો હતો, એટલે કે ઓસ્ટ્રેલિયાના ત્રણ સ્ટાર ખેલાડીઓ આ શ્રેણીમાં ટીમ સાથે નહીં હોય. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી કહેવામાં આવ્યું છે કે આ ત્રણ ખેલાડીઓના સ્થાને નાથન એલિસ, ડેનિયલ સેમ્સ અને સીન એબોટની પસંદગી કરવામાં આવી છે.
જે ખેલાડીઓ બહાર થઈ ગયા છે તેમને નાની-મોટી ઈજાઓ હોવાનું કહેવાય છે અને T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયન ટીમ આ પ્રકારનું જોખમ લેવાના મૂડમાં નથી.