Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્ટ્રેલિયાએ વનડે શ્રેણી માટે કરી ટીમની જાહેરાત, આ તોફાની ખેલાડીની થઇ વાપસી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. બે મેચ થઇ ચુકી અને બે મેચ હજુ બાકી છે. ત્યારબાદ વનડે શ્રેણીની શરૂઆત થશે, જે માટે ઓસ્ટ્રેલિયાએ ટીમની જાહેરાત કરી દીધી છે. પ્રથમ બે ટેસ્ટ હારનારી ઓસ્ટ્રેલિયન ટીમે ખેલાડીઓની વાપસી કરી છે. વનડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું નેતૃત્વ પેટ કમિન્સ કરશે. આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપના સંદર્ભમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે આ શ્રેણી ખૂà
ઓસ્ટ્રેલિયાએ વનડે શ્રેણી માટે કરી ટીમની જાહેરાત  આ તોફાની ખેલાડીની થઇ વાપસી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. બે મેચ થઇ ચુકી અને બે મેચ હજુ બાકી છે. ત્યારબાદ વનડે શ્રેણીની શરૂઆત થશે, જે માટે ઓસ્ટ્રેલિયાએ ટીમની જાહેરાત કરી દીધી છે. પ્રથમ બે ટેસ્ટ હારનારી ઓસ્ટ્રેલિયન ટીમે ખેલાડીઓની વાપસી કરી છે. વનડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું નેતૃત્વ પેટ કમિન્સ કરશે. આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપના સંદર્ભમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી પહેલા જ થઈ ગઈ છે.
ODI શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત
ઓસ્ટ્રેલિયાએ ભારતના પ્રવાસ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રમાનારી ODI શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. ત્રણ વનડે સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમે એવા ઘણા ખેલાડીઓને પરત કર્યા છે, જેઓ ઈજાના કારણે લાંબા સમયથી બહાર હતા. આ ટીમમાં ગ્લેન મેક્સવેલ, મિશેલ માર્શ અને જ્યે રિચર્ડસનની વાપસી થઈ છે. વળી ટીમની કમાન પેટ કમિન્સના હાથમાં છે. આ સાથે જ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી બે મેચ છોડીને સ્વદેશ પરત ફરેલા ડેવિડ વોર્નરનું નામ પણ ટીમમાં સામેલ છે. આ ખેલાડીઓ ODI વર્લ્ડ કપ પહેલા ઑસ્ટ્રેલિયાના બહુ-અપેક્ષિત ODI પ્રવાસ માટે ઇજાઓમાંથી પાછા ફરશે. ગુરુવારે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણી માટે 16 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી હતી. આ સિરીઝ 17 માર્ચથી શરૂ થશે. મેક્સવેલ પગ અને માર્શની ઈજાને કારણે આખી બિગ બેશ લીગ ચૂકી ગયો હતો. જ્યારે રિચાર્ડસન બ્રિસ્બેન હીટ સામેની પર્થ સ્કોર્ચર્સની ફાઇનલમાં હેમસ્ટ્રિંગના તાણને કારણે બહાર થઈ ગયો હતો.
Advertisement

મેક્સવેલ સહિત આ ખેલાડીઓની વાપસી
ટેસ્ટ શ્રેણી બાદ ભારતે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. આ શ્રેણી માટે બંને ટીમોની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ ODI શ્રેણી માટે ઘણા દિગ્ગજ ખેલાડીઓને સામેલ કર્યા છે. ઈજાના કારણે છેલ્લા 4 મહિનાથી ટીમથી દૂર રહેલા ખતરનાક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ આ શ્રેણીમાં વાપસી કરી રહ્યા છે. મેક્સવેલ ઉપરાંત મિચેલ માર્શ અને જ્યે રિચર્ડસન પણ ટીમમાં પરત ફર્યા છે.

ભારતીય ટીમની અંતિમ બે ટેસ્ટ અને ODI શ્રેણી માટે ટીમની જાહેરાત
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝ માટે ભારતીય ટીમની (IND vs AUS) પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ટેસ્ટ શ્રેણીની સમાપ્તિ પછી, બંને ટીમો વચ્ચે 17 માર્ચથી વનડે શ્રેણી શરૂ થશે. 3 મેચની શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં રમી શકશે નહીં. BCCIએ જણાવ્યું કે, રોહિત પારિવારિક કારણોસર સિરીઝની પ્રથમ મેચ રમી શકશે નહીં. તેની જગ્યાએ હાર્દિક પંડ્યા કેપ્ટન હશે. આ સાથે BCCI એ અંતિમ બે ટેસ્ટ માટે પણ ટીમની જાહેરાત કરી છે.
Advertisement




વર્લ્ડ કપની તૈયારી
પસંદગીકારોના અધ્યક્ષ જ્યોર્જ બેઇલીએ એક નિવેદનમાં કહ્યું: “વર્લ્ડ કપને સાત મહિના બાકી છે, ભારતમાં આ મેચો અમારી તૈયારીમાં એક મહત્વપૂર્ણ પગલું છે. “ગ્લેન, મિશેલ અને ઝાય બધા મહત્વપૂર્ણ ખેલાડીઓ છે. અમને લાગે છે કે આ ટીમ ઓક્ટોબરમાં જોવા મળી શકે છે. વિકેટકીપર જોશ ઈંગ્લિસ અને ઝડપી બોલર સીન એબોટની સાથે ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ અને કેમેરોન ગ્રીનને પણ ODI ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.