Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓસ્ટ્રેલિયા 263 રનમાં ઓલઆઉટ, શમીની 4 વિકેટ

દિલ્હી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 263 રનમાં સમેટાઈ ગયો છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત રવિ અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને 3-3 સફળતા મળી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 81 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે જ પીટર હેન્ડ્સકોમ્બે અણનમ 72 રનની મહત્વપૂર્àª
11:12 AM Feb 17, 2023 IST | Vipul Pandya

દિલ્હી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 263 રનમાં સમેટાઈ ગયો છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત રવિ અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને 3-3 સફળતા મળી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 81 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે જ પીટર હેન્ડ્સકોમ્બે અણનમ 72 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

ખ્વાજાએ સ્પિનરોને મજબૂતીથી રમ્યા
ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નરે (15) પ્રથમ વિકેટ માટે 50 રન જોડીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. ખ્વાજા વધુ આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી રહ્યો હતો અને તેનું ફૂટવર્ક પણ સારું હતું પરંતુ વોર્નરે સંઘર્ષ કર્યો. મોહમ્મદ સિરાજે તેને તેના પહેલા સ્પેલમાં ખૂબ જ પરેશાન કર્યા હતા. તેનો બોલ વોર્નરની કોણી અને હેલ્મેટ પર પણ વાગ્યો હતો. સિરાજે એક રીતે સ્ટેજ ગોઠવી દીધું હતું અને આવી સ્થિતિમાં રોહિત શર્માએ ફરીથી બીજા છેડેથી શમીને બોલ સોંપ્યો હતો. ત્યાર બાદ શમીએ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તેનો કોણીય બોલ વોર્નરના બેટની કિનારી લઈને વિકેટકીપર કોના ભરતના ગ્લોવ્સમાં ગયો.

સ્મિથ-લાબુશેન 3 બોલમાં આઉટ થયા 
ખ્વાજાએ અશ્વિન અને રવિન્દ્ર જાડેજા સામે વળતો મુકાબલો કર્યો હતો. જોકે અશ્વિને માર્નસ લબુશેન (18)ને આઉટ કરીને ભારતને બીજી સફળતા મેળવી. એક બોલ બાદ સ્ટીવ સ્મિથ ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ દિવસના પ્રથમ અને બીજા સેશનમાં 3-3 વિકેટ ગુમાવી દીધી હતી. બીજા સેશનમાં મોહમ્મદ શમીએ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. શ્રેણીમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા ટ્રેવિસ હેડ (12)એ તેના બોલ પર બીજી સ્લિપમાં ઉભેલા રાહુલને કેચ આપ્યો હતો.
રાહુલનો મેચનો બીજો કેચ શાનદાર રહ્યો, તેણે ખ્વાજા (125 બોલમાં 81 રન)ને પેવેલિયન પરત કર્યો. આ સત્રનો ટર્નિંગ પોઈન્ટ હતો. મેદાનની બંને બાજુએ સારી રીતે શોટ રમતા, ખ્વાજાએ ઈનિંગની 46મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાને રિવર્સ-સ્વીપ કર્યો, પરંતુ રાહુલે તેને એક હાથે એક શાનદાર કેચ લઈને ચાલતા કરાવ્યો. એલેક્સ કેરી (0) બીજા સેશનમાં આઉટ થનાર ત્રીજો બેટ્સમેન હતો. તેણે રવિચંદ્રન અશ્વિનની બોલ પર પ્રથમ સ્લિપમાં ઉભેલા વિરાટ કોહલીને કેચ આઉટ કરાવ્યો.
હેન્ડ્સકોમ્બે એક છેડો સંભાળ્યો હતો 
168ના સ્કોર પર છઠ્ઠી વિકેટ પડ્યા બાદ પીટર હેન્ડ્સકોમ્બને કેપ્ટન પેટ કમિન્સનો સાથ મળ્યો હતો. બંનેએ સાથે મળીને ટીમને 200 રનથી આગળ પહોંચાડી હતી. આ દરમિયાન હેન્ડ્સકોમ્બે તેની ફિફ્ટી પૂરી કરી. કમિન્સ (33)ને આઉટ કરીને રવિન્દ્ર જાડેજાએ 59 રનની ભાગીદારી તોડી હતી. આ જ ઓવરમાં તેણે ટોડ મર્ફીને પણ આઉટ કર્યો હતો. નાથન લિયોન 10 રન બનાવીને શમીના હાથે બોલ્ડ થયો હતો. મોહમ્મદ શમીએ કુહનમેનને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાનો દાવ સમેટી લીધો હતો. હેન્ડ્સકોમ્બ 72 રને અણનમ રહ્યો હતો. શમી ઉપરાંત અશ્વિન અને જાડેજાને 3-3 વિકેટ મળી હતી.
આપણ  વાંચો- KL Rahulનો કમાલ, હવામાં ઉડ્યો અને એક હાથે કેચ પકડ્યો, જુઓ video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Border-GavaskarTrophyCricketDelhiTestliveGujaratFirstINDvsAUSindvsaus2ndtestMohammedShamiSports
Next Article