શેરબજારમાં મંગળમય શરુઆત,જાણો સેન્સેક્સમાં કેટલો ઉછાળો
ભારતીય શેરબજાર (stock market) માટે મંગળવારનો દિવસ ખૂબ જ શુભ રહ્યો છે. વિશ્વભરના શેરબજારોમાં આવેલી તેજીના કારણે ભારતીય શેરબજારમાં સવારથી જ તેજી રહી હતી. રોકાણકારોની ખરીદીને કારણે મુંબઈ સ્ટોક એક્સચેન્જ (Mumbai Stock Exchange)નો ઈન્ડેક્સ સેન્સેક્સ (Sensex) ટ્રેડિંગના અંતે 1276 પોઈન્ટના વધારા સાથે 58,065 પર બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 386 પોઈન્ટના ઉછાળા સાથે 17,274 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હàª
10:37 AM Oct 04, 2022 IST
|
Vipul Pandya
ભારતીય શેરબજાર (stock market) માટે મંગળવારનો દિવસ ખૂબ જ શુભ રહ્યો છે. વિશ્વભરના શેરબજારોમાં આવેલી તેજીના કારણે ભારતીય શેરબજારમાં સવારથી જ તેજી રહી હતી. રોકાણકારોની ખરીદીને કારણે મુંબઈ સ્ટોક એક્સચેન્જ (Mumbai Stock Exchange)નો ઈન્ડેક્સ સેન્સેક્સ (Sensex) ટ્રેડિંગના અંતે 1276 પોઈન્ટના વધારા સાથે 58,065 પર બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 386 પોઈન્ટના ઉછાળા સાથે 17,274 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ 58,000 અને નિફ્ટી 17,000ને પાર કરવામાં સફળ રહ્યો છે. બુધવારે દશમીના તહેવારને કારણે સ્ટોક એક્સચેન્જ બંધ રહેશે.
શેરબજારે શાનદાર પુનરાગમન
ગઈકાલના મોટા ઘટાડા બાદ આજે શેરબજારે શાનદાર પુનરાગમન કર્યું હતું. અને આજના ટ્રેડિંગ સેશનમાં તમામ સેક્ટરના શેરો જોરદાર તેજી સાથે બંધ થયા હતા. બેન્ક નિફ્ટી 2.84 ટકા એટલે કે 1080 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2.87 ટકા, નિફ્ટી એફએમસીજી 1.86 ટકા વધીને બંધ થયા છે. ઓટો, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 48 શેર વધ્યા હતા અને 2 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેરોમાં ખરીદી હતી જ્યારે 2 શેર ઘટીને બંધ રહ્યા હતા.
આજે વધતો સ્ટોકનો ભાવ
આજે જે શેરો ઉપર હતા તે જોઈએ તો ઈન્ડસઈન્ડ બેન્ક 5.29 ટકા, બજાજ ફાઈનાન્સ 4.23 ટકા, TCL 3.58 ટકા, બજાજ ફિનસર્વ 3.37 ટકા, HDFC 2.96 ટકા, ટાટા સ્ટીલ 2.90 ટકા.
ઘટી રહેલા શેરો
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ 1.76 ટકા, પાવર ગ્રીડ 1.11 ટકા, પીવીઆર 0.94 ટકા, ગુજરાત ગેસ 0.73 ટકા, મેરિકો 0.64 ટકા, ડાબર ઈન્ડિયા 0.60 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
Next Article