Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઔડાની ઓનલાઈન સિસ્ટમ ODPSદોઢ મહિનાથી મરણ પથારીએ, ડેવલોપર્સ મોટી હાલાકીમાં મુકાયા

ઓનલાઇન સિસ્ટમના દાવા કરતી સરકાર ના દાવા પોકળ સાબિત થયા,ઔડામાં પ્લાન સબમીશન, રજા ચિઠ્ઠી, ઓનલાઈન પ્રોગ્રેસ રિપોર્ટ સબમીશન જેવી તમામ પ્રક્રિયા ઓનલાઇન સિસ્ટમ odps ઠપ્પ થતા સર્જાઈ મોટી સમસ્યા છેલ્લા દોઢ મહિનાથી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની ODPS ઓનલાઈન સિસ્ટમ ઠપ્પ થતા અઢીસો જેટલી ફાઈલોની  પ્રોસેસિંગ પ્રક્રિયા અટકી પડી છે. અને અનેક ડેવલોપર્સ મોટી હાલાકીમાં મુકાયા છે. છેલ્લા દોઢ àª
ઔડાની ઓનલાઈન સિસ્ટમ odpsદોઢ મહિનાથી મરણ પથારીએ  ડેવલોપર્સ મોટી હાલાકીમાં મુકાયા
ઓનલાઇન સિસ્ટમના દાવા કરતી સરકાર ના દાવા પોકળ સાબિત થયા,ઔડામાં પ્લાન સબમીશન, રજા ચિઠ્ઠી, ઓનલાઈન પ્રોગ્રેસ રિપોર્ટ સબમીશન જેવી તમામ પ્રક્રિયા ઓનલાઇન સિસ્ટમ odps ઠપ્પ થતા સર્જાઈ મોટી સમસ્યા છેલ્લા દોઢ મહિનાથી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની ODPS ઓનલાઈન સિસ્ટમ ઠપ્પ થતા અઢીસો જેટલી ફાઈલોની  પ્રોસેસિંગ પ્રક્રિયા અટકી પડી છે. અને અનેક ડેવલોપર્સ મોટી હાલાકીમાં મુકાયા છે. 
છેલ્લા દોઢ મહિના જેટલો સમય થવા આવ્યો છે
23- 11- 2022 ના રોજ થી સર્વર સદંતર બંધ, પ્લાન સબમીશન, રજા ચિઠ્ઠી થી લઈને, બીયુ પરમિશનની તમામ પ્રક્રિયા ODPS ઓનલાઈન સિસ્ટમથી જ સબમિટ થતી હોય છે. ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રેસિડેન્ટ તેજસભાઈ જોશી જણાવે છે કે છેલ્લા દોઢ મહિના જેટલો સમય થવા આવ્યો છે સદંતર સિસ્ટમ ઠપ હોવાથી કોઈ પ્રોજેક્ટ આગળ વધી શક્યા નથી તમામ પ્રોજેક્ટ રોકાઈ ગયા છે ઉપરાંત તેના કારણે રેરાના કમ્પ્લેનસીસ સમય મર્યાદામાં પુરા કરવાના હોય છે તે પણ દોઢ મહિનાથી તમામ પ્રોજેક્ટ ઠપ્પ છે. અવારનવાર ગાંધીનગરમાં રજૂઆત કરાઈ પરંતુ હજુ નિવેડો આવ્યો નથી. છેલ્લા દોઢ મહિનાથી સર્વર કામ ન કરતા ડેવલોપર્સ ભારે પરેશાની માં મુકાયા છે અને મેન્યુઅલી કામનો પણ કોઈ વિકલ્પ નથી.

ઔડાના અધિકારીઓ પણ આ મુદ્દે મૌન સેવી રહ્યા છે 
પરિણામે કહી શકાય કે ઓનલાઇન સર્વર એટલે કે ઔડા નું સર્વર બીમાર હોવાથી બિલ્ડરોને ભારે કનડગત અને મોટું નુકસાન થઈ રહ્યું છે. ઔડાના અધિકારીઓ પણ આ મુદ્દે મૌન સેવી રહ્યા છે કંઈ કહેવા તૈયાર નથી અને મળતી માહિતી મુજબ છેલ્લા દોઢ મહિનાથી જે આઈ ટી કંપની ઔડા નું સર્વર હેન્ડલ કરી રહી છે તેમાં મોટી એરર સર્જાતા સમગ્ર સિસ્ટમ મરી પરવારી છે. ઔડાની સર્વર સિસ્ટમ દોઢ મહિનાથી ઠપ્પ તો બીજી તરફ ઔડા પાસે તેનો કોઈ વિકલ્પ, પ્લાન્ટ બી પણ નથી જેના કારણે શહેરી વિકાસ સત્તા મંડળ જેની જવાબદારી શહેરના વિકાસની છે ત્યારે તમામ ડેવલોપર્સ નો વિકાસ હાલ અટકી ગયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.