બીચ પર સહેલાણીઓની મદદ કરવા માટે એટીવી ગાડી તૈયાર,શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની
સુરત શહેરના હજીરા રોડ નજીક આવેલા સુવાલી બીચ ને વિકાસાવવા માટે ડેવલોપમેન્ટ યોજના જાહેર કરવામાં આવી હતી અને આ યોજના માત્ર અને માત્ર કાગળ પર જ દેખાય છે જેના કારણે સુવાલી બીચ પર ગુજરાતનો સૌથી ડેન્જર બીચ ઓળખવામાં આવે છે આ બીજ પર છેલ્લા 22 વર્ષ દરમિયાન દરિયામાં સહેલાણી નાહવા પડેલા 77 જેટલા માંથી માત્ર 15 જણને બચાવ્યા છે અને જેમાં 42 સહેલાણી કરુણા મોત નીપજ્યા છે આવી ઘટના અટકાવવા માટે ભગીરથ àª
સુરત શહેરના હજીરા રોડ નજીક આવેલા સુવાલી બીચ ને વિકાસાવવા માટે ડેવલોપમેન્ટ યોજના જાહેર કરવામાં આવી હતી અને આ યોજના માત્ર અને માત્ર કાગળ પર જ દેખાય છે જેના કારણે સુવાલી બીચ પર ગુજરાતનો સૌથી ડેન્જર બીચ ઓળખવામાં આવે છે આ બીજ પર છેલ્લા 22 વર્ષ દરમિયાન દરિયામાં સહેલાણી નાહવા પડેલા 77 જેટલા માંથી માત્ર 15 જણને બચાવ્યા છે અને જેમાં 42 સહેલાણી કરુણા મોત નીપજ્યા છે આવી ઘટના અટકાવવા માટે ભગીરથ પ્રયાસ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમાર અને નાયબ પોલીસ કમિશનર હર્ષદ મહેતા કર્યો આખરે બન્ને ની મહેનત રંગ લાવી અને સુવાલી બીચ ખાતે ભીની રેતીમાં આસાન રીતે દોડી શકે એવી પેટ્રોલિંગ એટીવી ગાડી પ્રાઇવેટ કંપનીના માધ્યમથી આપવામાં આવી છે .
પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા સુવાલી બીચ પર સહેલાણીઓ નજર રાખવા માટે અને મદદ કરવા માટે વિશેષ પેટ્રોલિંગ કરી શકે એવી એટીવી ગાડીને હજીરા પોલીસ મથક માં આવે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય તેવી જાણકારી મળી છે ,આગામી દિવસમાં સુવાલીના બીચ પર સહેલાણીઓ સુરક્ષા અને મદદ કરવા માટે પેટ્રોલિંગ કરતી એટીવી ગાડી શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે
આખા ગુજરાતમાં અત્યંત તોફાની બીચ તરીકે ઓળખાતો સુરત નજીક આવેલા હજીરા પોલીસ સ્ટેશનની હદમાં સુવાલી બીચ ને સહેલાણીઓ ઓળખાવી રહ્યો છે જેમાં છેલ્લા ૨૨ વર્ષનો ઇતિહાસ જોવામાં આવે તો 13 થી વધુ ઘટનાઓ ત્યાં બની છે જેમાં 22 વર્ષમાં 77 સહેલાણીઓ નાહવા પડ્યા હતા અને 15 જેટલા સહેલાણીઓ ભાગ્યશાળી રહ્યા હતા જેને બચાવવામાં આવ્યા છે જ્યારે ૪૨ સહેલાણીઓ ના મોત નીપજ્યા હતા થોડા સમય પહેલા પણ સુવાલી બીચ પર ચાર સહેલાણીઓ મોત નીપજ્યા હતા અને એક સહેલાણી બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં તે સમયે સુરત શહેરના નાયબ પોલીસ કમિશનર તરીકે હર્ષદ મહેતા ત્યાંની ભૌતોલિક રચનાથી વાફેક થયા હતા. આવી ઘટનાને અટકાવવા માટે તેમને પબ્લિક ના સહાયથી વિશ્વના દેશો પર પેટ્રોલિંગ કરતી એટીવી ગાડીની શોધ શરૂ કરી હતી.
2017માં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 1 કરોડની ગ્રાન્ટ પાસ કરી હતી
સુવાલીનો ઇતિહાસ પણ ગુજરાતમાં સહેલાણીઓ નવો નથી આ બીચ ને વિકસાવવા માટે અને તેના વિકાસ માટે 2017માં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 1 કરોડની ગ્રાન્ટ પાસ કરી હતી પરંતુ આ વિકાસ માત્ર કાગળ પર જ જોવા મળ્યો હતો. ત્યારબાદ બીચ પર સહેલાણીઓ સાથે અવર નવર ઘટના બનતી થઈ હતી અને સહેલાણીઓ ડૂબી જતા હતા સ્થાનિક પ્રશાસન સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા ઘટના અટકાવવા માટે સહેલાણીઓ દરિયામાં નાહવા ન પડવા માટેના બેનર પણ માર્યા હતા.છતાં પણ સહેલાણીઓ પોતાના જીવના જોખમે દરિયાની અંદર જતા રહેતા હતા સહેલાણીઓના કારણે ગંભીર દુર્ઘટના થતી હતી. સુવાલી બીચ નો દરિયો અત્યંત સપાટ દેખાતો હોય છે પરંતુ વચ્ચેના ભાગમાં બીચ સી લેવલથી ઊંચું હોય છે જેના કારણે આજુબાજુ માંથી પાણી દરિયાનું ભરાઈ જતું હોય છે ત્યારબાદ બીચ પર ભરાવાનું શરૂ થાય છે જેના કારણે સહેલાણીઓ ડૂબી જવાની ઘટના બને છે
પોલીસ કમિશનર હર્ષદ મહેતા સાથે સંવાદ કર્યો હતો
શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર આવી ઘટના ન બને એ માટેની વિશેષ કાળજી લીધી હતી તેમને નાયબ પોલીસ કમિશનર હર્ષદ મહેતા સાથે સંવાદ કર્યો હતો અને સહેલાણીઓ ની ઘટના અટકાવવા માટેના અને મદદ કરવા માટે કયા કયા પ્રયાસ હાથ ધરવામાં આવે તેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી જેમાં શહેરીજનોને દરિયામાં જતા અટકાવવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા જે માટે બીચ પર ભીની રેતીમાં ઝડપી પેટ્રોલિંગ કરી શકે એવી પબ્લિક દ્વારા એ ટીવી ગાડી બનાવવામાં આવી હતી જેનાથી પેટ્રોલિંગ ઝડપી અને પાણીમાં એટલે કે દરિયામાં ડૂબવા કોઈ સહેલાણી ને બચાવવામાં પણ મદદરૂપ થઈ શકે છે તેની સુરક્ષા ને લઈને પણ એ ટીવી ગાડી વધારે સારી ઝડપે દોડી શકે છે પોલીસ કમિશનરના આ ભગીરથ કાર્યમાં હર્ષદ મહેતાએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને આખરે છેલ્લા એક મહિના થઈ એટીવી ગાડી તૈયાર થઈને હજીરા પોલીસ સ્ટેશનમાં આવી ગઈ છે પરંતુ ઇલેક્શન ના કારણે તેનું મુરત કરવામાં આવ્યું ન હતું
બીચ પર એટીવી ગાડી સુરતના સુવાલી બીચ પર સહેલાણીઓ વચ્ચે દોડતી દેખાશે
પરંતુ હવે 31મી ડિસેમ્બરના પહેલા કે પછી ઉત્તરાયણ બાદ આખા ગુજરાતમાં પ્રથમ વખત કોઈ બીચ પર એટીવી ગાડી સુરતના સુવાલી બીચ પર સહેલાણીઓ વચ્ચે દોડતી દેખાશે જેને જોવા માટે સહેલાણીઓ હવે સુવાલી બીચ સુધી જશે અને આ એટીવી ગાડી બનાવવા માટે ખાનગી કંપનીના તરફથી ભરપૂર સહયોગ કરવામાં આવ્યું હતું અને એનું મોડીફીકેશન પણ કરવામાં આવ્યું છે જેથી કરીને દરિયાના પાણીમાં કોઈ સહેલાણીઓ ડૂબતું ત્યારે બચાવવા માટે અત્યંત ઉપયોગી બની શકે છે. બીચ પર એટીવી ગાડી દ્વારા પેટ્રોલિંગ કરીને એલનાઉન્સમેન્ટ પણ કરી શકે છે તેનું ઉદ્ઘાટન શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા કરવામાં આવે એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે ઉલ્લેખનીય બાબત એ છે કે આખા ગુજરાત માત્ર સુરત શહેરના સુવાલી બીચ પર જ એટીવી ગાડી હાલ જોવા મળશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement