ATSએસનું ઓપરેશન પેપર લીક,15 આરોપીઓને દબોચ્યા
રાજ્યમાં વધુ એક વખત જૂનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આ બાબતે પોલીસે અગાઉ એક યુવકની ધરપકડ કરી છે, જેની પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. ત્યારે ચાર દિવસથી ATSની ટીમ પુરાવા એકત્રિત કરી રહી હતી જેમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં કાર્યરત હતી ત્યારે ATSà
10:20 AM Jan 29, 2023 IST
|
Vipul Pandya
રાજ્યમાં વધુ એક વખત જૂનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આ બાબતે પોલીસે અગાઉ એક યુવકની ધરપકડ કરી છે, જેની પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ રખાતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. ત્યારે ચાર દિવસથી ATSની ટીમ પુરાવા એકત્રિત કરી રહી હતી જેમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં કાર્યરત હતી ત્યારે ATSની ટીમ ટેક્નિકલ સર્વેલન્સથી નજર સતત રખાઈ રહી હતી.
ગુજરાત ATSનું સફળ ઓપરેશન
28 જાન્યુઆરીની મોડી રાત્રે ATSને માહિતી મળી હતી.કે સાંજેવડોદરાની હોટલમાં આરોપીઓ મળવાના બાતમી હોવાની હતી ત્યારે સ્થાનિક પોલીસને સાથે રાખીને ઓપરેશન ATSએ હાથ ધર્યું તપાસ કરતા આરોપીઓ પાસેથી પેપરના કટિંગ મળી આવ્યાં હતા ત્યારે ATSએ ભરતી બોર્ડ સાથે સંકલન કરીને પેપરની ખરાઈ કર્યા બાદ પેપર લિંક થયું થયું હોવાનું સામે આવ્યું છે.
10 આરોપી ગુજરાત બહારના મુખ્યની ધરપકડ કરાઇ
ત્યારે બીજી તરફ 28 જાન્યુઆરીની રાત્રે 2.30 કલાકે આરોપીઓની અટકાયત કરાઈ હતી આ પેપર લીક કૌભાંડની ગૃહ વિભાગ અને મુખ્યમંત્રીને જાણ કરાઈ કરી હતી. 29 જાન્યુઆરીની વહેલી સવારે પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. ત્યારે ગુજરાત ATSએ નોંધી ફરિયાદના આધારે અત્યાર સુધીમાં 15 આરોપીની ધરપકડ કરી અને 5 આરોપી ગુજરાત વતની અને 10 આરોપી ગુજરાત બહારના મુખ્ય બે આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.
ભાસ્કર ચૌધરી 2019માં પકાડાયા હતી
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા ક્લાસિસ સાથે સંકળાયેલા આરોપી છે ત્યારે આ પેપર હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું ત્યારે આ પરેપર આરોપી પ્રદીપ નાયક હૈદરાબાદથી લાવ્યો હતો અને વડોદરા સેન્ટર પર જવાબ બતાવવાના હતા ત્યારે આ પેપર કાંડમાં મુખ્ય આરોપી પ્રદીપ નાયક અને કેતન બારોટ નામનો આરોપી અમદાવાદનો રહેવાસી આરોપી કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી 2019માં પકાડાયા હતા ત્યારે વર્ષ 2019માં CBIએ આરોપી કેતન અને ભાસ્કરને પકડ્યા હતા અને તપાસ ટીમમાં 3 DYSP, 9 PI અને 16 PSI સહિત ટેક્નિકલ PSI પણ સામેલ ગુજરાત ATSએ અલગ અલગ ટીમોને ગુજરાત બહાર રવાના કરી હતી અને ઝારખંડ, ઓડિશા અને હૈદરાબાદમાં તપાસ માટે ટીમ મોકલાઈ હતી.
ગુજરાત યુનિવર્સિટીમાં પણ CCCની પરીક્ષા મોકૂફ રખાઇ
ત્યારે વધુ એકવાર ગુજરાત યુનિવર્સિટીમાં પણ CCCની પરીક્ષા યોજવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે. આજે યોજાવનારી CCCની પરીક્ષા પાંચ ફેબ્રુઆરીના રોજ યોજાશે. મળતી માહિતી મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં આવતી ઇલેક્ટ્રિસિટીની અંદર શોર્ટ સર્કિટ થતા સમગ્ર યુનિવર્સિટીની ઇલેક્ટ્રિસિટી બંધ થઈ ગઈ છે. જેના કારણે કોમ્પ્યુટર ચાલી શકે તેમ નથી માટે આજે યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને પરીક્ષા આપનાર ઉમેદવારોને સવારે જ જાણ કરી દેવામાં આવી હતી.
આપણ વાંચો-
Next Article