Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હીમાં IAS અધિકારી કૂતરાને ફેરવી શકે માટે ખેલાડીઓને સ્ટેડિયમમાંથી કાઢ્યા, વિવાદ બાદ જાગી સરકાર

રાજધાની દિલ્હીમાં એક IAS અધિકારીની મનમાનીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અધિકારી પોતાના કૂતરાને ફેરવી શકે તે માટે ખેલાડીઓ અને કોચને સમય કરતા પહેલા સ્ટેડિયમમાંથી કાઢી મુકવામાં આવે છે. જેની અસર તેમની ટ્રેનિંગ પર પડે છે. આ પ્રકારની ફરિયાદ સામે આવતા અને વિવાદ વધતા દિલ્હી સરકાર જાગી છે. દિલ્હીમાં આવેલા ત્યાગરાજ સ્ટેડિયમની આ વાત છે. આ સ્ટેડિયમ દિલ્હી સરકાર દ્વારા સંચાલિત છે, જ્યાં ખેલાàª
07:37 AM May 26, 2022 IST | Vipul Pandya
રાજધાની દિલ્હીમાં એક IAS અધિકારીની મનમાનીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અધિકારી પોતાના કૂતરાને ફેરવી શકે તે માટે ખેલાડીઓ અને કોચને સમય કરતા પહેલા સ્ટેડિયમમાંથી કાઢી મુકવામાં આવે છે. જેની અસર તેમની ટ્રેનિંગ પર પડે છે. આ પ્રકારની ફરિયાદ સામે આવતા અને વિવાદ વધતા દિલ્હી સરકાર જાગી છે. દિલ્હીમાં આવેલા ત્યાગરાજ સ્ટેડિયમની આ વાત છે. આ સ્ટેડિયમ દિલ્હી સરકાર દ્વારા સંચાલિત છે, જ્યાં ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા હોય છે.
દિલ્હીના મુખ્ય સચિવ પર આરોપ
દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમની અંદર પ્રેક્ટિસ કરતા એથલીટ અને કોચ દ્વારા એક આઇએએસ અધિકારી પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ખેલાડીઓ  અને કોચનું કહેવું છે કે સાંજે 7 વાગ્યા પહેલા તેમને સ્ટેડિયમ ખાલી કરવા માટે કહેવામાં આવે છે, જેના કારણે પ્રેક્ટિસ પુરી નથી થઇ શકતી અને તેમની ટ્રેનિંગ પર અસર પડે છે. ખેલાડીઓના જણાવ્યા પ્રમાણે સ્ટેડિયમ ખાલી કરાવવા માટેનું જે કારણ છે તે વાહિયાત છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દિલ્હીના મુખ્ય સચિવ સંજીવ ખિરવાર પોતાના કૂતરા સાથે ચાલવા માટે અહીં આવે છે. તેઓ દરરોજ 7:30 વાગ્યે સ્ટેડિયમમાં આવે છે. જેથી 7 વાગ્યા પહેલા સ્ટેડિયમ ખાલી કરાવી દેવામાં આવે છે.
કોચે શું આરોપ લગાવ્યો?
એક કોચે કહ્યું કે અમે પહેલા રાત્રે 8-8.30 વાગ્યા સુધી ટ્રેનિંગ લેતા હતા. પરંતુ હવે અમને સાંજે 7 વાગ્યા સુધીમાં મેદાન છોડી દેવાનું કહેવામાં આવે છે જેથી અધિકારીઓ તેમના કૂતરાઓને ફીલ્ડ પર લઈ જઈ શકે. જેના કારણે અમારી ટ્રેનિંગ અને પ્રેક્ટિસનું રૂટિન ખોરવાઈ ગયું છે. સંજીવ ખિરવાર 1994 બેચના IAS અધિકારી છે. પોતાના પર લાગેલા આરોપોને તેમણે સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે સ્વીકાર્યું કે તેઓ ક્યારેક કૂતરાને ફરવા લઈ જાય છે, પરંતુ એ વાતનો ઈન્કાર કર્યો હતો કે તેનાથી ખેલાડીઓની પ્રેક્ટિસમાં અવરોધ ઊભો થાય છે.
જો કે મીડિયા રિપોર્ટસ પ્રમાણે ગત મંગળવારે સંજીવ ખિરવર સાંજે 7:30 આસપાસ પોતાના કૂતરા સાથે સ્ટેડિયમની અંદર જોવા પણ મળ્યા હતા. તેમને કૂતરો રેસિંગ ટ્રેક, ફૂટબોલ ફિલ્ડ પર ફરતો હતો જેને સિક્યુરીટી ગાર્ડ પમ નહોતા રોકતા. અન્ય એક એહવાલ પ્રમાણે ગત અઠવાડીયામાં ત્રણ દિવસ સાંજે 6:30 વાગ્યે ગાર્ડ સ્ટેડિયમ ખાલી કરતા દેખાયા હતા.
વિવાદ બાદ દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય
સાંજે 7 વાગ્યા પછી સ્ટેડિયમમાં ખેલાડીઓની નો-એન્ટ્રી મુદ્દે દિલ્હી સરકાર એક્શનમાં આવી છે. આ અંગે વિવાદ વધતા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, સમાચારના અહેવાલો પરથી અમારા ધ્યાન પર આવ્યું છે કે કેટલીક રમતગમત સુવિધાઓ વહેલી બંધ કરવામાં આવી રહી છે જેના કારણે મોડી રાત સુધી પ્રેક્ટિસ કરવા માંગતા ખેલાડીઓને અસુવિધા થાય છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકારની તમામ રમતગમત સુવિધાઓ ખેલાડીઓ માટે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્દેશ આપ્યો છે
Tags :
athletesDelhiGujaratFirstIASOfficerSanjeevKhirwarTyagrajStadiumwalkswiththedogત્યાગરાજસ્ટેડિયમદિલ્હીસંજીવખિરવાર
Next Article