Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

53 વર્ષની ઉંમરે અજય દેવગને કરી બાળકો જેવી હરકત, વિડીયો જોઈને હસી પડશો

બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન ઘણીવાર ફિલ્મોમાં ગંભીર ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મો સિવાય તે અંગત જીવનમાં પણ શાંત અને ગંભીર લાગે છે. પરંતુ તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે અજયનો સ્વભાવ બિલકુલ એવો નથી. તે ઘણીવાર ફિલ્મોના સેટ પર તેના સહ-અભિનેતાઓની ટીખળ કરે છે, જેનો ઉલ્લેખ ઘણા ફિલ્મ સ્ટાર્સે ઘણા ઇન્ટરવ્યુમાં કર્યો છે. આ દરમિયાન તેનો એક વિડીયો સામે આવ્યો છે àª
53 વર્ષની ઉંમરે અજય દેવગને કરી બાળકો જેવી હરકત  વિડીયો જોઈને હસી પડશો
બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન ઘણીવાર ફિલ્મોમાં ગંભીર ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મો સિવાય તે અંગત જીવનમાં પણ શાંત અને ગંભીર લાગે છે. પરંતુ તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે અજયનો સ્વભાવ બિલકુલ એવો નથી. તે ઘણીવાર ફિલ્મોના સેટ પર તેના સહ-અભિનેતાઓની ટીખળ કરે છે, જેનો ઉલ્લેખ ઘણા ફિલ્મ સ્ટાર્સે ઘણા ઇન્ટરવ્યુમાં કર્યો છે. આ દરમિયાન તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં અજય મસ્તીભર્યા મૂડમાં જોવા મળી રહ્યો છે. 

એવું તો વીડિયોમાં શું છે?
અજય દેવગને આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વિડીયોમાં અજય ટ્રોલી બેગ પર બેસીને તેને સ્કૂટરની જેમ ચલાવતો જોવા મળે છે.  આ હરકત કરતી વખતે તેના ચહેરા પર બાળક જેવું સ્મિત છે જેણે તેના ચાહકોનું દિલ જીતી રહ્યું છે. આ ફની વિડીયો સાથે અજયે કેપ્શનમાં લખ્યું છે કે, 'કંઈક આવું હું રોલમાં કરું છું ' આ વિડીયોને અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સિવાય ફેન્સ અને સેલેબ્સ પણ આ વિડીયો પર કમેન્ટ કરી રહ્યા છે. 
Advertisement


તનિષાએ આપી પ્રતિક્રિયા 
આ વિડીયો વાયરલ થતાની સાથે જ અજયની શાળી તનિષાએ પણ તેના પર પ્રતિક્રિયા આપી હતી. પોતાનો પ્રતિસાદ આપતાં, તનિષાએ આ પોસ્ટ પર  સ્માઇલીનું ઇમોજી બનાવ્યું છે. તમને જણાવી દઈએ કે તનિષા પણ અભિનેત્રી છે જે ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેણે નાના પડદાના રિયાલિટી શો બિગ બોસ 7માં પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ સિવાય આ વિડીયો પર ફેન્સની અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. એક યુઝરે લખ્યું, 'તમને જોઈને અમે અમારા બાળપણના દિવસોને યાદ કરીએ છીએ.' અન્ય યુઝરે લખ્યું, 'તમે બાળક બની ગયા છો સર.' આ સિવાય એક યુઝરે મજેદાર અંદાજમાં લખ્યું કે, 'સર, હવે કારની જરૂર નહીં પડે, પેટ્રોલ કે ડીઝલનું ટેન્શન નહીં રહે, તાલ કરો,.'

આ ફિલ્મમાં જોવા મળશે અજય 
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અજય હાલમાં જ રનવે 34માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેમના સિવાય અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે આ ફિલ્મ લોકોને ખાસ પસંદ આવી નથી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ બહુ ઓછી કમાણી કરી હતી. તેના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, અજય ટૂંક સમયમાં થેંક ગોડમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન પ્રખ્યાત નિર્દેશક ઈન્દ્ર કુમાર કરી રહ્યાં છે. સાથે જ અજય રોહિત શેટ્ટી સાથે સિંધમ 3 કરી રહ્યો છે. 
Tags :
Advertisement

.