છેલ્લા ઘણાં સમયથી વર્ક સ્ટ્રેસમાં રહેલા AMC ચાંદલોડિયા વોર્ડના આસિસ્ટન્ટ એન્જિનિયર ગુમ
અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના (AMC) ચાંદલોડિયા વોર્ડ (Chandlodia Ward), ઉત્તર પશ્ચિમ ઝોનમાં આસિસ્ટન્ટ એન્જીનિયર તરીકે ફરજ બજાવતા રોહનભાઈ મિસ્ત્રી સતત સ્ટ્રેસમાં રહેતા હોય જેઓ ઘર છોડીને ચાલ્યા ગયા છે. આસિસ્ટન્ટ એન્જીનિયર ભેદી રીતે ગુમ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.આ મામલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથેની વાતચીતમાં તેમના ભાઈએ મહેશભાઈએ જણાવ્યું કે, અમે સંયુક્ત પરિવારમાં આનંદથી રહીએ છીએ ઘરનું કંà
06:12 PM Feb 18, 2023 IST
|
Vipul Pandya
અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના (AMC) ચાંદલોડિયા વોર્ડ (Chandlodia Ward), ઉત્તર પશ્ચિમ ઝોનમાં આસિસ્ટન્ટ એન્જીનિયર તરીકે ફરજ બજાવતા રોહનભાઈ મિસ્ત્રી સતત સ્ટ્રેસમાં રહેતા હોય જેઓ ઘર છોડીને ચાલ્યા ગયા છે. આસિસ્ટન્ટ એન્જીનિયર ભેદી રીતે ગુમ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ મામલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથેની વાતચીતમાં તેમના ભાઈએ મહેશભાઈએ જણાવ્યું કે, અમે સંયુક્ત પરિવારમાં આનંદથી રહીએ છીએ ઘરનું કંઈ ટેન્શન નથી પરંતું તેના પર વર્ક સ્ટ્રેસ હોવાનું ઘણી વખત કહેતો હતો. ઘરે ચા પાણી નાસ્તો કરી ગયા બાદ પરત નહી ફરતા અમે પોલીસમાં જાણવા જોગ ગુમની અરજી આપેલી છે. તેઓ મળી આવે પછી ખબર પડે અમે એટલું જ જાણીએ છીએ કે તેઓ ઘણાં સમયથી વર્કના સ્ટ્રેસમાં હતા.
કામના ભારણને લીધે પગલું ભર્યું
રોહનભાઇ મિસ્ત્રી શનિવારે ઓફિસમાં પરિવારને સંબોધિત કરતી એક ભાવુક ચિઠ્ઠી લખીને ચાલ્યા ગયા હતા. આ ચિઠ્ઠીમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે જેમાં તેમણે કામના ભારણના કારણે સ્ટ્રેસ સહન નહી થતો હોવાથી તેમણે આ પગલું ભર્યું હોવાનું લખ્યું છે. સાથે જ તેમણે આ સ્ટ્રેસના કારણે અગાઉ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.
પરિવારને સંબોધીને ભાવુક પત્ર લખ્યો
તેમણે પત્રમાં લખ્યું હતું કે, પરમદિવસે માનસિક તાણમાં આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો પણ તમે બચાવી લીધેલો એટલે હવે આત્મહત્યા નહી કરૂ બસ ઘર છોડીને જાવ છું. અત્યારે બધો સ્ટાફ ખુબ સ્ટ્રેસમાં છે પણ મારાથી સહન ન થઈ શક્યો એટલે હું આ પગલું ભરૂ છું મારા બધા જ સાહેબો અને કલીંગ્સ ખુબ જ સારા છે. પણ સોરી. હું જવાબદારીમાંથી ભાગી રહ્યો છું. આ મામલે સોલા પોલીસ મથકમાં જાણવા જોગ અરજીના આધારે પોલીસ તપાસ શરૂ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article