ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કાશ્મીરી પંડિતોની હત્યા નરસંહાર હતી, ભારત સરકાર દોષિતોને સજા કરે, જાણો કઇ કોર્ટે આવું કહ્યું?

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ આવ્યા બાદથી કાશ્મીરી પંડિતો ચર્ચામાં છે. તેમના પર થયેલા અત્યાચાર વિશે હવે દેશભરમાં વાત થઇ રહી છે. કાશ્મીરો પંડિત સાથે હિંસા થઇ હતી કે નહીં તેને લઇને પણ વિવિધ નિવેદનો અને રાજકારણ ગરમાઇ રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે હવે વોશિંગ્ટન સ્થિત ઇન્ટરનેશનલ કમિશન ફોર હ્યુમન રાઇટ્સ એન્ડ રિલિજિયસ ફ્રીડમ (ICHRRF) એ સ્વીકાર્યું છે કે કાશ્મીરી પંડિતોની 1989-1991 દરમિયાન હત્યા કરવાàª
12:13 PM Mar 28, 2022 IST | Vipul Pandya
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ આવ્યા બાદથી કાશ્મીરી પંડિતો ચર્ચામાં છે. તેમના પર થયેલા અત્યાચાર વિશે હવે દેશભરમાં વાત થઇ રહી છે. કાશ્મીરો પંડિત સાથે હિંસા થઇ હતી કે નહીં તેને લઇને પણ વિવિધ નિવેદનો અને રાજકારણ ગરમાઇ રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે હવે વોશિંગ્ટન સ્થિત ઇન્ટરનેશનલ કમિશન ફોર હ્યુમન રાઇટ્સ એન્ડ રિલિજિયસ ફ્રીડમ (ICHRRF) એ સ્વીકાર્યું છે કે કાશ્મીરી પંડિતોની 1989-1991 દરમિયાન હત્યા કરવામાં આવી હતી. રવિવારે યોજાયેલી વિશેષ સુનાવણીમાં લગભગ 12 કાશ્મીરી પંડિતોએ જુબાની આપી હતી અને તેમના પરિવારો પર થયેલા અત્યાચારની વાતો રજૂ કરી હતી. 
દોષિતોને ભારત સરકાર સજા કરે
સુનવણીના અંતે આયોગે ભારત સરકાર અને જમ્મુ અને કાશ્મીર સરકારને કાશ્મીરો પંડિતો પર થયેલા અત્યાચારને નરસંહાર ગણીને દોષિતોને કડકમાં કડક સજા કરવાની અપીલ કરી છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતા માટેનું આ કમિશન માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. જેણે 27 માર્ચે કાશ્મીરી હિંદુઓના નરસંહારના મુદ્દા પર સુનાવણી કરી હતી.
આ સુનવણીમાં ઘણા પીડિત અને બચી ગયેલા લોકોએ નિવેદન આપ્યા હતા. સાથે જ પુરાવા પણ રજૂ કર્યા હચા. તેમણે કહ્યું કે આ વંશીય અને સાંસ્કૃતિક નરસંહાર છે. ICHRRFએ કહ્યું છે કે તે આ નરસંહાર અને માનવતા વિરુદ્ધના અપરાધોના પીડિતો અને બચી ગયેલા લોકોની ગરિમા સુનિશ્ચિત કરવા તથા તેના અપરાધીઓને સજા કરવા માટે તત્પર છે.
વિશ્વએ કાશ્મીરી પંડિતો પરના અત્યાચારની વાતો સાંભળવી જોઈએ
કમિશને ભારત સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની સરકારને કાશ્મીરી હિંદુઓ પર 1989-1991ના અત્યાચારને નરસંહાર તરીકે સ્વીકારવા અપીલ કરી છે. આયોગે અન્ય માનવાધિકાર સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પણ તપાસ કરવા અને તેને નરસંહાર તરીકે ગણવાની અપીલ કરી છે. કમિશને કહ્યું કે વિશ્વએ કાશ્મીરી પંડિતો પરના અત્યાચારની વાતો સાંભળવી જોઈએ. આ અત્યાચારો પ્રત્યે ભૂતકાળની નિષ્ક્રિયતાનું ગંભીરતાથી આત્મનિરીક્ષણ કરવું જોઈએ. સાથે જ તેને નરસંહાર તરીકે માન્યતા આપવી જોઈએ.

યહૂદી નરસંહારની ઝલક
સુનાવણી દરમિયાન પીડિતોના ઘણા પરિવારોએ તેમના પ્રિયજનો સાથે થયેલા અત્યાચારની હૃદયદ્રાવક વાતો સંભળાવી. પીડિતોએ તેમની સરખામણી યહૂદીઓના નરસંહાર સાથે કરી અને કહ્યું કે આતંકવાદીઓએ તેમને બળજબરીથી કાશ્મીરમાંથી બહાર કાઢ્યા હતા.
Tags :
genocideGujaratFirstICHRRFWashington
Next Article