આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની સુરક્ષામાં વધારો, કેન્દ્રએ Z+ સુરક્ષા કવચ આપ્યું
કેન્દ્ર સરકારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને લઈને મોટો નિર્ણય લીધો છે. શુક્રવારે તેમનું સુરક્ષા કવર Z+ કેટેગરીમાં વધારી દેવામાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.કેન્દ્રએ Z+ સુરક્ષા આપીઆસામના સીએમ હિમંતા બિસ્વા સરમાની સુરક્ષા વધારી છે. કેન્દ્ર સરકારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને લઈને મોટો નિર્ણય લીધો છે. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં
કેન્દ્ર સરકારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને લઈને મોટો નિર્ણય લીધો છે. શુક્રવારે તેમનું સુરક્ષા કવર Z+ કેટેગરીમાં વધારી દેવામાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
કેન્દ્રએ Z+ સુરક્ષા આપી
આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાની સુરક્ષા વધારી છે. કેન્દ્ર સરકારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને લઈને મોટો નિર્ણય લીધો છે. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ સાથે હવે તેમને સમગ્ર ભારતમાં Z પ્લસ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. હાલમાં, તેમની પાસે પૂર્વોત્તરમાં Z-શ્રેણીની CRPF સુરક્ષા હતી.
પૂર્વોત્તરમાં વધતા તણાવ વચ્ચે નિર્ણય
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, સેન્ટ્રલ સિક્યુરિટી એજન્સી સાથે પરામર્શ કરીને સરમાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, "એવું નક્કી કરવામાં આવ્યું છે કે પૂર્વોત્તરમાં તેમની હાલની Z શ્રેણીની CRPF સુરક્ષાને સમગ્ર ભારતમાં Z પ્લસ શ્રેણીમાં વધારવામાં આવશે."
તાજેતરમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પણ સુરક્ષા વધારી હતી
સપ્ટેમ્બરમાં જ ગૃહ મંત્રાલયે બાતમીના આધારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષા વધારી દીધી હતી. અગાઉ વર્ષ 2013માં તેમને CRPF કમાન્ડોની Z શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી. એવા અહેવાલો હતા કે કેન્દ્રીય ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ તરફથી ખતરાની માહિતી મળ્યા બાદ સરકારે સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો હતો.
Advertisement