ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજ પર ઉદઘાટનના દોઢ માસમાંજ ઉખડવા માંડ્યો ડામર

વડોદરા મહાનગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલો રાજ્યનો સૌથી લાંબો અટલ બ્રિજ ફરી એક વખત ચર્ચામાં છે.જેની પાછળનું કારણ તેની નબળી કામગીરી છે. આજથી દોઢ મહિના પૂર્વે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું.પાલિકા દ્વારા આ બ્રિજને આગળ ધરી વાહવાઈ તો લૂંટવામાં આવી પરંતુ આજે નિર્માણ પામ્યાના એક મહિના માં જ આ બ્રિજ ખખડધàª
11:46 AM Feb 06, 2023 IST | Vipul Pandya
વડોદરા મહાનગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલો રાજ્યનો સૌથી લાંબો અટલ બ્રિજ ફરી એક વખત ચર્ચામાં છે.જેની પાછળનું કારણ તેની નબળી કામગીરી છે. આજથી દોઢ મહિના પૂર્વે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું.પાલિકા દ્વારા આ બ્રિજને આગળ ધરી વાહવાઈ તો લૂંટવામાં આવી પરંતુ આજે નિર્માણ પામ્યાના એક મહિના માં જ આ બ્રિજ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે.
230 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે આ બ્રિજ 
વડોદરા મહાનગર પાલિકા દ્વારા 230 કરોડના ખર્ચે મનીષા ચોકડીથી ગેંડા સર્કલ સુધી એટલે કે આશરે સાડા ત્રણ કિલોમીટર લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો હતો.અને ત્યાર બાદ અટલ બિહારી બાજપાઈજીના જન્મ દિવસે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ બ્રિજ સામાન્ય નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જે વાત ને આજે એક મહિના જેટલો સમય વિતી ગયો છે.સામાન્ય રીતે ચોમાસામાં રોડ રસ્તા તૂટવા તેના પર ભૂવા પડવા જેવી સમસ્યાઓનું નિર્માણ થતું હોય છે પરંતુ વડોદરા સ્થિત અટલ બ્રિજ પર વગર ચોમાસે ડામરના પોપડા ઉખડવાની શરૂઆત થઈ ચૂકી છે.ત્યારે રાજ્યમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા આ અટલ બ્રિજની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠ્યા છે.
બ્રિજ નિર્માણ પામતો હતો ત્યારે યોગ્ય દેખરેખ રખાઇ ન હતી 
સમગ્ર મામલે વિશ્વામિત્રી બચાઓ સમિતિ દ્વારા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે અટલ બ્રિજ જ્યારે નિર્માણ પામતો હતો ત્યારે પાલિકા દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવી નહોતી જેના કારણે કોન્ટ્રાકટરને કટકી મારવા માટે મોકળું મેદાન મળી ગયું હતું. બ્રિજ બન્યાના એક મહિનામાં જ ડામર ઉખડવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે R&B તેમજ ગેરીના નિષ્ણાતોને બ્રિજની ગુણવત્તા ચકાસવાની જવાબદારી સોંપવામાં આવે ત્યાર બાદ તેનો રિપોર્ટ રાજ્ય સરકારમાં સુપ્રત કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. 

ડામર પાથરી નબળી કામગીરી છુપાવવાનો પ્રયાસ
ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી બચાઓ સમિતિના શૈલેષ અમીન દ્વારા બ્રિજની દયનીય સ્થિતિ અંગે મુખ્યમંત્રી ને ફરિયાદ કરાતાની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને રાતોરાત બ્રિજ પર ડામર પાથરી નબળી કામગીરી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.એમાં પણ કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારતા બ્રિજ ઉબડખાબડ બની ગયો છે.જેના કારણે આ બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો પણ રોષ ઠાલવી રહ્યા છે.

બ્રિજ ની ગુણવત્તા સામે સવાલો 
એક તરફ અટલ બ્રિજ ની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી કરવાના બદલે કોન્ટ્રાકટરની તકલાદી કામગીરીને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.રાજ્યના સહુથી લાબા બ્રિજનો રોડ તૂટવા  મામલે પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડોદરાના અટલ બ્રિજ પર 45 દિવસમાંજ  જ ડામર ઉખડી ગયો છે, પરંતુ બ્રિજના રોડ પર હજી સિલિકોટનું કામ બાકી છે.કોન્ટ્રાકટર દ્વારા જ આ કામ કરવામાં આવશે.જેથી પાલિકા પર વધારાનો કોઈ બોજો આવવાનો નથી સ્વાભાવિક છે કે રોડ નવો છે તેના પર સર્ફેસિંગ નું કામ બાકી છે ત્યારે ત્રણ મહિનામાં કામ પૂરું કરવામાં આવશે.ત્યારે અહી એ સવાલ ઊભો થાય કે જો બ્રિજ બન્યા ના માત્ર એક જ મહિના માં તેની હાલત ખખડધજ બની છે તો આવનારા ચોમાસા ની ઋતુ માં બ્રિજ પર કેવી પરિસ્થિતિ નું નિર્માણ થશે ?
આ પણ વાંચોઃ  AMC દ્વારા આયોજીત રમતોત્સવ 'કટકીમહોત્સવ' બન્યો, 30 હજારની ટોપી પહેરાવાશે, દિવ્યાગો સાથે ભેદભાવ !
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AsphaltAtalBridgefallingoffGujaratFirstmonthandahalfquestionscorruptionWork
Next Article