Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહાશક્તિનું મહાપર્વ નવરાત્રિ: આવતી કાલથી પ્રાંરભ, જાણો ઘટસ્થાપન પૂજનવિધિ, શુભ મુહૂર્ત

શારદીય નવરાત્રિના નવ દિવસીય પવિત્ર તહેવારની શરૂઆત સોમવાર, 26 સપ્ટેમ્બર 2022ના રોજ ઘટસ્થાપન સાથે થશે. નવાલા નોરતાના આ નવ દિવસોમાં માઇ ભક્તો માતાજીના નવરુપોની આરાધના કરશે. નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શારદીય નવરાત્રી 2022નો આવતીકાલથી શુભાંરભ થશે,  તો જાણો  નવરાત્રિ ઘટસ્થાપન પૂજાવિધિ અને શુભ મુહૂર્ત.શારદીય નવરાત્રિ 2022: શારદીય નવરાત્રીના નવ દિવસીય પવિતà«
04:02 AM Sep 25, 2022 IST | Vipul Pandya
શારદીય નવરાત્રિના નવ દિવસીય પવિત્ર તહેવારની શરૂઆત સોમવાર, 26 સપ્ટેમ્બર 2022ના રોજ ઘટસ્થાપન સાથે થશે. નવાલા નોરતાના આ નવ દિવસોમાં માઇ ભક્તો માતાજીના નવરુપોની આરાધના કરશે. નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શારદીય નવરાત્રી 2022નો આવતીકાલથી શુભાંરભ થશે,  તો જાણો  નવરાત્રિ ઘટસ્થાપન પૂજાવિધિ અને શુભ મુહૂર્ત.

શારદીય નવરાત્રિ 2022: શારદીય નવરાત્રીના નવ દિવસીય પવિત્ર તહેવારની શરૂઆત સોમવાર, 26 સપ્ટેમ્બર 2022 ના રોજ ઘટસ્થાપન સાથે થશે. નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો માતાની ચૌકી, અખંડ જ્યોતિ અને દેવીની મૂર્તિની સ્થાપના પણ કરે છે. નવરાત્રિમાં ઘટ સ્થાપનાનું વિશેષ મહત્વ છે. આ વર્ષે 26 સપ્ટેમ્બર કલશની સ્થાપના માટેનો શુભ સમય છે. સોમવારે સવારે 6:11 થી 07:51 સુધી કલશ સ્થાપન કરી શકાશે. બીજી તરફ, અભિજીત મુહૂર્તમાં સવારે 11:48 થી 12:36 સુધી કલશ સ્થાપના પૂજા પણ કરી શકાય છે. આ સિવાય દિવસમાં બીજા પણ ઘણા મુહૂર્ત છે જેમાં કલશ અથવા ઘટસ્થાપન કરી શકાય છે.

આ નવરાત્રિમાંમા માતા દુર્ગાનું વાહન હાથી છે
દરેક નવરાત્રિમાં મા દુર્ગા અલગ-અલગ વાહન પર સવાર થઈને આવે છે. આ વર્ષે અશ્વિન મહિનાની નવરાત્રિમાં માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યાં છે. શાસ્ત્રોમાં મા દુર્ગા જ્યારે હાથી પર સવાર થઈને આવે છે ત્યારે તેને શુભ સંકેત માનવામાં આવે છે. તે લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિનું પ્રતિક મનાય છે.


કલાશ સ્થાપન પૂજન પદ્ધતિ:
મંદિર કે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં કલશની સ્થાપના કરવી જોઈએ. જેમાં તાંબા કે માટીના ઘડાનું સ્થાપન કરવું ઉત્તમ ગણાય છે. સાથેજ  માતાની ચોકી, ગરબો કે જવારા વાવીને તેના પર કલશની સ્થાપના કરવી જોઈએ. સવારે સ્નાન કર્યા પછી, સૌપ્રથમ, જે સ્થાન પર કલશ સ્થાપિત કરવામાં આવે છે તે સ્થાનને ગાયના છાણથી કે ગંગાજળથી પવિત્ર કરવું જોઈએ. ત્યારબાદ લાકડાના બાજટ કે પાટલા પર લાલ રંગના કંકુથી સ્વસ્તિક બનાવી કલશની સ્થાપિત કરો. કલશને પાણી અથવા ગંગાજળથી ભરી દો અને તેમાં આંબાના કે આસોપાલવના પાન મૂકો. આ પછી કલશની ઉપર થોડા દાણા ભરીને તેના પર નારિયેળ મૂકો, સાથે જ એક સોપારી, કેટલાક સિક્કા, દુર્વા, હળદરનો એક ગાંગડો પણ કળશના જળમાં મૂકી શકાય. લાલકપડાં પર ચોખામાંથી અષ્ટકોણ એટલે કે અક્ષત સાથિયો બનાવો અને તેમાં મા દુર્ગાની મૂર્તિ તે ફોટો રાખો. તેમને લાલ અથવા ગુલાબી ચુંદડી પહેરાવો. ફૂલમાળી પહેરોવો. કલશની સ્થાપનાની સાથે જવેરા પણ વાવવમાં આવે છે. તેની પણ માટીના કુંડામાં જવ અને તલને ગૌમૂત્ર સાથે માટીમાં વાવવા જોઇએ.  કલશની સ્થાપના સાથે પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરો. હાથમાં લાલ ફૂલ અને ચોખા લઈને મા શૈલપુત્રીનું ધ્યાન કર્યા પછી, શૈલપુત્રી નમ: મંત્રનો જાપ કરો અને માતાના ચરણોમાં ફૂલ અને ચોખા અર્પણ કરો. મા શૈલપુત્રી માટે સફેદ ખીર કે શીરાનો  ભોગ ઘરાવો. અખંડ જ્યોતિમાં માત્ર ગાયના ઘીની શુદ્ધતા સાથે દીવો કરી માતાજીની આરતી કરો. ઘરે બનાવેલ ઘી વધુ સારું રહેશે.

વિશેષ મંત્રઃ ઓમ એં હ્રીં ક્લીં ચામુંડાય વિચેય નમ: આ મંત્રનો જાપ નવરાત્રિમાં વિશેષ ફળદાયી છે. 


26 સપ્ટેમ્બરનો શુભ સમય: પ્રથમ નોરતાંના શુભ મૂહુર્ત
બ્રહ્મ મુહૂર્ત - 04:36 AM થી 05:23 AM.
અભિજિત મુહૂર્ત- 11:48AM થી 12:36PM.
વિજય મુહૂર્ત - બપોરે 02:13 થી 03:01 સુધી.
સંધિકાળ મુહૂર્ત- 06:01PM થી 06:25PM.
અમૃત કાલ 12:11AM, 
નવરાત્રી 2022 પ્રારંભ અને સમાપ્તિ તારીખ
26/09/2022 - પ્રતિપદા, નવરાત્રીનો પ્રથમ દિવસ
27/09/2022 - દ્વિતિયા, નવરાત્રીનો બીજો દિવસ
28/09/2022 - તૃતીયા, નવરાત્રીનો ત્રીજો દિવસ
29/09/2022 - ચતુર્થી, નવરાત્રીનો ચોથો દિવસ
30/09/2022 - પંચમી, નવરાત્રીનો પાંચમો દિવસ
01/10/2022 - ષષ્ઠી નવરાત્રીનો છઠ્ઠો દિવસ
02/10/2022 - સપ્તમી, નવરાત્રીનો સાતમો દિવસ
03/10/2022 - અષ્ટમી, નવરાત્રીનો આઠમો દિવસ
04/10/2022 - નવમી, નવરાત્રીનો નવમો દિવસ
05/10/2022- દશેરા પર્વ નવરાત્રિ સમાપ્ત
 
આ પણ વાંચો- ઘરમાં ગૂગળ ધૂપ કરવાથી થાય છે આટલા ચમત્કારી ફાયદા જાણો તેના વિશે
Tags :
GujaratFirstNavratri2022Navratri2022shubhmuhratShardiyaNavratri
Next Article