Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકાની બે વિકેટે શાનદાર જીત, સુપર-4માં મેળવ્યું સ્થાન

શ્રીલંકાની ટીમે એશિયા કપ 2022ની (Asia Cup 2022) સુપર-4માં સ્થાન બનાવી લીધું છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં શ્રીલંકાએ બાંગ્લાદેશને બે વિકેટથી હરાવી દીધું છે. 184 રનના ટાર્ગેટને શ્રીલંકાએ અંતિમ ઓવરમાં ચેઝ કરી લીધો.શ્રીલંકા અને બાંગ્લાદેશની (SLvsBAN) આ મેચ ઘણી જ રોમાંચક રહી. અંતિમ ઓવરમાં શ્રીલંકાને જીત માટે 8 રનોની જરૂર હતી. પહેલાં બોલમાં મહીષ તીક્ષ્ણાએ લેગ બાઈ સિંગલ રન લીધો. બાદà
શ્રીલંકાની બે વિકેટે શાનદાર જીત  સુપર 4માં મેળવ્યું સ્થાન
શ્રીલંકાની ટીમે એશિયા કપ 2022ની (Asia Cup 2022) સુપર-4માં સ્થાન બનાવી લીધું છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં શ્રીલંકાએ બાંગ્લાદેશને બે વિકેટથી હરાવી દીધું છે. 184 રનના ટાર્ગેટને શ્રીલંકાએ અંતિમ ઓવરમાં ચેઝ કરી લીધો.
શ્રીલંકા અને બાંગ્લાદેશની (SLvsBAN) આ મેચ ઘણી જ રોમાંચક રહી. અંતિમ ઓવરમાં શ્રીલંકાને જીત માટે 8 રનોની જરૂર હતી. પહેલાં બોલમાં મહીષ તીક્ષ્ણાએ લેગ બાઈ સિંગલ રન લીધો. બાદમાં અસિથા ફર્નાંડોએ ચોગ્ગો લગાવ્યો. જે બાદ બોલર મહેંદી હસને નેક્સ્ટ બોલ નો બોલ ફેંક્યો જેના પર બેટ્સમેન બે રન દોડ્યા અને મેચમાં જીત મેળવી.
શ્રીલંકા (Srilanka) માટે બેટિંગમાં કુશલ મેંડિસ અને કપ્તાન દસુન શનાકાએ શાનદાર પ્રદર્શન કર્યું. મેન્ડિસે 60 રનોની ઈનિંગ રમી જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. જ્યારે શનાકાએ 33 બોલમાં 45 રન બનાવ્યા. બાંગ્લાદેશ તરફથી ઈબાદત હુસૈને સર્વાધિક ત્રણ વિકેટ ઝડપી, પરંતુ તેમની દ્વારા ફેંકવામાં આવેલી 19મી ઓવર ઘણી મોંઘી સાબિત થઈ જેમાં તેમણે 17 રન આપ્યા.
બાંગ્લાદેશની (Bangladesh) શરૂઆત સારી નહોતી રહી અને તેણે ઈનિંગની ત્રીજી ઓવરમાં સબ્બીર રહેમાનની વિકેટ ગુમાવી, જોકે મેહદી હસન મિરાજ ખતરનાક ફોર્મમાં દેખાયા, મિરાજે ચૌથી ઓવરમાં મહીષ તીક્ષ્ણાની બોલમાં છગ્ગો અને પાંચમી ઓવરમાં ફર્નાંડો સામે સતત ચોગ્ગા છગ્ગા લગાવતા રહેવાથી સ્કોર બોર્ડ ફરતું રહ્યું હતું. પાવરપ્લેમાં બાંગ્લાદેશે એક વિકેટ પર 55 રન બનાવ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.