Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જોધપુર હિંસા અંગે અશોક ગેહલોતનું નિવેદન, કહ્યું - ભાજપ હાઇકમાન્ડે વાતાવરણ બગાડવાનો આપ્યો હતો આદેશ

રાજસ્થાનના જોધપુરમાં ઈદ નિમિત્તે ફાટી નીકળેલી હિંસાથી વાતાવરણ તંગ બન્યું હતું. સોમવારે મધ્યરાત્રિએ જોધપુરના જલૌરી ગેટ ચોક પર સ્થિત સ્વાતંત્ર્ય સેનાની બાલ મુકુંદ બિસ્સાની પ્રતિમા પાસે ધ્વજ લહેરાવવાને લઈને વિવાદ શરૂ થયા બાદ મામલો પથ્થરમારો અને બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણમાં ફેરવાયો હતો. ત્યારબાદ પોલીસે 10 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કર્યો હતો. અત્યાર સુધીમાં આ મ
જોધપુર હિંસા અંગે અશોક ગેહલોતનું નિવેદન  કહ્યું   ભાજપ હાઇકમાન્ડે વાતાવરણ બગાડવાનો આપ્યો હતો આદેશ
રાજસ્થાનના જોધપુરમાં ઈદ નિમિત્તે ફાટી નીકળેલી હિંસાથી વાતાવરણ તંગ બન્યું હતું. સોમવારે મધ્યરાત્રિએ જોધપુરના જલૌરી ગેટ ચોક પર સ્થિત સ્વાતંત્ર્ય સેનાની બાલ મુકુંદ બિસ્સાની પ્રતિમા પાસે ધ્વજ લહેરાવવાને લઈને વિવાદ શરૂ થયા બાદ મામલો પથ્થરમારો અને બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણમાં ફેરવાયો હતો. ત્યારબાદ પોલીસે 10 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કર્યો હતો. અત્યાર સુધીમાં આ મામલે 100 કરતા પણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 
ત્યારે આ અંગે હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની પ્રતિક્રિયા સામે આવી છે. જોધપુર રમખાણ પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે ત્યાં કોઈ હુલ્લડ નથી થયું. તોફાન થઈ શકે તેમ હતું, તણાવ વધી ગયો હતો. છૂટાછવાયા ઘર્ષણના બનાવો પણ બન્યા છે. ગેહલોતના કહેવા પ્રમાણે જોધપુરની અંદર અફવા ફેલાવીને રમખાણ ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ અમે તેને સમયસર અટકાવી દીધો, નહીંતર ત્યાં રમખાણ થઈ શક્યું હોત.
Advertisement

બુધવારે હિંસા બાદ મંત્રી બીડી કલ્લાએ કહ્યું કે જોધપુરમાં 12 એફઆઈઆર નોંધવામાં આવી છે, જો હજુ કોઈ એફઆઈઆર નોંધાવા માંગે છે, તો તેવું કરવામાં આવશે. કલ્લાના જણાવ્યા અનુસાર આઈપીસીની કલમ 151 હેઠળ 133ની ધરપકડ કરવામાં આવી છે અને જે પણ નિર્દોષ હશે તેને છોડી દેવામાં આવશે. ઉદયપુર પહોંચતા જ મુખ્યમંત્રીએ કહ્યું કે આ બધું એજન્ડા પ્રમાણે થઈ રહ્યું છે. ગેહલોતે આરોપ લગાવ્યો કે ભાજપ હાઈકમાન્ડે રાજસ્થાનના બીજેપી નેતાઓને આદેશો આપ્યા છે, જેનું અહીં પાલન કરવામાં આવી રહ્યું છે.
ભાજપ અને આરએસએસનો એજન્ડા ખૂબ જ ખતરનાક: ગેહલોત
ગેહલોતે વધુમાં કહ્યું કે હિંસાની ઘણી ઘટનાઓમાં ભાજપના નેતાઓના નામ છે અને તેઓ ફરાર છે. રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ અને આરએસએસનો એજન્ડા ખૂબ જ ખતરનાક બની ગયો છે. જે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. રાજસ્થાન ભાજપના નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને રાજ્યમાં શું કરવું તે અંગે માર્ગદર્શિકા આપવામાં આવી છે, સંપૂર્ણ યોજના બનાવી લેવામાં આવી છે. રામ નવમી પછી દેશના 7 રાજ્યોમાં હિંસા થઇ હતી, પરંતુ અમે રાજસ્થાન, કરૌલી, રામગઢ અને જોધપુરમાં હિંસા નથી થવા દીધી. ક્યાંય તોફાનો થયા નથી, છૂટાછવાયા બનાવો જ બન્યા છે. 
Tags :
Advertisement

.