Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અસદુદ્દીન ઔવેસીને પણ ગુજરાતમાંથી જાકારો, ખાતુ પણ ના ખુલ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના પરિણામો આજે આવી ગયા છે અને તેમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો પર પ્રચંડ જીત હાંસલ કરી છે. આજે ભવ્ય વિજય પ્રાપ્ત કરીને ભાજપે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વખતની ચૂંટણીમાં રાજ્યમાં જોરદાર પ્રચાર કરનારા અસુદુદ્દીન ઔવેસીના AIMIMને  એક પણ બેઠક મળી શકી નથી .અસદુદ્દીન ઔવેસીએ પણ ઝંપલાવ્યું હતુAIMIMના અસદુદ્દીન ઔવેસીએ ગુજરાત વિધાનસભાની પ્રતિàª
01:49 PM Dec 08, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના પરિણામો આજે આવી ગયા છે અને તેમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો પર પ્રચંડ જીત હાંસલ કરી છે. આજે ભવ્ય વિજય પ્રાપ્ત કરીને ભાજપે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વખતની ચૂંટણીમાં રાજ્યમાં જોરદાર પ્રચાર કરનારા અસુદુદ્દીન ઔવેસીના AIMIMને  એક પણ બેઠક મળી શકી નથી .

અસદુદ્દીન ઔવેસીએ પણ ઝંપલાવ્યું હતુ
AIMIMના અસદુદ્દીન ઔવેસીએ ગુજરાત વિધાનસભાની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેમણે પણ છેલ્લા 6 મહિનાથી ગુજરાતમાં વ્યાપક પ્રચાર શરુ કર્યો હતો. તેમણે પોતાના ઉમેદવારો પણ ઉભા રાખ્યા હતા. તેમણે ભાજપ અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સામે આક્રમક પ્રચાર કરીને કરીને મત મેળવવાના પ્રયાસ કર્યા હતા. 
એક પણ બેઠક ના મળી
જો કે અસુદુદ્દીન ઔવેસીને આજે જાહેર થયેલા પરિણામોમાં એક પણ બેઠક મળી ન હતી અને ખાતું પણ ખોલી શક્યા નથી. તેમના જમાલપુર ખાડીયા બેઠકના ઉમેદવાર અને પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલા પણ જીતી શક્યા નથી. 
NOTA કરતા પણ ઓછા મત મળ્યા
AIMIMની કરુણ હાલત એ છે કે તેને NOTA કરતા પણ ઓછા મત મળ્યા છે એટલે કે NOTAને પણ AIMIM કરતા વધુ વોટ મળ્યા છે. ગુજરાતની જનતાએ અસદુદ્દીન ઔવેસીને રીતસરનો જાકારો આપ્યો હોય તેવું પરિણામ જોતા લાગી રહ્યું છે. 
આ પણ વાંચો :ટંકારા બેઠક ઉપર કાકાના કામનું સૂરસૂરિયું થઈ ગયું : લલિત કગથરાએ હારનું ઠીકરૂં AAP પર ફોડ્યું
Tags :
GujaratAssemblyElectionResults2022GujaratElectionResultGujaratElectionResults2022GujaratFirst
Next Article