ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતે ચીનના નાગરિકોના પ્રવાસી વિઝા કર્યા સસ્પેન્ડ, જાણો કેમ?

વૈશ્વિક એરલાઇન્સ સંસ્થા (IATA) એ કહ્યું છે કે ભારત દ્વારા ચીનના નાગરિકોને જારી કરાયેલા પ્રવાસી વિઝા હવે માન્ય નહીં ગણાય. ટોચના સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે જો કે ભારત હજુ પણ ચીનના નાગરિકોને વેપાર, રોજગાર, રાજદ્વારી અને સત્તાવાર વિઝા આપી રહ્યું છે. ચીનના પ્રવાસીઓના વિઝા સસ્પેન્ડ કરવાનો નિર્ણય ચીનના એ નિર્ણય બાદ આવ્યો છે જેના હેઠળ ચીન 20,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને પરત ફરવાનà
10:35 AM Apr 24, 2022 IST | Vipul Pandya

વૈશ્વિક એરલાઇન્સ સંસ્થા (IATA) એ કહ્યું છે કે ભારત દ્વારા ચીનના નાગરિકોને જારી કરાયેલા પ્રવાસી
વિઝા હવે માન્ય ન
હીં
ગણાય
. ટોચના સરકારી અધિકારીઓએ
જણાવ્યું હતું કે જો કે
ભારત હજુ પણ ચીનના નાગરિકોને વેપાર, રોજગાર, રાજદ્વારી અને સત્તાવાર વિઝા આપી રહ્યું છે. ચીનના
પ્રવાસીઓના વિઝા સસ્પેન્ડ કરવાનો નિર્ણય ચીનના એ નિર્ણય બાદ આવ્યો છે જેના હેઠળ
ચીન
20,000થી વધુ ભારતીય
વિદ્યાર્થીઓને પરત ફરવાની મંજૂરી નથી આપી રહ્યું. આ વિદ્યાર્થીઓ કોવિડને કારણે પરત
ફર્યા હતા.
પરંતુ જ્યારે તેઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કરવા માટે
ચીન પાસેથી પરવાનગી માંગી તો તેઓએ તેમને વેઇટિંગ લિસ્ટમાં રાખ્યા. જ્યારે
થાઇલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાના વિદ્યાર્થીઓને પરત
ફરવાની મંજૂરી આપવા છતાં
તેઓને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે.


વિદેશ પ્રધાન એસ જયશંકરે
ગયા મહિને તેમના મુલાકાતી સમકક્ષ વાંગ યી સાથે આ મુદ્દાને ઉઠાવ્યો હતો
, પરંતુ બેઇજિંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. નોંધપાત્ર વાત એ
છે કે
યુકે અને કેનેડા એવા દેશોમાં સામેલ છે જેમના નાગરિકો ઈ-ટૂરિસ્ટ વિઝા
પર ભારત આવી શકતા નથી.
પરંતુ આ દેશોના નાગરિકોને ભારતીય મિશન દ્વારા જારી
કરાયેલા રેગ્યુલર પેપર વિઝા પર ભારત આવવાની છૂટ છે. બીજી તરફ
10 વર્ષની વેલિડિટી ધરાવતા ભારતીય પ્રવાસી વિઝા હવે માન્ય નથી. સિવાય કે જાપાન અને યુએસના નાગરિકોને આપવામાં આવેલા વિઝા.


IATA આ અપડેટ્સ નિયમિતપણે જારી કરે છે. જેથી એરલાઇન્સને ખબર પડે કે કયા દેશોમાં ઉડાન ભરવાની મંજૂરી છે. 19મી એપ્રિલે જારી કરાયેલું
નવીનતમ
IATA અપડેટ એવા દેશો વિશે છે કે જેના નાગરિકો ઈ-ટૂરિસ્ટ વિઝા પર ભારતની
મુસાફરી કરી શકતા નથી. બે વર્ષ પછી
ભારતે 156 દેશો માટે ઇલેક્ટ્રોનિક
ટૂરિસ્ટ વિઝા સુવિધા પુનઃસ્થાપિત કરી જ્યારે
27 માર્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ.

Tags :
ChinaGujaratFirstindiachinaIndiasuspendstouristvisa
Next Article