Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઇડરમાં ગરમીનો પારો વધતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં

સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઇ છે ત્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ તાપમાન સાબરકાંઠાના ઇડરમાં અનુભવાય છે.આ વખતે પણ અચાનક ગરમીનો પારો વધતાં ઇડર સહિત સમગ્ર વિસ્તારના શહેરીજનો ત્રસ્ત થઇ ચુક્યા છે.સાબરકાંઠાના ઇડર વિસ્તારમાં વર્ષોથી ગરમીનો અસહ્ય અનુભવ થતો રહ્યો છે. આજે ઇડરમાં વધુ એક વખત ગરમીનો પારો ૪૨ ડિગ્રીને વટાવતા સ્થાનિક લોકો ત્રસ્ત થઇ ગયા છે. ગરમી વધતાં ઇડરની સિવિલ હોàª
ઇડરમાં ગરમીનો પારો વધતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં
Advertisement

સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઇ છે ત્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ તાપમાન સાબરકાંઠાના ઇડરમાં અનુભવાય છે.આ વખતે પણ અચાનક ગરમીનો પારો વધતાં ઇડર સહિત સમગ્ર વિસ્તારના શહેરીજનો ત્રસ્ત થઇ ચુક્યા છે.

Advertisement

સાબરકાંઠાના ઇડર વિસ્તારમાં વર્ષોથી ગરમીનો અસહ્ય અનુભવ થતો રહ્યો છે. આજે ઇડરમાં વધુ એક વખત ગરમીનો પારો ૪૨ ડિગ્રીને વટાવતા સ્થાનિક લોકો ત્રસ્ત થઇ ગયા છે. ગરમી વધતાં ઇડરની સિવિલ હોસ્પિટલમાં પણ ઝાડા ઉલ્ટીના દર્દીઓથી વધી ગયા છે તો બીજી તરફ ગરમીનો પારો વધતાં મૂંગા પશુઓ માટે પણ સમસ્યા સર્જાઈ છે. એક તરફ છેલ્લા કેટલાક સમયથી ઈડર  હારમાળાઓમાં દીપડા સહિતના જાનવરો દેખાયા હોવાથી સ્થાનિક કક્ષાએ ભયનો માહોલ ઉભો થયોછે. હવે ગરમી વધતાં જંગલી પક્ષીઓ સહિત સ્થાનિક વિસ્તારમાં રહેતા નીલગાય જંગલી ભૂંડ રોજ તેમજ અન્ય રખડતા પશુ પક્ષીઓ માટે પણ પીવાના પાણીની ભયંકર સમસ્યા સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે હાલના તબક્કે વાત કરવામાં આવે તો જીવદયા પ્રેમીઓ સહિત કેટલાક સંગઠનો પશુ પક્ષીઓ માટે પાણી તેમજ અનાજ ની વ્યવસ્થા કરી રહ્યા છે તેવા સમયે સંજોગે વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તાર માટે વૃક્ષો વાવવાની સાથોસાથ મિશન રૂપે કોઈ ચોક્કસ કામગીરી હાથ ધરાય તેવી સ્થાનિકોની માગ છે. જોકે મૂંગા જાનવરો સહિત ઇડરના શહેરીજનો માટે ઈડરિયા ગઢ સહિતની હારમાળાઓને લીલા વૃક્ષોથી આચ્છાદિત કરવામાં આવે તો વર્ષોથી ચાલી આવતી ગરમીનો પ્રશ્ન નિવારી શકાય તેમ છે. 
Advertisement
Tags :
Advertisement

.

×