આઝાદી કા અમૃત મહોત્સના અવસરે કરી જાહેરાત , વીર સપૂતોની ગાથા પાઠ્યક્રમોમાં જોડાશે
આઝાદીના 75 વર્ષ પુરા થવા પર દેશમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવના અવસરે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ભારતના વીર સપૂતોના સન્માનથી વીશેષ ઉત્તમ બીજૂ શું હોઈ શકે ? તેમણે વીરગાથા પ્રોજેક્ટ લોન્ચ કરવા માટે રક્ષામંત્રી રાજનાથ સિંહનો આભાર માન્યો હતો. પ્રધાને કહ્યું કે, આપણા જાબાંજ માટે દેશભક્તિ અને કૃતજ્ઞતાની ભાવના વિકસિત કરવી જરૂરી છે.
કેન્દ્રીય શિક્ષણમંત્રીએ આ અવસરે કહ્યુ કે, સુપર 25 અને વીરગાથા પ્રોજેક્ટ સૌથી વધારે રચનાત્મક અંદાજમાં યુવાનો ભારતની દેશભક્તિ અને દેશના નાયકો માટે સન્માન ઉજાગર કરશે. તેમણે આશ્વસ્ત કર્યું છે કે, શિક્ષણ મંત્રાલય આ ઈનીશિએટિવ અંતર્ગત મળતા સર્ટિફિકેટ માટે એકેડમિક ક્રેડિટ આપવા ટૂંક સમયમાં સંસ્થાગત તંત્ર વિકલિત કરશે.
તેમણે એવું પણ કહ્યું કે, નાની ઉંમરમાં જ દેશ પ્રત્યે જવાબદારીની ભાવનાને મજબૂત કરવા માટે શિક્ષણ મંત્રાલયની સાથે મળીને છેલ્લા 75 વર્ષમાં આપણા સૈનિકોના શોર્ય અને દેશની વીરગાથાને સ્કૂલી પાઠ્યક્રમ અને પાઠ્યક્રમોને સામેલ કરવા માટે પણ કામ કરશે. તેમણે આપણા દેશના વીર સૈનિકોના સન્માનમાં આ પ્રતિયોગિતનું નામ બદલીને ' સેના સુપર 25 ' કરવાની ભલામણ કરી છે. પ્રધાને જણાવ્યું હતું કે, આ વખતે 5 હજાર સ્કૂલોમાં 8 લાખ સ્ટૂડેંટ્સની વચ્ચે સુપર 25નું આયોજન કરવામાં આવશે અને ભવિષ્યમાં દેશની તમામ સ્કૂલો અને એક કરોડથી વધારે સ્ટૂડેંટ્સ તેમા સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.