Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છમાં અત્યાર સુધી 25 લાખ જેટલા લોકોએ સફેદ રણની મુલાકાત લીધી

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની (Narendra Modi)દૂરંદેશી અને અવિકસીત કચ્છને (Kutch)વિશ્વના નકશામાં મુકવાનું સ્વપ્ન ખરા અર્થમાં સાકાર થયું છે રણ ઉત્સવ આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રખ્યાત થતા ટુરીસ્ટનુ મનપસંદ સ્થાન બન્યું છે. જેના કારણે છેલ્લા નવ વર્ષમાં અહીં 25 લાખથી વધુ પ્રવાસીઓ આવીને સફેદ રણને માણી ચૂક્યા છે એવું સાદગીપૂર્ણ રીતે રણોત્સવને ખુલ્લું મુકતા વિધાનસભા અધ્યક્ષ ડો.નà«
કચ્છમાં અત્યાર સુધી 25 લાખ જેટલા લોકોએ સફેદ રણની મુલાકાત લીધી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની (Narendra Modi)દૂરંદેશી અને અવિકસીત કચ્છને (Kutch)વિશ્વના નકશામાં મુકવાનું સ્વપ્ન ખરા અર્થમાં સાકાર થયું છે રણ ઉત્સવ આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રખ્યાત થતા ટુરીસ્ટનુ મનપસંદ સ્થાન બન્યું છે. જેના કારણે છેલ્લા નવ વર્ષમાં અહીં 25 લાખથી વધુ પ્રવાસીઓ આવીને સફેદ રણને માણી ચૂક્યા છે એવું સાદગીપૂર્ણ રીતે રણોત્સવને ખુલ્લું મુકતા વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ(Nimaben Acharya) જણાવ્યું હતું. રણોત્સવને(Ranotsav)લોકાર્પિત કરતા વિધાનસભા અધ્યક્ષએ સૌ પ્રથમ ક્રાફ્ટ માર્કેટમાં હસ્તકલા કારીગરોના સ્ટોલની મુલાકાત લીધી હતી આ હોર્ડિંગમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હોર્ડીંગ મુકવામાં આવ્યા છે
ભુજના તરફ જતા માર્ગ પર જુદા જુદા ટેન્ટ જોવા મળશે 
ભુજથી જતા સમયે વચ્ચે પાલારા,લોરીયા,ભીરન્ડિયારા ગામ આવે છે જ્યાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળે છે અહીં મીઠો માવો જે દૂધથી બને છે તે ખરીદવા ભીડ જોવા મળે છે અહીંથી આગળ જતાં માર્ગ પર ચેકપોસ્ટ આવે છે જ્યાં ધોરડો રણોત્સવમાં જવા માટેની પરમિશન આપવામાં આવે છે અહીંથી ધોરડો 30 કિલોમીટર છે ભુજના તરફ જતા માર્ગ પર જુદા જુદા ગામના સ્થાનિકોના ટેન્ટ જોવા મળે છે જે આબેહુબ કહી શકાય તેમ છે રણોત્સવમાં પ્રવેશતા જ ધોરડોની અલભ્ય ટેન્ટસિટી જોવા મળે છે આ ટેન્ટસિટીનું સંચાલન લલ્લુજી એન્ડ સન્સ કરે છે અહીં જુદા જુદા પ્રકારના ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે આ ટેન્ટસિટીમાં રેસ્ટોરન્ટ,ક્રાફ્ટ સ્ટોલ,તેમજ જુદી જુદી એક્ટિવિટી માટે ગેમ્સ અહીં ઉપલબ્ધ છે જે અહીં આવનાર જે પ્રવાસી રોકાણ કરે તેના માટે જ છે
કચ્છ રણોત્સવ દેશ વિદેશમાં પ્રખ્યાત થયું
કચ્છ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પંક્તિને સાર્થક કરતો રણોત્સવ ફરી એક વાર પ્રવાસીઓને આવકારવા માટે સજ્જ બન્યું છે. આ રણોત્સવ હંમેશા દેશ અને વિદેશના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. ત્યારે આ વખતે રણોત્સવનું આયોજન 20 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. કચ્છનું સફેદ રણ દેશ વિદેશમાં પ્રખ્યાત થયું છે. તેવામાં દેશવિદેશમાંથી આવતા પ્રવાસીઓ ખાસ રણોત્સવ માટે કચ્છ આવે છે. તો આ વખતે રણોત્સવમાં પ્રવાસીઓને કંઇક અલગ અને જુદી જ થીમ જોવા મળશે. મોટા પ્રમાણમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળે તેવી શક્યતા રણોત્સવમાં કચ્છની સંસ્કૃતિ, સભ્યતા, હસ્તકળા અને પ્રવાસનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે. 
કચ્છમાં કોરોના કહે૨ અને ઠંડીની શીતલહેર વચ્ચે ગત વર્ષે ધોરડોના સફેદ રણમા 1લી નવેમ્બરથી શરૂ થયેલા રણોત્સવનું આખરે 20મી ફેબ્રુઆરીએ સમાપન થયું હતું. કચ્છના સફેદ રણનો પ્રાકૃતિક આનંદ માણવા ગત વર્ષે 112 દિવસ ચાલેલા રણોત્સવ દરમિયાન કુલ 1,71,360 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેમાંથી 83 જેટલા વિદેશી પ્રવાસી હતા. ગ્રામ્ય મામલતદાર દ્વારા કુલ 28,120 પરમીટ આપવામાં આવી હતી જેમાંથી 23,888 લોકલ પરમીટનો સમાવેશ થાય છે ઉપરાંત 4230 ઓનલાઇન પરમીટ હતી. તો આ વર્ષે તંત્રને કુલ રૂ. 1,76,38,700ની આવક થઈ છે.
.
Advertisement
Tags :
Advertisement

.