રાજયમાં કોરોના સંક્રમણ યથાવત,અમદાવાદમાં કોરોનાના નવા 207 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં આજે કોરોનાના 456 કેસ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 207 કોરોનાના કેસ નોંધાયા છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ 207 અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. તો સુરત શહેરમાં 86, વડોદરા શહેરમાં 38, ભાવનગર શહેરમાં 13, કચ્છમાં 13, મહેસાણામાં 13, નવસારીમાં 13, વલસાડમાં 12, સુરત ગ્રામ્ય 11, ગાંધીનગર શહેર 10, પાટણ 5, અમદા
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં આજે કોરોનાના 456 કેસ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 207 કોરોનાના કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ 207 અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. તો સુરત શહેરમાં 86, વડોદરા શહેરમાં 38, ભાવનગર શહેરમાં 13, કચ્છમાં 13, મહેસાણામાં 13, નવસારીમાં 13, વલસાડમાં 12, સુરત ગ્રામ્ય 11, ગાંધીનગર શહેર 10, પાટણ 5, અમદાવાદ ગ્રામ્ય 4, ભરૂચ, આણંદ અને ગાંધીનગર ગ્રામ્યમાં ચાર-ચાર, દ્વારકામાં 3, પોરબંદરમાં ત્રણ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3548 છે, જેમાં ત્રણ દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 12 લાખ 19 હજાર 203 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 10947 લોકોના મોત થયા છે.
Advertisement